Saturday, February 1, 2025
More
    હોમપેજરાજકારણ‘AAPએ જે કર્યું તે તેમની ઉદ્દંડ અને અરાજક પ્રવૃત્તિનું ઉદાહરણ’: સુધાંશુ ત્રિવેદીએ...

    ‘AAPએ જે કર્યું તે તેમની ઉદ્દંડ અને અરાજક પ્રવૃત્તિનું ઉદાહરણ’: સુધાંશુ ત્રિવેદીએ કર્યા સૌરભ ભારદ્વાજ પર પ્રહાર, આચારસંહિતા બાદ ‘શીશમહેલ’માં ઘૂસવાનો કરી રહ્યા હતા પ્રયાસ

    સુધાંશુ ત્રિવેદીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, "આજે PWD મંત્રી સીએમ આવાસની બહાર ઉભા છે અને આ બધી વાતો કરી રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે જો તેમના દાવામાં થોડું પણ સત્ય હતું તો પછી તેમણે આચારસંહિતા લાગવાની રાહ કેમ જોઈ? ગઈકાલે બધું જ તેમના હાથમાં હતું.”

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી આવાસનો વિવાદ વધી જ રહ્યો છે. ત્યારે 8 જાન્યુઆરીએ AAP નેતા સંજય સિંઘ (Sanjay Singh) અને સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardvaj) પોલીસકર્મીઓ સાથે ધક્કા-મુક્કી કરી હતી. ભાજપે મુખ્યમંત્રી આવાસને શીશમહેલ ગણાવ્યો હતો, તથા એવો દાવો કર્યો હતો કે આવાસમાં સ્વિમિંગ પુલ અને ગોલ્ડન ટોયલેટ છે. ત્યારે આ દાવાને નકારવા માટે AAP નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી બંગલે પહોંચ્યા હતા. ત્યારે ભાજપ નેતાએ પણ AAP પર વળતા પ્રહાર કર્યા હતા.

    નોંધનીય છે કે આ દરમિયાન AAP નેતા સૌરભ ભારદ્વાજ અને સંજય સિઘ સહિતના નેતાઓ મુખ્યમંત્રી બંગલાની બહાર ધરણા પર બેઠા હતા અને બંગલાની બહાર તૈનાત પોલીસકર્મીઓ સાથે પણ બોલાચાલી કરી હતી. ત્યારે AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ દરરોજ નવા ફોટોસ અને વિડીયો મૂકતું હતું.

    તેમણે કહ્યું કે, “આજે અમે મીડિયાકર્મીઓ સાથે અહીં આવ્યા છીએ ત્યારે ભાજપ ભાગી રહ્યું છે. તેમણે બેરિકેડના ત્રણ સ્તરો લગાવ્યા છે, વોટર કેનન પણ લગાવી છે, વધારાના DCP તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડર બનાવી દેવામાં આવી છે જેથી મીડિયા અંદર ન જઈ શકે.” તેમણે આગળ કહ્યું હતું કે, “અમને દેખાડો કે સ્વિમિંગ પુલ અને બાર ક્યાં છે?

    - Advertisement -

    તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભાજપ કહે છે કે CM આવાસ 33 કરોડમાં બન્યું છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે PM આવાસ 2700 કરોડમાં બની રહ્યું છે. અમે CM આવાસ અને PM આવાસ બંને જોઈશું, જનતાને બંને જોવા દો. તેમણે કહ્યું હતું કે CM અને PM બંને આવાસ જનતાના પૈસાથી બનેલ છે તેથી જનતાને તે જોવાનો અધિકાર છે.

    ભાજપના સુધાંશુ ત્રિવેદીનો વળતો પ્રહાર

    ત્યારે આ મામલે ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આજે PWD મંત્રી સીએમ આવાસની બહાર ઉભા છે અને આ બધી વાતો કરી રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે જો તેમના દાવામાં થોડું પણ સત્ય હતું તો પછી તેમણે આચારસંહિતા લાગવાની રાહ કેમ જોઈ? ગઈકાલે બધું જ તેમના હાથમાં હતું.”

    આગળ તેમણે કહ્યું હતું કે, “તેઓ જે રીતે સરકારી કર્મચારીઓને ધમકાવી રહ્યા છે તે દિલ્હી અને કેન્દ્ર બંનેના કર્મચારીઓનું અપમાન છે. આ તેમના અરાજક વર્તનને અનુરૂપ છે, જેમાં તેઓ દિલ્હીના મુખ્ય સચિવ તેમજ તેમના પોતાના સાંસદ સાથે મારપીટ કરી ચૂક્યા છે. આજે જે કંઈ પણ AAPએ કર્યું  છે તે તેમની ઉચ્છાંઘલ, ઉદ્દંડ અને અરાજક પ્રવૃત્તિનું ઉદાહરણ છે.

    તેમણે કહ્યું હતું કે, “ભ્રષ્ટાચારના સ્મારકની વાસ્તવિકતા લોકો સમક્ષ આવી રહી છે…આજે જે ઘટનાઓ સામે આવી રહી છે અને AAP સાંસદ સંજય સિંઘ અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ જે ચરિત્ર બતાવી રહ્યા છે, પણ ભલે તે ગમે તે કરે પણ અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારના સંગ્રહાલય, ‘શીશ મહેલ‘ને બચાવી શકશે નહીં… આજે તેઓએ જે કંઈ કર્યું છે તે અરાજકતાનું સ્પષ્ટ પ્રદર્શન છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં