દિલ્હીમાં AAP સરકાર (Delhi AAP Government) વિકાસ સાતમા આસમાને પહોંચ્યો હોવાના દાવા કરતી હોય છે, ત્યારે તેમની જ પાર્ટીમાંથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) AAP સરકાર અને અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) ઉઘાડા પાડી રહી છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલનો (GB Pant Hospital) વિડીયો શેર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધાઓ રસાતાળ ગયેલી છે. માલીવાલનો આરોપ છે કે, સામાન્ય લોકોને કલાકો સુધી ઓપીડી માટે રાહ જોવી પડે છે, MRI માટે 1 દોઢ વર્ષો પછીની તારીખો આપવામાં આવી રહી છે ત્યારે કેજરીવાલ અને આતિશી સરકાર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
9 ડિસેમ્બરે AAP સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જે અનુસાર, તેમણે દિલ્હીની GB પંત હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાના કેજરીવાલના દાવાઓનું ફેક્ટચેક કર્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે દિલ્હીની કહેર વરસાવતી ઠંડીમાં સામાન્ય જનતાએ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે.
ये है @ArvindKejriwal जी के World Class अस्पताल GB Pant की हालत ‼️
— Swati Maliwal (@SwatiJaiHind) December 9, 2024
🛑इस खतरनाक सर्दी में छोटी छोटी बच्चियाँ, बुज़ुर्ग, माताएँ सड़क पर इलाज के इंतज़ार में पड़े हैं।
🛑लोगों को पूरी पूरी रात लाइन में लगना पड़ता है तब जाके अस्पताल में अंदर आते हैं।
🛑 MRI जैसे टेस्ट के लिए दो… pic.twitter.com/xeV85hcSAS
દાવો છે કે, હોસ્પિટલમાં વેટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો નથી. જે લોકો લાઈનમાં ઉભા રહે છે, તેમના માટે શેડ પણ બનાવવામાં આવ્યો નથી. લોકો કલાકો સુધી હોસ્પિટલની બહાર લાઈનમાં રાહ જોતા ઉભા હોય છે. બાળક, વૃદ્ધ કે કોઈના માટે પણ ઈમરજન્સી ગેટ ખુલ્લો રાખવામાં આવતો નથી. સ્વાતિ માલીવાલે પોસ્ટ કરેલ વિડીયોમાં જ જોઈ શકાય છે કે, એક ચાર મહિનાની બાળકીના હૃદયમાં કાણું છે અને તેનો પરિવાર કલાકો સુધી લાઈનમાં તેની સારવાર માટે રાહ જોઇને બેઠો છે.
સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “આ છે અરવિંદ કેજરીવાલજીની વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ જીબી પંતની હાલત!” આગળ તેમણે લખ્યું હતું કે, “આ ખતરનાક શિયાળામાં, નાની છોકરીઓ, વૃદ્ધ લોકો અને માતાઓ સારવારની રાહ જોતા રસ્તાઓ પર પડ્યા છે. લોકોને હોસ્પિટલની અંદર આવવા માટે આખી રાત લાઈનોમાં ઉભા રહેવું પડે છે. MRI જેવા ટેસ્ટની તારીખ બે વર્ષ પછી આપવામાં આવી રહી છે. દવાખાનામાં દવાઓ ઉપલબ્ધ નથી. લોકોને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ભગાડી મૂકવામાં આવે છે. ઈમરજન્સી ગેટ બંધ રાખવામાં આવ્યો છે.”
નોંધનીય છે કે, સ્વાતિ માલીવાલ અવારનવાર તેમની પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના વિકાસની પોલ ખોલતા હોય છે. દિલ્હીના વિવિધ સ્થળો પર ફેલાયેલ કચરો, પ્રદૂષણ જેવા વિવિધ મામલે તેમણે વાસ્તવિકતા દર્શાવતા વિડીયો પોસ્ટ કર્યા હતા.