Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માને સર કલમ કરવાની ધમકી આપતો...

    અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માને સર કલમ કરવાની ધમકી આપતો વિડીયો વાયરલ કર્યો, હિસ્ટરીશીટર સલમાને ઇનામમાં પોતાનું ઘર આપવાની ઘોષણા કરી

    અજમેર શરીફ દરગાહના ખાદિમ સલમાને નુપુર શર્માને જીવથી મારી નાખવાની ધમકી આપી છે અને તેનું માથું લાવનારને પોતે પોતાનું ઘર આપી દેશે એવી પણ જાહેરાત કરી છે.

    - Advertisement -

    અજમેર દરગાહ ખાદિમ સલમાન ચિશ્તીએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો જેમાં તેણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચિશ્તીની સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિત 13 થી વધુ ગુનાઓ દાખલ છે તેવા હિસ્ટરી-શીટર એવા અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ દાવો કર્યો હતો કે જે કોઈ શર્માનું માથું કાપીને લાવશે તેને તે ઇનામમાં તેનું ઘર અને રૂપિયા આપશે. આ મામલે અજમેર પોલીસે કેસ દાખલ કર્યો છે.

    ચિશ્તી દ્વારા વાયરલ કરવામાં આવેલો વિડિયો ઉદયપુરમાં હિંદુ દરજી કન્હૈયાલાલની હત્યા કરતા પહેલા બનાવવામાં આવેલ વીડિયો જેવો જ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લગભગ 4-5 દિવસ જૂનો છે. વીડિયોમાં તેણે કહ્યું કે, “હું મારા પૂર્વજોની સોગંદ ખાઉં છું, હું મારી માતાના સોગંદ ખાઉં છું, હું તેને (નુપુર શર્માને) જાહેરમાં ગોળી મારીશ. હું મારા બાળકોના સોગંદ ખાઉં છું, જે પણ નુપુર શર્માનું માથું વાઢીને લાવશે, હું તેને મારું આ ઘર આપી દઈશ.”

    વધુમાં, તેણે પોતાને ‘ખ્વાજાનો સાચો સૈનિક’ ગણાવ્યો હતો અને મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર, અજમેર દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ 17 જૂનના રોજ દરગાહની બહાર કાઢવામાં આવેલા મૌન સરઘસ દરમિયાન પણ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેમાં તેણે “ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સાઝા, સર તન સે જુદા”ના નારા લગવ્યા હતા.

    - Advertisement -

    આ ઘટના પર અધિક પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે, “ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધાયા બાદ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.”

    અજમેર દરગાહના દિવાન જૈનુલ આબેદિન અલી ખાનનો દાવો ખોટો?

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અજમેર દરગાહના વડા જૈનુલ આબેદિન અલી ખાને દાવો કર્યો હતો કે ભારતીય મુસ્લિમો દેશમાં તાલિબાનીકરણને મંજૂરી નહીં આપે.

    ઉલ્લેખનીય વાત એ છે કે કન્હૈયા લાલની હત્યા થયા પછી, અજમેર દરગાહ દીવાન ઝૈનુલ આબેદિન અલી ખાને દાવો કર્યો હતો કે ભારતમાં મુસ્લિમો ક્યારેય તાલિબાનીકરણની માનસિકતાને દેશમાં બનવા દેશે નહીં.

    એક નિવેદનમાં અજમેર દરગાહ દીવાન ઝૈનુલ આબેદિન અલી ખાને કહ્યું હતું કે , “કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી. ખાસ કરીને ઇસ્લામ ધર્મમા, તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. ઇન્ટરનેટ પર સામે આવેલા ભયાનક વિડિયોમાં, કેટલાક બિન-નૈતિક માનસિકતાઓએ એક ગરીબ માણસ પર ઘાતકી હુમલો કર્યો હતો, જેને ઇસ્લામિક વિશ્વમાં સજાપાત્ર પાપ તરીકે સ્વીકારવામાં આવે છે.”

    અહી નોંધનીય બાબત એ છે કે એક તરફ દરગાહના દિવાન અને મુસ્લિમ ધર્મગુરુઓ શાંતિની વાત કરે છે તો બીજી તરફ દરગાહના ખાદીમો નૂપુર શર્માની હત્યા કરવા માટે મુસ્લિમોને ઉશ્કેરે છે. મુસ્લિમ ધર્મના ઉચ્ચ ધર્મીક હોદ્દાઓ પર બેઠેલા મૌલવી,મોલાનાઓ દ્વારા કરવામાં આવતા દાવાઓ વિપરીત વાતાવરણ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં