Wednesday, September 11, 2024
More
    હોમપેજરાજકારણ'જહાં મોદી, વહાં હમ': જીતનરામ માંઝીના નિવેદન બાદ વધુ સ્પષ્ટ થયું બિહારનું...

    ‘જહાં મોદી, વહાં હમ’: જીતનરામ માંઝીના નિવેદન બાદ વધુ સ્પષ્ટ થયું બિહારનું ચિત્ર, રવિવારનો દિવસ અતિમહત્વનો- જાણો તમામ અપડેટ્સ

    આ બધી ઉથલપાથલ વચ્ચે તેવા પણ સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીતનરામ માંઝીને ફોન કર્યો હતો. રાહુલે માંઝીને મુખ્યમંત્રી બનવાની ઓફર પણ આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. HAM પાસે કુલ 4 ધારાસભ્યો છે. આ પછી HAMના ધારાસભ્યોની પણ બેઠક થઇ હતી.

    - Advertisement -

    બિહારમાં રાજકીય ઉથલપાથલનો માહોલ છે. પ્રત્યેક્ત ક્ષણે અહીંના રાજકારણમાં નવા વળાંકો આવતા જાય છે. એક તરફ નીતીશ કુમાર રાજીનામું આપીને ભાજપના સમર્થનથી 9મી વાર શપથ ગ્રહણ કરવાની તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલો આવી થયા છે, તો બીજી તરફ પટનાથી લઈને દિલ્હી સુધી બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. એક તરફ RJD સહિતની પાર્ટીઓ નીતીશ કુમારને રોકવા માટે અંતિમ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ નવી સરકાર રચાવાનાં બ્યૂગલો ફૂંકાઈ ચૂક્યાં છે અને તેમાં સાથ મળ્યો છે હિંદુસ્તાન આવામ મોરચાના અધ્યક્ષ અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીનો.

    જીતનરામ માંઝીએ કહ્યું- અમે મોદીની સાથે જ

    જીતનરામ માંઝીએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. તેમણે કહ્યું કે, જ્યાં મોડી હશે ત્યાં જ તેમની પાર્ટી HAM પણ હશે. નોંધવું જોઈએ કે આ બધી ઉથલપાથલ વચ્ચે તેવા પણ સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીતનરામ માંઝીને ફોન કર્યો હતો. રાહુલે માંઝીને મુખ્યમંત્રી બનવાની ઓફર પણ આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. HAM પાસે કુલ 4 ધારાસભ્યો છે. આ પછી HAMના ધારાસભ્યોની પણ બેઠક થઇ હતી. બેઠક પૂર્ણ થયા બાદ જીતનરામ માંઝીએ કહ્યું હતું કે, જ્યાં વડાપ્રધાન મોદી હશે ત્યાં જ HAM હશે.

    કોંગ્રેસ સિવાય RJDએ પણ માંઝીનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જેનાથી બિહારમાં ભાજપ-JDUની સરકાર બનવાનું લગભગ નક્કી છે. જોકે, રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જેથી રવિવારનો દિવસ બિહારના રાજકારણ માટે અત્યંત મહત્વનો છે.

    - Advertisement -

    રવિવારે 4 વાગ્યે નીતીશ કુમાર ફરી CM પદના શપથ લઇ શકે

    મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતીશ કુમાર રવિવારે (28 જાન્યુઆરી) સવારે રાજીનામું આપીને બપોરે 4 વાગ્યે ફરી શપથ લેશે. બીજી તરફ બિહારમાં મુખ્યમંત્રી બનાવવાને લઈને સાંજે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. શનિવારે આખા દિવસમાં RJD, કોંગ્રેસ, JDU, BJP, HAM એમ તમામ પાર્ટીઓએ બેઠકો કરી હતી. સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે રવિવારે સવારે 9 વાગ્યે ભાજપ, 10 વાગ્યે JDU અને ત્યારબાદ અંતમાં NDAની બેઠક થવાની છે. આ બેઠક બાદ નીતીશ કુમાર રાજ્યપાલને મળીને રાજીનામું આપશે તેવી અટકળો છે.

    ઉથલપાથલ વચ્ચે લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારને સમન્સ

    બિહારમાં રાજનીતિક ઉથલપાથલ વચ્ચે બીજા પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા. લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર દિલ્હીની એક કોર્ટે લાલુ પરિવારના અનેક સભ્યોને સમન્સ ફટકાર્યું છે. આ કાર્યવાહી EDની ચાર્જશીટને ધ્યાને લઈને કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સમન્સ રાબડી દેવી, હેમા યાદવ, મીસા ભારતી, અમિત કાટયાલ, હ્રદયનંદન ચૌધરી સહિત અન્ય 9 લોકોને આ સમન્સ ફટકારવામાં આવ્યું છે. આ સિવાય લાલુ પ્રસાદ યાદવને 30 જાન્યુઆરી અને તેજસ્વી યાદવને 29 જાન્યુઆરીના રોજ એજન્સીની પટના ઓફિસે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં