Monday, July 15, 2024
More
  હોમપેજરાજકારણઆમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને કેજરીવાલે ફેલાવી 'પોલીસ રેઇડ'ની અફવા: અમદાવાદ...

  આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને કેજરીવાલે ફેલાવી ‘પોલીસ રેઇડ’ની અફવા: અમદાવાદ પોલીસના ખુલાસા બાદ મારી પલ્ટી

  અમદાવાદ પોલીસના આ ખુલાસા બાદ આપનેતાઓ પોતાના નિવેદનો બદલતા જોવા મળ્યા અને તેઓ કહેવા માંડ્યા કે કોઈ 3 લોકો સાદા ડ્રેસમાં તેમની કોઈક ઓફિસમાં આવીને તપાસ કરીને ગયા હતા. જોકે તેમના આ દાવા માટે પણ તેઓએ કોઈ પુરાવા આપ્યા નથી.

  - Advertisement -

  રવિવારે (11 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટીના કન્વીનર ગુજરાત આવે એ વખતે જ પાછો AAPએ એક નવો વિવાદ છેડ્યો હતો. AAPના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવીએ એક ટ્વીટ કરીને આ વિવાદ ઉભો કર્યો હતો અને અમદાવાદ પોલીસ પાર આરોપ લગાવ્યા હતા. બાદમાં અરવિંદ કેજરીવાલે પણ એમની વાતને આગળ વધારી હતી. પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા સત્તાવાર ખુલાસો થયા બાદ તેમને નિવેદનો બદલવાનો વારો આવ્યો હતો.

  આપનેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ગુજરાત પોલીસ પાર આરોપ લગાવતા લખ્યું હતું કે, “કેજરીવાલ અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી શોધખોળ કરી. કંઈ મળ્યું નથી. કહ્યું કે તે ફરી આવશે.”

  જે બાદ આપનેતા અરવિંદ કેજરીવાલે પણ આ વણતપસ્યા સમાચારને આગળ ધપાવતા લખ્યું કે, “ગુજરાતની જનતા તરફથી આપને મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ખરાબ રીતે હચમચી ગયું છે. ગુજરાતમાં ‘આપ’ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ.”

  - Advertisement -

  આમ કેજરીવાલ જાતે જ પોતે કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત હોવાના ગીત ગાવા માંડ્યા હતા. અને એ સાથે જ ઘણા આપનેતાઓ અને કાર્યકર્તાઓએ ગુજરાત પોલીસને લઈને આ સમાચાર વાઇરલ કર્યા હતા.

  અમદાવાદ પોલીસનો ખુલાસો

  આ સમાચારની સત્યતા ત્યારે બહાર આવી જયારે અમદાવાદ પોલીસે સામે આવીને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી આ સમાચાર ખોટા હોવા અંગે ખુલાસો કર્યો હતો.

  સોમવારે સવારે અમદાવાદ પોલીસે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ખુલાસો કરતા લખ્યું હતું કે, “ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.”

  અમદાવાદ પોલીસના આ ખુલાસા બાદ આપનેતાઓ પોતાના નિવેદનો બદલતા જોવા મળ્યા અને તેઓ કહેવા માંડ્યા કે કોઈ 3 લોકો સાદા ડ્રેસમાં તેમની કોઈક ઓફિસમાં આવીને તપાસ કરીને ગયા હતા. જોકે તેમના આ દાવા માટે પણ તેઓએ કોઈ પુરાવા આપ્યા નથી.

  ચૂંટણી પહેલા સમાચારમાં રહેવા માટે આપના એક પછી એક ગતકડાં

  આ પહેલા જયારે એવીન્દ કેજરીવાલ સુરત આવવાના હતા ત્યારે પણ સુરાત આપ કાર્યકર્તાઓએ સુરત આપનેતા મનોજ સોરઠીયાનું કોઈકે માથું ફોડી નાખ્યું તેવી વાતો ઉડાવી હતી અને આડકતરી રીતે ભાજપ પર આરોપ લગાવ્યો હતો.

  થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ એક કાર્યક્રમમાં એક્ટર શાહબાઝ ખાન પાસે ગુજરાતને બદનામ કરવા માટે અને કેજરીવાલની વાહ વાહી કરાવવા માટે એક નાટક કરાવ્યું હતું. પાછળથી વાતનો ખુલાસો થતા આમ આદમી પાર્ટીએ નીચાજોણું થયું હતું.

  ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં જયારે અરવિંદ કેજરીવાત આપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા રાજકોટ પહોંચ્યા ત્યારે પણ આવી એક રમત ખુલ્લી પડી હતી. ઑપઇન્ડિયાના ફેક્ટ-ચેકમાં સાબિત થયું હતું કે જે ‘બેરોજગાર’ ભરત વાળાને કેજરીવાલે ગેરંટીકાર્ડ આપ્યા તે બેરોજગાર નથી અને તેણે પોતાને મીડિયા સામે ખોટી રીતે પ્રદર્શિત કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કન્વીનરનો આ પ્રવાસ એકદમ પૂર્વઆયોજિત હતો અને તેમણે સ્ક્રિપ્ટ મુજબ નક્કી કરેલ લોકોને જ મળ્યા હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં