આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસના સાંસદનું નામ લીધા વિના જ તેમની પત્નીની નાગરિકતા અને ISI સાથેના તેમના સંબંધોના આરોપો વિશે વાત કરી. તેમણે આ મામલે સતત ઉઠતા પ્રશ્નોના જવાબ માંગ્યા છે.
X પર આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ લખ્યું કે, “પાકિસ્તાન દૂતાવાસમાં ISI લિંક્સ, યુવાનોના બ્રેનવોશ અને તેમને પાકિસ્તાની દૂતાવાસમાં કટ્ટરપંથી બનાવવા સહિત છેલ્લાં 12 વર્ષથી ભારતીય નાગરિકતા ન લેવા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા જ જોઈએ. આ સિવાય કન્વર્ઝન કાર્ટેલ સાથે જોડાયેલા હોવું અને દેશની સુરક્ષાને અસ્થિર કરવા માટે જ્યોર્જ સોરોસ સહિત અન્ય લોકો પાસેથી પૈસા લેવા- આ એવી બાબતો છે જેને અવગણી શકાય નહીં.”
Serious questions need to be answered regarding allegations of ISI links, leading young individuals to the Pakistan Embassy for brainwashing and radicalization, and the refusal to take Indian citizenship for the past 12 years. Additionally, participation in a conversion cartel…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 12, 2025
હિમંતા બિસ્વા સરમાએ આ પોસ્ટમાં કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ એ સ્પષ્ટ છે કે તેઓ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની પત્ની એલિઝાબેથ કોલબર્ન વિશે વાત કરી રહ્યા હતા. બંનેનાં લગ્ન 2013માં થયાં હતાં. 12 વર્ષ પછી પણ કોલબર્ન પાસે બ્રિટિશ પાસપોર્ટ જ છે. તેમણે ભારતીય નાગરિકતા લીધી નથી.
હિમંતાએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે રાજદ્વારીઓ માટે અલગ નિયમ હોવા છતાં સાંસદની પત્નીને આટલા લાંબા સમય સુધી વિદેશી નાગરિકતા જાળવી રાખવાની મંજૂરી કેમ આપવામાં આવી છે. તેમણે IFS અધિકારીઓના વિદેશી નાગરિકો સાથેના લગ્ન અંગેના નિયમો અંગે વાત કરી. આ નિયમો હેઠળ વિદેશી નાગરિક સાથે લગ્ન કરનાર અધિકારીએ પરવાનગી લેવી પડે છે અને તેમણે જેની સાથે લગ્ન કર્યાં હોય તેણે પણ 6 મહિનામાં નાગરિકતા પ્રાપ્ત કરવાની હોય છે.
ગોગોઈનાં પત્ની એલિઝાબેથ હાલમાં ઓક્સફોર્ડ પોલિસી મેનેજમેન્ટ માટે કામ કરે છે, જે આબોહવાના મુદ્દાઓ સક્રિય છે. તે દિલ્હીમાં ક્લાઇમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્ક (CDKN) ખાતે પ્રોજેક્ટ મેનેજર તરીકે પણ કામ કરી રહ્યાં છે.
ત્યારે હિમંતા સરમા સોશિયલ મીડિયા પર એલિઝાબેથ પર લગાવવામાં આવી રહેલા આરોપોની વાત કરી રહ્યા હતા. આ આરોપો અનુસાર, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈનાં પત્ની એલિઝાબેથ અલી તૌકીર શેખના માધ્યમથી ISI સાથે સંકળાયેલાં છે, જે CDKNના એશિયા ડિરેક્ટર છે. તેમણે પાકિસ્તાનના આયોજન કમિશનએમ પણ કામ કર્યું છે. એલિઝાબેથે પાકિસ્તાનમાં તૌકીર શેખ સાથે મળીને કામ કર્યું હોવાનું કહેવાય રહ્યું છે.
Shocking expose : Congress MP Gaurav Gogoi's wife, Elizabeth Colebourn, previously worked closely with ISI in Islamabad. Her supervisor was Ali Tauqeer Sheikh, an advisor to Pakistan’s Planning Commission.
— Mr Sinha (@MrSinha_) February 10, 2025
Is Gaurav Gogoi compromised?
Let's not forget that Gaurav Gogoi is also… pic.twitter.com/sGTewt9N2q
ગૌરવ ગોગોઈના NGO પર FCRA ઉલ્લંઘનનો આરોપ
અગાઉ ગૌરવ ગોગોઈએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ મણિપુરમાં પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જ્યોર્જ સોરોસ અને તેમના ઓપન સોસાયટી ફાઉન્ડેશનનો મુદ્દો ઉઠાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, ગૌરવ ગોગોઈના પણ સોરોસ પાસેથી ફંડ મેળવતાં સંગઠનો સાથે સંબંધો છે.
ગૌરવ ગોગોઈ ફાર્મ 2 ફૂડ નામના NGOના સ્થાપક છે. જોરહાટ સ્થિત આ NGOની નેશનલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (NFI) સાથે ભાગીદારી છે. આ સંગઠન જ્યોર્જ સોરોસ અને અન્ય ડીપ સ્ટેટ સંસ્થાઓ પાસેથી પૈસા લે છે. NFIએ જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ, ફોર્ડ ફાઉન્ડેશન, ઓમિડયાર નેટવર્ક અને રોકફેલર ફાઉન્ડેશનને ફંડર્સ તરીકે દર્શાવ્યા હતા.
આ તમામ સંગઠનો ભારત સહિત વિશ્વભરની રાષ્ટ્રવાદી સરકારો વિરુદ્ધ કામ કરતી ડીપ સ્ટેટની સંપત્તિ તરીકે જાણીતાં છે. તેમણે અનેક ભારત વિરોધી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપ્યું છે. વધુમાં ફાર્મ 2 ફૂડ પાસે FCRA લાઇસન્સ નથી. આવી સ્થિતિમાં તે વિદેશી ફંડિંગ લઈ શકતું નથી.
આમ છતાં NGO વિદેશી સંસ્થાઓ સાથે કામ કરી રહ્યું છે, જે પ્રશ્નો ઉભા કરે છે કે શું આ જૂથ FCRA કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ફાર્મ 2 ફૂડમાં સ્વિસ રે ફાઉન્ડેશનની પણ ભાગીદારી છે. સ્વિસ રે દ્વારા સંચાલિત આ ફાઉન્ડેશન આબોહવા અને આરોગ્ય ક્ષેત્રો પર કામ કરે છે.
તેની વેબસાઇટ અનુસાર ફાઉન્ડેશન તેના ભાગીદારોને અન્ય સહાય ઉપરાંત ફંડિંગ પણ પૂરું પાડે છે. ફાર્મ 2 ફૂડના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, તેને તે વર્ષે ₹1 લાખ 80 હજારનું ડોનેશન અને ₹14 લાખ 74 હજારનું યોગદાન મળ્યું હતું. જોકે, તેમાં પૈસા આપનારાઓના નામનો ઉલ્લેખ નથી. તેથી તે નક્કી કરી શકાતું નથી કે તેને સીધું કોઈ વિદેશી ભંડોળ મળ્યું છે કે નહીં.