Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના થરપારકરમાં 14 વર્ષની સગીર વયની હિંદુ બાળકીનું અપહરણ કરી પીર જાન...

    પાકિસ્તાનના થરપારકરમાં 14 વર્ષની સગીર વયની હિંદુ બાળકીનું અપહરણ કરી પીર જાન સિરહંદીએ ધર્માંતરણ કરવી અપહરણ કરનારા શૌકત સાથેજ નિકાહ કરાવ્યા

    ઑપઇન્ડિયાના 4 દિવસ પહેલાના અહેવાલો અનુસાર પાકિસ્તાનના સિંધના જેકોબાબાદમાં 13 વર્ષના શીખ કિશોર પર મોહસીન, જમાઈલ અને સિદ્દિર નામના ઈસમોએ બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    પાકિસ્તાનમાં હિંદુઓ સતત અત્યાચારનો સામનો કરી રહ્યા છે અને તાજેતરના સમયમાં એવી અનેક ઘટનાઓ બની છે જેમાં સગીર બાળકીઓનું અપહરણ કરીને જબરદસ્તી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હોય. તેવામાં ફરી એક વાર પાકિસ્તાનમાં 14વર્ષની હિંદુ સગીરાના અપહરણ બાદ આરોપી સાથે નિકાહ કરાવાયા હોવાની ઘટના સામે આવી છે, આ બાળકી પાકિસ્તાનના થરપારકરની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    અહેવાલો મુજબ તાજેતરમાં ઇસ્લામકોટ થરપારકર સિંધ ગામમાંથી એક સગીરવયની હિંદુબાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સમરુ પીર જાન સિરહંદીએ તેને ઇસ્લામ કબૂલ કરાવ્યો હતો. પાકિસ્તાનમાં 14વર્ષની હિંદુ સગીરાના પરિવારજનોએ જણાવ્યું હતું કે પહેલા મુસ્લિમો તેને ઉઠાવી ગયા અને ત્યારબાદ તેણીના અપહરણકર્તા મુરાદ હનહરજોના પુત્ર શૌકત સાથે બળજબરીથી નિકાહ કરાવ્યા હતા.

    આ પહેલા સિંધમાંથી 15 વર્ષની બાળકીને કટ્ટરપંથીઓ ઉઠાવી ગયા હતા

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ સિંધ વિસ્તારથી 15 વર્ષની ચંદ્ર મેહરાજ નામની હિંદુ બાળકીને મુસ્લિમ કટ્ટરવાદીઓ ઉઠાવી ગયા હતા, બાળકીના માતા-પિતાએ જણાવ્યું હતું કે ચંદ્રાનું હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારથી જયારે તે ઘર તરફ આવી રહી હતી તે સમયે અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીના અપહરણ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરંતુ હજુ સુધી બાળકીની કોઈજ ભાળ મળી નથી. આ અગાઉ પણ ત્રણ હિંદુ મહિલાઓના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. 24 સપ્ટેમ્બરે નસરપુર વિસ્તારમાંથી મીના મેઘવાર નામની 14 વર્ષની સગીર બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલા મીરપુરખાસ શહેરમાં ઘરે પરત ફરતી વખતે અન્ય એક બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

    માત્ર હિંદુ જ નહિ, શીખ પણ પીડિત, કિશોર પર સામુહિક બળાત્કાર

    અમારા 4 દિવસ પહેલાના અહેવાલ મુજબ અહેવાલો અનુસાર પાકિસ્તાનના સિંધના જેકોબાબાદમાં 13 વર્ષના શીખ કિશોર પર મોહસીન, જમાઈલ અને સિદ્દિર નામના ઈસમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા, પરંતુ તેઓ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યા હતા. આરોપીઓ કિશોરને મોટરસાયકલ અપાવવાના બહાને તેને સ્થાનિક પીટીસીએલ (પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન્સ લિમિટેડ)ની ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાં લઈ ગયા હતા, જ્યાં કિશોર પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં