Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ યુવતીઓને બનાવતો હતો શિકાર, કટ્ટરપંથી સંગઠનો સાથે હતા સબંધો: સમીર બનીને...

    હિંદુ યુવતીઓને બનાવતો હતો શિકાર, કટ્ટરપંથી સંગઠનો સાથે હતા સબંધો: સમીર બનીને મંદિરમાં ઘૂસી ગયેલા આસ મોહમ્મદને લઈને ચોંકાવનારા ખુલાસા

    મુસ્લિમ યુવક આસ મોહમ્મદ સમીર નામ ધારણ કરીને મંદિરમાં ઘૂસી ગયો હતો, મહંત આનંદગિરીની હત્યા માટે ગયો હોવાની આશંકા વચ્ચે અન્ય પણ ઘણા ખુલાસા થયા.

    - Advertisement -

    ગાઝિયાબાદના ઈકલા સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં હિંદુ બનીને ઘૂસેલા આસ મોહમ્મદ વિશે હવે ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની ધરપકડ થયા બાદ જાણવા મળ્યું છે કે તે લવ જેહાદનાં ષડ્યંત્રો સાથે જોડાયેલો હતો અને જે માટે તેણે હૈદરાબાદ, દેવબંધ અને કાંધલા સહિતની જગ્યાએ ટ્રેનિંગ મેળવી હતી. 

    તપાસમાં જાણવા મળ્યું છે કે, આસ મોહમ્મદ હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કરતો હતો. એટલું જ નહીં પરંતુ તે અન્ય મુસ્લિમ યુવકોને પણ લવજેહાદ માટે ઉશ્કેરતો હોવાનું જાણવા મળ્યું છે. 

    ગૌતમબુદ્ધ નગરની એક યુવતી આસ મોહમ્મદના ષડ્યંત્રનો શિકાર બની હોવાનું જાણવા મળ્યું છે. મુસ્લિમ યુવકે પહેલાં યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવીને સબંધો પણ બાંધ્યા હતા. જ્યારે સત્ય હકીકત જાણવા મળી તો યુવતીએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ આસ મોહમ્મદે તેને ધમકી પણ આપી હતી. હાલ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આસ મોહમ્મદે આવી કેટલી હિંદુ યુવતીઓને શિકાર બનાવી હતી. 

    - Advertisement -

    પોલીસ તપાસમાં આસ મોહમ્મદ કેટલાંક કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. તે એક સલીમ નામના શખ્સ સાથે અનેક રાજ્યોમાં ફર્યો હતો, જ્યાં તે કટ્ટરપંથી સંગઠનોના લોકોને મળ્યો હતો. સલીમે જ તેને હિંદુ ધર્મગુરુઓની હત્યા માટે ઉશ્કેર્યો હતો. તેને હૈદરાબાદ અને અલીગઢમાં સંગઠનના માણસો સાથે મુલાકાત કરાવી હથિયાર ચલાવવાની, રેકી કરવાની અને લવજેહાદની તાલીમ આપી હતી. 

    સમીર બનીને મંદિરમાં ઘૂસી ગયો હતો, મહંતની હત્યા માટે આવ્યો હોવાની આશંકા

    ઘટના રવિવાર (2 ઓક્ટોબર 2022)ની છે. જ્યારે આસ મોહમ્મદ સમીર શર્મા નામ જણાવીને મંદિરમાં ઘૂસી ગયો હતો. તેની પાસેથી પિસ્તોલ, ચાકૂ અને અન્ય ધારદાર હથિયારો મળી આવ્યાં હતાં. તે સમયે મહામંડલેશ્વર પ્રબુદ્ધ આનંદ ગિરી પણ મંદિરમાં જ હતા. તેમની હત્યા માટે જ આસ મોહમ્મદ મંદિરમાં ઘૂસ્યો હોવાની આશંકા હતી, જે હવે વધુ દ્રઢ બની છે. 

    હિંદુ બનીને ઘૂસેલા આસ મોહમ્મદ વિશે જાણ થતાં જ તેને પકડીને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પૂછપરછમાં તે વારંવાર પોતાનાં નિવેદનો બદલી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે, તેની વિસ્તૃત પૂછપરછ બાકી છે, જે માટે રિમાન્ડની માંગ કરવામાં આવશે. પૂછપરછ બાદ વધુ જાણકારી સામે આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં