અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) લિમિટેડે (AGEL) ભારતની ગ્રીન એનર્જીની યાત્રામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. કંપનીએ હમણાં સુધીની સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધતી 15,000 મેગાવોટ (MW) રિન્યુએબલ એનર્જીની (Renewable Energy) ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. આ વિશેની માહિતી ગૌતમ અદાણીએ (Gautam Adani) પોતે આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારતના ગ્રીન રિવોલ્યુશનની આ હમણાં સુધીની સૌથી મોટી સિદ્ધિ છે. તેમણે એવું પણ કહ્યું છે કે, કંપની હજુ વધુ આગળ વધશે.
ગૌતમ અદાણીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, અદાણી ગ્રીન એનર્જી હવે 15,000 મેગાવોટથી વધુ રિન્યુએબલ કેપેસિટી સુધી પહોંચી ગઈ છે. આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી વધુ ઝડપી અદાણી ગ્રીન વિસ્તાર છે. તેમણે X પર લખ્યું, “આ માત્ર એક આંકડો નહીં, પણ ભારતના ગ્રીન રિવોલ્યુશનની દિશામાં અમારો મજબૂત સંકલ્પ છે. ખવડાના રણ પ્રદેશની જમીનથી લઈને દુનિયાના ટોપ-10 ગ્રીન એનર્જી પ્રોડ્યુસરની લિસ્ટમાં સામેલ થવા સુધીની યાત્રા અમારા માટે ગૌરવની વાત છે.”
Delighted to share that Adani Green has surpassed 15,000 MW of renewable energy capacity, marking the largest and fastest green energy build-out in India's history.
— Gautam Adani (@gautam_adani) June 30, 2025
From the desert landscapes of Khavda to a proud place among the world's Top 10 Green Power Producers, this… pic.twitter.com/FWDWr5SUOm
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે, આ માઈલ્સટોન પર્યાવરણ પ્રત્યેની અદાણી ગ્રુપની જવાબદારી અને ગ્રીન એનર્જીની દિશામાં ભારતને આગળ લઈ જવાના વિચારને દર્શાવે છે. કંપની તરફથી જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, અદાણી ગ્રીન એનર્જીએ માત્ર 15 મહિનામાં 10,000 મેગાવોટથી 15,000 મેગાવોટ સુધીની છલાંગ લગાવી છે. કપનીનો આ ગ્રોથ ભારતમાં હમણાં સુધીનો સૌથી વધુ ગણવામાં આવે છે.
કચ્છમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ
નોંધનીય છે કે, કચ્છ જિલ્લાના ખાવડામાં અદાણી ગ્રુપ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહી છે, જેની ક્ષમતા 30,000 મેગાવોટની હશે. આ પ્લાન્ટ 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે પેરિસ કરતાં પણ પાંચ ગણો વિસ્તાર થાય છે. હાલની સ્થિતિ અનુસાર, હમણાં ત્યાં 5,355.9 મેગાવોટ ક્ષમતાની વીજળી પણ ચાલુ થઈ ચૂકી છે. હાલ તે દિશામાં વધુ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
આ પ્લાન્ટ પૂર્ણ થયા બાદ ન માત્ર ગ્રીન એનર્જીમાં, પણ તમામ પ્રકારના ઉર્જા સ્ત્રોતોમાં દુનિયાનો સૌથી મોટો પાવર પ્રોજેક્ટ બની જશે. કંપનીના CEO આશિષ ખન્નાએ જણાવ્યું છે કે, અદાણી ગ્રુપ આખી દુનિયામાં ગ્રીન એનર્જીના લીડર બનવા માટે કામ કરી છે. કંપનીનો આગળનો ધ્યેય 2030 સુધીમાં 50,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પહોંચાડવાનો છે. આ જ દિશામાં કંપની આગળ પણ વધી રહી છે.
અદાણી ગ્રીનનો ઑપરેશનલ પોર્ટફોલિયો લગભગ 7.9 મિલિયન ઘરોને વીજળી આપવા સક્ષમ છે. આ સ્વચ્છ ઉર્જા ભારતના 13 રાજ્યોને પ્રકાશિત કરી શકે છે. ખાસ વાત એ છે કે કંપનીની સમગ્ર એનર્જી પ્રોડક્શન સિસ્ટમ, વોટર પોઝિટિવ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ સર્ટિફાઇડ છે.