Thursday, December 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતને બદનામ કરવા માટે કેજરીવાલે ઈન્સ્ટાગ્રામ કલાકાર શાહબાઝને આગળ કર્યોઃ ઈન્સ્ટાગ્રામ...

    ગુજરાતને બદનામ કરવા માટે કેજરીવાલે ઈન્સ્ટાગ્રામ કલાકાર શાહબાઝને આગળ કર્યોઃ ઈન્સ્ટાગ્રામ પર શાબબાઝનો ડાયલોગ “મેરી અંદર કા જાનવર સોયા હૈ મરા નહી”

    અન્ય એક વિડીયોમાં એક્ટર શાહબાઝ કહી રહ્યો છે કે "જિંદગી મેં બહુત સારા પૈસા ઈમ્પોટંટ હૈ"

    - Advertisement -

    ગુજરાતને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટી અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ કોઈ કસર છોડી નથી રહ્યાં, વિષય બેરોજગાર ભથ્થાનો હોય, મફત વીજળીનો હોય કે પછી વિષય માજી ધારાસભ્યોને “પેન્શનની રેવડી” મળતી હોવાનો પોકળ દાવો હોય, ગુજરાતને બદનામ કરવા માટે કેજરીવાલ અને પાર્ટી રોજ અવનવા કીમીયાઓ અપનાવતી નજરે પડી રહી છે.

    મોટા મોટા તાયફાઓ અને મફતના વાયદાઓ કરવા છતાં ગુજરાતની જનતા આપને નકારી રહી હોવાનું નજરે પડતા, હવે આપે ઈન્સ્ટાગ્રામના પ્રોફેશનલ એકટરો ભાડે કરવાનો વારો આવ્યો છે. જે તાજેતરની અરવિંદ કેજરીવાલની સભાના એક વાયરલ વિડીયોમાં નજરે પડે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે શાહબાઝ નામનો એક યુવાન અરવિંદ કેજરીવાલ સામે સત્તા બનાવવાની ગુહાર લગાવતો નઝરે પડે છે, આ યુવાન પોતાના પુરા જોશમાં અને રાજ્યની સત્તારૂઢ પાર્ટી પર પોતાના પુરા આક્રોશમાં રાજ્યમાં બેરોજગારી વધી રહી છે તેવો દાવો કરી રહ્યો છે. આગળ આ યુવાન કેજરીવાલને કહે છે કે રાજ્યમાં પુરતી વીજળી નથી મળી રહી. અને રાજ્યમાં તમારા જેવા અને તમારી પાર્ટીના લોકોની જરૂર છે, ભણવાના સમયમાં હું 18 કલ્લાક મજુરી કરું છું, આપ આવો અને અમને ઉગારો.

    લાચાર શાહબાઝની વાસ્તવિકતા

    - Advertisement -

    લાચાર શાહબાઝનો આ વિડીયો જોયા બાદ અમે તેના વિષે થોડી તપાસ હાથ ધરી. સોશિયલ મીડિયા ખંગોળતા અમને શાહબાઝનું ઈન્સ્ટાગ્રામનું આઈડી મળ્યું, અને શાહબાઝનું આઈડી જોતા ચોંકાવનારી વાસ્તવિકતાઓ અમારી સામે આવી હતી. તેણે એક અભિનેતા માફક પોતાના અનેક વિડીયો અને ડાયલોગના વિડીયો અહી શેર કર્યા હતા. જેમાં એક વિડીયોમાં તે કહી રહ્યો છે કે “મારા મૌનને મારી લાચારી સમજવા વાળાઓ, એક વાત સમજી લો, મારી અંદરનો જાનવર સુતો છે, માર્યો નથી”, આ શબ્દો તેણે હિન્દીમાં કહ્યા છે. પણ એનો અર્થ ખુબજ સારી રીતે સમજી શકાય છે કે શાહબાઝ ભાઈ શું કહેવા માંગે છે. આ સિવાય અન્ય એક વિડીયોમાં એક્ટર શાહબાઝ કહી રહ્યો છે કે “જિંદગી મેં બહુત સારા પૈસા ઈમ્પોટંટ હૈ”, તેમને ઉપરોક્ત કેજરીવાલની સભાના વિડીયો જોયા બાદ હવે આ “બહોત સારા પૈસા” તેમને ક્યાંથી અને કેવીરીતે મળ્યા છે કે મળવાના છે તેની શક્યતાઓ નકારી શકાય નહિ.

    એક્ટર શાહબાઝનું ઈન્સ્ટાગ્રામ આઈડી નો સ્ક્રીન શોટ (સાભાર Kuldipsinh Mori Facebook)

    ગુજરાતમાં યોજાનારી અગામી ચૂંટણીઓ માટે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પોતે એડી ચોટીનું જોર લગાવતા નઝરે પાડી રહ્યા છે. પણ ક્યાંકને ક્યાંક ગુજરાતની જનતાને તેમની “રેવડી સ્કીમ” હજમ ન થતી હોવાનું નજરે પડતા આપનો આ શાહબાઝ એક્ટર વાળો કીમિયો કેટલી હદે સાર્થક જાય છે તે જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં