Friday, April 12, 2024
More
  હોમપેજદેશભ્રષ્ટાચાર INDIA છોડો, પરિવારવાદ INDIA છોડો, તુષ્ટીકરણ INDIA છોડો: ગાંધીજીને યાદ કરીને...

  ભ્રષ્ટાચાર INDIA છોડો, પરિવારવાદ INDIA છોડો, તુષ્ટીકરણ INDIA છોડો: ગાંધીજીને યાદ કરીને PM મોદીએ I.N.D.I.A. ને આપ્યો મંત્ર

  9 ઓગસ્ટ, 1942 ના ઐતિહાસિક દિવસને યાદ કરીને PM મોદીએ વર્તમાન ભારતમાં પ્રવર્તતી ખામીઓને નાબૂદ કરવા માટે મંત્ર આપ્યો હતો. PM નરેન્દ્ર મોદીના આ ટ્વિટ બાદ તરત જ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

  - Advertisement -

  PM મોદીએ ભારત છોડો આંદોલન અને મહાત્મા ગાંધીને યાદ કરીને I.N.D.I.A. ને એક નવો મંત્ર આપ્યો છે. – ભ્રષ્ટાચાર INDIA છોડો, પરિવારવાદ INDIA છોડો, તુષ્ટીકરણ INDIA છોડો. 9 ઓગસ્ટ, 1942 ના ઐતિહાસિક દિવસને યાદ કરીને PM મોદીએ વર્તમાન ભારતમાં પ્રવર્તતી ખામીઓને નાબૂદ કરવા માટે મંત્ર આપ્યો હતો.

  Quit India એટલે ‘ભારતછોડો આંદોલન’ ને યાદ કરીને PM નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટ, 2023 ને બુધવારે મહાત્મા ગાંધીને ટાંકીને કહ્યું હતું કે,

  “પૂજ્ય બાપુને યાદ કરીને, આજે સમયની માંગ છે કે આપણે તેમની ઇચ્છાશક્તિને આગળ વધારવી જ જોઈએ. આજે આપણી સામે વિકસિત ભારતના નિર્માણનું સ્વપ્ન છે, સંકલ્પ છે. આ સંકલ્પની સામે કેટલીક સમસ્યાઓ અવરોધરૂપ બની રહી છે. એટલા માટે ભારત એકસૂરમાં એ સમસ્યાઓને કહી રહ્યું છે કે – Quit India. આજે ભારત કહી રહ્યું છે – Corruption Quit India એટલે ભ્રષ્ટાચાર ઇન્ડિયા છોડો, આજે ભારત કહી રહ્યું છે – Dynasty Quit India એટલે પરિવારવાદ ઇન્ડિયા છોડો. આજે ભારત કહી રહ્યું છે – Appeasement Quit India એટલે તુષ્ટીકરણ ઇન્ડિયા છોડો.”

  - Advertisement -

  PM નરેન્દ્ર મોદીના આ ટ્વિટ બાદ તરત જ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. રવિશંકર પ્રસાદે વિસ્તારથી સમજાવ્યું કે પરિવારવાદ શું છે. તેમના માટે નેતાનો દીકરો જ નેતા બનશે એ પરિવારવાદ છે. તેમણે આગળ જણાવ્યું કે સામાન્ય કાર્યકર્તાઓ માટે પાર્ટીમાં કોઈ જગ્યા નથી હોતી તો તેને પરિવારવાદ કહેવામાં આવે છે.

  રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ જેવા નેતાઓ પર નિશાનો લગાવી રવિશંકર પ્રસાદે કહ્યું કે ક્ષમતા હોય કે ના હોય, પોતાની પાર્ટી તરફથી પીએમ/સીએમ ના દાવેદાર એ જ લોકો હશે. પૂરી પાર્ટીના બોસ એ લોકો જ રહેશે.

  શું છે I.N.D.I.A.

  I.N.D.I.A.: Indian National Developmental Inclusive Alliance એટલે ભારતીય રાષ્ટ્રીય જનતાંત્રિક સમાવેશી ગઠબંધન. આ PM મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની વિરુદ્ધમાં 26 વિપક્ષી દળોનું ગઠબંધન છે.

  1. કોંગ્રેસ (Congress)
  2. ડીએમકે (Dravida Munnetra Kazhagam)
  3. તૃણમૂલ (All India Trinamool congress )
  4. જેડીયુ [Janata Dal (United)]
  5. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)
  6. આરજેડી (Rashtriya Janata Dal)
  7. ઝારખંડ મુક્તિ મોર્ચા (Jharkhand Mukti Morcha)
  8. એનસીપી (શરદ પવાર ગ્રુપ) (Nationalist Congress Party – Sharad Pawar faction)
  9. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) [Shiv Sena (UBT)]
  10. સપા (Samajwadi Party)
  11. આરએલડી (Rashtriya Lok Dal)
  12. અપના દળ (કમેરાવાદી)[Apna Dal (Kamerawadi)]
  13. જમ્મુ કાશ્મીર નેશનલ કૉનફ્રેનસ (Jammu and Kashmir National Conference)
  14. પીડીપી (Peoples Democratic Party)
  15. સીપીઆઈ (માર્કવાદી)[Communist Party of India (Marxist)]
  16. સીપાઆઈ (Communist Party of India)
  17. રિવોલ્યુશરી સોશિયલીસ્ટ પાર્ટી [(Revolutionary Socialist Party (RSP)]
  18. એમડીએમકે (Marumalarchi Dravida Munnetra Kazhagam )
  19. વિદુથલાઈ ચિરૂથિગલ કાચી (Viduthalai Chiruthaigal Katchi)
  20. સીપીઆઈ (માર્કવાદી-લેનિન) લિબરેશન [Communist Party of India (Marxist-Leninist) Liberation]
  21. કોંગુનાડુ મક્કલ દેસિયા કાચી (Kongunadu Makkal Desia Katchi)
  22. મનિથનેયા મક્કલ કાચી (Manithaneya Makkal Katchi)
  23. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (Indian Union Muslim League)
  24. કેરળ કોંગ્રેસ (જોસેફ) [Kerala Congress (Joseph)]
  25. કેરળ કોંગ્રેસ (એમ)[Kerala Congress (M)]
  26. ઑલ ઇન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક (All India Forward Bloc)

  I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ ઉપરના તમામ દળ કોઈ એક આદમી કે પરિવારના ઈશારા પર ચાલે છે. હરેક દળના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે. પ્રાદેશિક, ધાર્મિક, ભાષાકીય રીતે ભેદભાવ કરીને તુષ્ટીકરણની રાજનીતિ કરે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં