Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણ'રાહુલ ગાંધી પનોતી છે': રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હાર બાદ...

    ‘રાહુલ ગાંધી પનોતી છે’: રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કારમી હાર બાદ લોકોએ કોંગ્રેસને તેમની ભાષામાં જ જવાબ આપ્યો; કર્યું હતું PM મોદીનું અપમાન

    સમ્રાટ જીતેન્દ્ર સિંહ નામના વ્યક્તિએ સંસદમાં રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ લમણે હાથ રાખીને ઉદાસ બેઠા છે. તેમણે લોકોને કહ્યું કે જો તમે બધા રાહુલ ગાંધીને પનોતી માનો છો તો આ ટ્વીટને રીટ્વીટ કરો.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હાર તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વારંવાર વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમને ‘પનોતી’ તરીકે પણ વર્ણવવામાં આવ્યા હતા. જ્યારે ભારત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું ત્યારે પણ દોષનો ટોપલો પીએમ મોદી પર નાખવામાં આવ્યો, કારણ કે તેઓ સ્ટેડિયમમાં હાજર હતા. હવે સોશિયલ મીડિયા પર લોકો રાહુલ ગાંધીને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે.

    સોશિયલ મીડિયા પર ‘રાહુલ ગાંધી પનોતી છે’ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. દિલ્હી બીજેપી મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ વૈશાલી પોદ્દારે એક ફોટો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ હૂડી પહેરી છે જેના પર ‘પનોતી’ લખેલું છે. ઉલ્લેખનીય છે કે આ એક એડિટેડ તસવીર છે, પરંતુ લોકો તેને લઈને ખૂબ ટ્રોલિંગ કરી રહ્યા છે.

    સમ્રાટ જીતેન્દ્ર સિંહ નામના વ્યક્તિએ સંસદમાં રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ લમણે હાથ રાખીને ઉદાસ બેઠા છે. તેમણે લોકોને કહ્યું કે જો તમે બધા રાહુલ ગાંધીને પનોતી માનો છો તો આ ટ્વીટને રીટ્વીટ કરો.

    - Advertisement -

    હાર્દિક ઢેબર નામના યુઝરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધોતીમાંની તસવીર શેર કરી છે. સાથે લખ્યું કે હવે કાચની જેમ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી એક પનોતી છે, ભલે કોંગ્રેસના લોકો તેને સ્વીકારવા તૈયાર ના હોય. તેમણે એમ પણ લખ્યું કે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં માત્ર મોદીની ગેરંટી કામ કરે છે.

    ચંદન શર્મા નામના યુઝરે લખ્યું કે હવે એમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધી પનોતી છે. તેણે રાહુલ ગાંધીની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે ખુરશી પર ઉદાસ બેઠેલા છે.

    ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ 161 ​​સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસને માત્ર 67 સીટો મળી રહી છે. જો રાજસ્થાનની વાત કરીએ તો ભાજપ 115 અને કોંગ્રેસ 69 સીટો જીતતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટી 36 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે બીજેપી 54 સીટો સાથે બહુમતી મેળવતી દેખાઈ રહી છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. ત્યાં તે 64 બેઠકો પર આગળ છે, જ્યારે સત્તારૂઢ BRS 40 પર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં