Tuesday, April 23, 2024
More
  હોમપેજરાજકારણમત મેળવવા કેજરીવાલનો નવો દાવ: સસ્તી પબ્લિસિટી મેળવવા પોતાની જ સુરક્ષા સાથે ચેડાં...

  મત મેળવવા કેજરીવાલનો નવો દાવ: સસ્તી પબ્લિસિટી મેળવવા પોતાની જ સુરક્ષા સાથે ચેડાં કરીને ગુજરાત પોલીસનું કર્યું જાહેરમાં અપમાન

  ભુતકાળના પોતાના પત્રમાં આપનું ગુજરાત સંગઠન અમદાવાદ કમિશનરશ્રીને કહેતું જણાય છે કે "અમારા નેતા આને દિલ્હીના દિલ્હીના મુખ્યમંત્રી પર ગમે ત્યારે હિંસક હુમલો થઇ શકે છે માટે તેમને પૂરતી સુરક્ષા આપશો."

  - Advertisement -

  મંગળવારે (13 સપ્ટેમ્બર) જયારે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આપના નેતાઓ સાથે ઘાટલોડિયામાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર એક રીક્ષાચાલકના ઘરે ભોજન કરવા જઈ રહ્યા હતા ત્યારે વિવાદ સર્જાયો હતો.

  જયારે કેજરીવાલ પોતાની તાજ સ્કાયલાઇન હોટેલથી ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે ભોજન લેવા જવા માટે રિક્ષામાં બેઠા ત્યારે તેમને સુરક્ષા કારણોને લઈને એમ કરતા પોલીસના જવાનોએ રોક્યા હતા. તો કેજરીવાલે મીડિયાના કેમેરા જોઈને મોકાનો ફાયદો ઉઠાવતા ગુજરાત પોલીસને ભાંડવા લાગ્યા અને કહી દીધું કે તેમને સુરક્ષા નથી જોઈતી અને તેઓ રિક્ષામાં જ ત્યાં જશે.

  અંતે કેજરીવાલે બાયધરી આપતા રીક્ષામાં ત્યાંથી પોલીસ એસ્કોર્ટ સાથે ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કેજરીવાલને કોર્ડન કરીને લઈ ગઈ ત્યારે લોકોની ભીડે તેમને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ કેજરીવાલ, ઈટાલીયા, ઈસુદાન અને રાજ્યગુરૂ રીક્ષાચાલક સાથે જમ્યાં હતા.

  - Advertisement -

  આ પહેલા ગુજરાત આપ સંગઠને જ સુરક્ષાની માંગ કરી હતી

  એકબાજુ જ્યાં કેજરીવાલ કહી રહ્યા છે કે એમને સુરક્ષાની જરૂર નથી ત્યાં જ બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠનના એ પત્ર પણ ફરતા થયા હતા કે જેમાં કેજરીવાલના અગાઉના પ્રવાસો દરમિયાન તેમણે અમદાવાદ પોલીસ કમિશનરને તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થાઓ કરવાની આજીજી કરી હતી.

  ગુજરાત પોલીસ પાસે સુરક્ષા માંગતું ગુજરાત આપ સંગઠન

  ભુતકાળના પોતાના પત્રમાં આપનું ગુજરાત સંગઠન અમદાવાદ કમિશનરશ્રીને કહેતું જણાય છે કે “અમારા નેતા આને દિલ્હીના દિલ્હીના મુખ્યમંત્રી પર ગમે ત્યારે હિંસક હુમલો થઇ શકે છે માટે તેમને પૂરતી સુરક્ષા આપશો.”

  પરંતુ હવે ચૂંટણી નજીક આવતા સુરક્ષા કરતા કેમેરા સામે પબ્લિસિટી સ્ટંટ કરવો વધુ જરૂરી લાગતા કેજરીવાલે ગુજરાત પોલિસનું અપમાન કરી દીધું હતું.

  કોઈ પણ મુખ્યમંત્રીને પૂરતી સુરક્ષા આપવી એ પ્રોટોકોલ હંમેશાથી રહ્યો છે

  વધુમાં એ પણ નોંધનીય છે કે જયારે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવે ત્યારે પૂર્વનિર્ધારિત પ્રોટોકોલ અનુસાર એમને યોગ્ય સુરક્ષા પુરી પાડવી એ ગુજરાત પોલીસને જવાબદારીમાં આવે છે. કેમ કે સુરક્ષાના અભાવે જો તે મુખ્યમંત્રીને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસના માથે આવી પડે છે.

  ઉપરાંત આ પ્રોટોકોલ બધા રાજ્યોમાં હોય છે અને બધા જ રાખ્યોના મુખ્યમંત્રીને લાગુ પડતો હોય છે. તો કથિત રીતે ભણેલા ગણેલા મુખ્યમંત્રી એવા કેજરીવાલને આ ધ્યાનમાં ન હોય તેની શક્યતા ઓછી ભાસે છે. જે પરથી એ જરૂર કહી શકાય કે પબ્લિસિટી સ્ટંટના ચક્કરમાં કેજરીવાલ પોતાનો જીવ અને ગુજરાતની આબરૂ દાવ પર મૂકતા પણ ખચકાયા નહિ.

  આ પહેલા પણ આપે લગાવ્યો હતો ગુજરાત પોલીસ પર ખોટો આરોપ

  રવિવારે (11 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટીના કન્વીનર ગુજરાત આવે એ વખતે જ પાછો AAPએ એક નવો વિવાદ છેડ્યો હતો. AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવીએ એક ટ્વીટ કરીને આ વિવાદ ઉભો કર્યો હતો અને ગુજરાત પોલીસ પર આરોપ લગાવ્યા હતા.

  બાદમાં અરવિંદ કેજરીવાલે પણ એમની વાતને આગળ વધારી હતી. પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા સત્તાવાર ખુલાસો થયા બાદ તેમને નિવેદનો બદલવાનો વારો આવ્યો હતો.

  અમદાવાદ પોલીસના આ ખુલાસા બાદ આપ નેતાઓ પોતાના નિવેદનો બદલતા જોવા મળ્યા અને તેઓ કહેવા માંડ્યા કે કોઈ 3 લોકો સાદા ડ્રેસમાં તેમની કોઈક ઓફિસમાં આવીને તપાસ કરીને ગયા હતા. જોકે તેમના આ દાવા માટે પણ તેઓએ કોઈ પુરાવા આપ્યા નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં