Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢ : મુસ્લિમ યુવકે પ્લાસ્ટિકની થેલીમાં પેશાબ કરી વટસાવિત્રીની પૂજા કરતી મહિલાઓ...

    છત્તીસગઢ : મુસ્લિમ યુવકે પ્લાસ્ટિકની થેલીમાં પેશાબ કરી વટસાવિત્રીની પૂજા કરતી મહિલાઓ પર ફેંકી, હિંદુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ આરોપીની ધરપકડ 

    છત્તીસગઢના જશપુરમાં એક મુસ્લિમ યુવકે વટ સાવિત્રીની પૂજા કરતી મહિલાઓને અપશબ્દો બોલ્યા બાદ અને અભદ્ર વર્તન કર્યા બાદ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો પેશાબ ફેંક્યો હતો.

    - Advertisement -

    સોમવારે છત્તીસગઢના જશપુર જિલ્લામાં વટ સાવિત્રીની પૂજા દરમિયાન એક મુસ્લિમ યુવકે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતા મામલો ગરમાયો છે. એક મુસ્લિમ યુવકે પોલીથિનમાં પેશાબ કરીને પૂજા કરી રહેલી મહિલાઓ પર ફેંકી દીધી હતી. મુસ્લિમ યુવકની અભદ્ર હરકત બાદ સમગ્ર પંથકમાં આક્રોશ છે તો ઘટનાના વિરોધમાં બુધવારે જશપુરનગર શહેર બંધ પણ રહ્યું હતું. 

    મુસ્લિમ યુવકે મહિલાઓ સાથે આવું અભદ્ર વર્તન કર્યા બાદ વડની પૂજા કરતી સ્ત્રીઓ સ્થળ છોડીને જતી રહી હતી. જે બાદ રાત્રે 8 વાગ્યે પોલીસ મથકે જઈને મહિલાઓએ આરોપી વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે મહિલાઓ વડના વૃક્ષ નીચે વટસાવિત્રીની પૂજા કરી રહી હતી ત્યારે બે બાઈકસ્વર અજ્ઞાત યુવકો ત્યાં આવ્યા અને તેમાંથી એક યુવક બાઈક પરથી ઉતરીને પૂજા સ્થળે પેશાબ કરવા માટે પેન્ટની ઝીપ ખોલવા માંડ્યો. જે જોતા મહિલાઓએ તેને પૂજા સ્થળે આ પ્રકારની અશોભનીય હરકત ન કરવા માટે કહ્યું હતું. જે બાદ દારૂના નશામાં ધૂત શખ્સ ભડકી ઉઠ્યો અને અપશબ્દો બોલવા માંડ્યો હતો. થોડીવાર પછી એ ફરી આવ્યો અને પ્લાસ્ટિકની થેલીમાં પેશાબ કરીને પૂજાસ્થળે ફેંકી દીધી હતી.

    ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર, નસીરે આમ કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, “હિંદુ લોકો રસ્તો જામ કરીને બેઠા છે.” જ્યારે મહિલાઓએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે રસ્તો બ્લૉક કર્યો ન હતો અને રસ્તાની બાજુ પર રહીને પૂજા કરતા હતા.

    - Advertisement -
    પકડાયેલો આરોપી નસીર (તસ્વીર: OpIndia)

    આ ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા બુધવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેની શહેરમાં વ્યાપક અસર જોવા મળી હતી અને સવારથી તમે દુકાનો બંધ રહી હતી. જોકે, દવાની દુકાનો અને પેટ્રોલ પંપ ચાલુ રાખવામાં આવ્યા હતા. બીજી તરફ, હિંદુ સંગઠનોએ પણ આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. જે બાદ બપોરે 4 વાગ્યે સ્થાનિક સાંસદની આગેવાનીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    સભા દરમિયાન સાંસદ ગોમતી સાયે કોંગ્રેસના ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, જો આ મામલો બીજા કોઈ ધર્મ સાથે સબંધિત હોત તો કોંગ્રેસના ધારાસભ્યોએ આભ માથે લઇ લીધું હોત. તેમણે કહ્યું કે, “ખાલી માથે ચૂંદડી બાંધીને મંદિરોની સામે ફોટો ખેંચાવવાથી હિંદુત્વનું હિત નહીં થાય પરંતુ જરૂરિયાતના સમયે હિંદુઓ સાથે ઉભા પણ રહેવું પડશે.” તેમણે આ ઘટનાને મહિલાઓના સન્માન પર ઘા સમાન ગણાવતા કહ્યું કે, આ કોઈ અચાનક બનેલી ઘટના નથી પરંતુ ઇરાદાપૂર્વકનું કૃત્ય છે.

    તદુપરાંત, હિંદુ સંગઠનોએ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે બાઈક રેલીનું પણ આયોજન કર્યું હતું તેમજ મહિલાઓએ મળીને એસડીએમને આવેદનપત્ર સોંપીને એટ્રોસિટી એક્ટ, મહિલાઓની લજ્જા ભંગ કરવા અને શાંતિ ભંગ કરવા મામલેની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત આરોપી અને તેના પરિવારને જિલ્લામાંથી તડીપાર કરવાની પણ માંગ ઉઠી રહી છે.

    મુસ્લિમ યુવકની અભદ્ર હરકત બાદ થયેલા ઉગ્ર વિરોધ બાદ પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને આ ઘટનામાં આરોપી નસીર ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જશપુર પોલીસ દ્વારા આ અંગે ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આઈપીસી કલમ 295, 295A, 153A અને 505B હેઠળ કેસ નોંધી હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રદર્શનો શાંતિપૂર્ણ થયા હતા અને હાલ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં