ભારતને લઈને બાંગ્લાદેશના (Bangladesh) મુખ્ય સલાહાર મહોમ્મદ યુનુસના (Muhammad Yunus) સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. હંમેશા ભારતનો વિરોધ કરતા યુનુસ હવે ભારત માટે ફૂલ ગેરવી રહ્યા છે. યુનુસે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ પાસે ભારત સાથે સારા સંબંધો (Bangladesh-India Relations) જાળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે બંને દેશો એકબીજા પર નિર્ભર છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે કેટલાક પ્રોપેગેન્ડાએ ચોક્કસપણે બંને દેશો વચ્ચે કોઈને કોઈ ગેરસમજ પેદા કરી છે.
BBC બાંગ્લા સાથેની એક ઈન્ટરવ્યુમાં, યુનુસે બાંગ્લાદેશ અને ભારતની ઐતિહાસિક, રાજકીય અને આર્થિક પરસ્પર નિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેમના સંબંધો એટલા ઊંડા છે કે તેમાં મૌલિક રીતે બદલાવ કરી શકાતો નથી. યુનુસે કહ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ સંબંધો ‘અત્યંત સારા’ છે. તેમણે કહ્યું કે, “સંબંધોમાં કોઈ ખરાબી આવી નથી, અમારા સંબંધો હંમેશા સારા રહેશે. સંબંધો હજુ પણ સારા છે અને ભવિષ્યમાં પણ સારા રહેશે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સારા સંબંધો રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.”
Mohammad Yunus:
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 4, 2025
"There has been no deterioration in our relations with India. We are so DEPENDENT on each other.
~ There has been some MISUNDERSTANDING but it is due to propaganda. We are working on it."😂
Internal Conflicts are rising in Bangladesh & He is now back on track👏🏼 pic.twitter.com/fRSCgSTElF
તેમણે કહ્યું, “અમારા સંબંધો ખૂબ જ ગાઢ છે, અમે એકબીજા પર ખૂબ નિર્ભર છીએ. બંને દેશો ઐતિહાસિક, રાજકીય અને આર્થિક દૃષ્ટિકોણથી એટલા નજીક છે કે અમે ક્યારેય અલગ-અલગ રહી શકીએ નહીં.” મોહમ્મદ યુનુસે કહ્યું, “જોકે, બંને દેશો વચ્ચે કેટલાક સંઘર્ષો થયા છે, જે ઘણી હદે ‘પ્રોપેગેન્ડા’ના કારણે થયા છે. આ પ્રોપેગેન્ડાનું પરિણામ એ આવ્યું છે કે બંને દેશો વચ્ચે ગેરસમજ ઊભી થઈ છે. અમે તે બધી ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
યુનુસે એમ પણ કહ્યું કે બંને દેશો હંમેશા સંપર્કમાં છે અને બંને બાજુથી ઉચ્ચ સ્તરીય મુલાકાતો પ થતી હોય છે. તેમણે એમ પણ કહ્યું કે કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે PM મોદી સાથે વાત પણ કરી હતી. નોંધનીય છે કે તેમની આ ટિપ્પણી 3-4 એપ્રિલના રોજ થાઇલેન્ડમાં યોજાનારી BIMSTEC સમિટના થોડા અઠવાડિયા પહેલાં આવી છે. બાંગ્લાદેશી અધિકારીઓ એવા પ્રયાસમાં છે કે મહોમ્મદ યુનુસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ શકે. બાંગ્લાદેશ આવા નિવેદનો આપીને ભારત પાસેથી કોઈ લાભ મેળવવા ઈચ્છે છે.