હોમપેજમંતવ્યઆ આતંકવાદની ચરમસીમા નથી, આતંકવાદનો અંત શક્ય નથી

આ આતંકવાદની ચરમસીમા નથી, આતંકવાદનો અંત શક્ય નથી

આ આતંકવાદની ચરમસીમા નથી જ, તે તમારી અને મારી સામે હજુ વિકૃત, કદરૂપા, ભયંકર, બિહામણા ચેહરા સાથે ન ધારેલી દિશામાંથી ચીલઝડપે આવશે.

- Advertisement -

પહેલગામમાં ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી ત્યારે કહ્યું હતું કે ના..આ આતંકવાદની ચરમસીમા નથી. આતંકવાદનો અંત શક્ય જ નથી.

તે કઈ દિશામાંથી, કઈ ઝડપે, કયા સ્વરૂપે આવી શકે તેની ધારણા પણ શક્ય નથી. તે CST સ્ટેશનના કોઈ પ્લેટફોર્મ પર કસાબ સ્વરૂપે, અમેરિકામાં ટ્વિન ટાવર પર વિમાન સ્વરૂપે કે FZ1073 નંબરની કોઈ ફલાઈટના પાઈલોટ સ્વરૂપે ત્રાટકી શકે. આ ત્રણે ઘટનાઓ આવી રીતે આકાર લઈ શકે તે કોઈએ વિચાર્યું પણ ન હોય અને આ લોકો એ કરી બતાવે છે.

આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક વિમાન ઉડાડતા એક પાઈલોટના શારીરિક ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનાં પણ અનેક પરીક્ષણો થતાં હોય છે. તે ઉચ્ચ શિક્ષિત હોય છે, દુનિયાના અનેક દેશોની પ્રખ્યાત ગલીઓમાં વિહાર કરી સેંકડો દેશોના લોકો એકસાથે જે તે જગ્યાએ કેવા સાયુજ્યથી આનંદ માણતા હોય છે તે તેણે નજરે જોયું હોય છે. તેને કોઈ આર્થિક અસલામતી પણ હોતી નથી. તેનો ઉછેર પાકિસ્તાનની ગંદી વસાહતો કે જ્યાંના લોકોને બે ટંક પેટ ભરવાના સાંસાં હોય ત્યાં નથી થયો હોતો. તેમ છતાં તે આવું પગલું ભરી શકે તેની પાછળ એક માત્ર શક્તિ કામ કરે છે– વિચારધારા.

- Advertisement -

કોઈ દેશ પચાસ, પાંચસો કે પાંચ હજાર આતંકવાદીઓનો વધ કરે, કર્યા કરે છતાં પણ તેનો સંપૂર્ણ વિનાશ અશક્ય છે. ભારત અને ઇઝરાયલ જેવા દેશો તે ભોગવી, અનુભવી રહ્યા છે. વંદાઓનો પ્રજનન દર અત્યંત ઝડપી હોય છે. તમે તેને ગમે તેટલા કચડો, તે ફરી ફરીને આવશે. કારખાનાં ધમધમે છે એ લોકોનું ઉત્પાદન કરવાનાં.

આધુનિક બંદૂકો કરતાં પણ અત્યંત ઘાતક હથિયાર એ લોકો પાસે એ છે કે, તેમની પાસે ગુમાવવાનું કંઇ જ નથી સિવાય કે જીવ. એ જીવ ગુમાવવા યુવાનો ઉત્તેજિત અને તત્પર હોય છે. સમાંતર શિક્ષણ દ્વારા કુમળી વયે બોત્તેર હૂર, જેહાદ, ફિતના તથા ઈકરાહ જેવા શબ્દો અત્યંત વિકૃત સ્વરૂપે તેમના મગજમાં સજ્જડ ઘૂસાડી દેવામાં આવ્યા હોય છે. ઇસ્લામ માટે શહાદત વ્હોરી લેવી એ ગર્વની વાત છે.

કુરાનની આયતોનો અર્થ જે તે સાંપ્રત સમયમાં જે તે પરિસ્થિતિ પ્રમાણે લખાયો હોઈ શકે, પરંતુ ‘કાફિર’ એટલે કે ઇસ્લામમાં ન માનનાર, તેને ન-કબૂલ કરનાર, કોઈ પણ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક કરેલી હત્યા જન્નતના દ્વાર ખોલી આપે છે તેવી બકવાસ, સડેલી માન્યતાઓનું ભાષાંતર એ યુવાનોમાં પ્રસ્થાપિત કરનાર કહેવાતા મૌલવીઓથી મોટા મોટિવેશનલ ઈન્ફ્લુએન્સર કોણ હોય શકે દુનિયામાં?

તમારી જ આસપાસ રહેલા લગ્ન સમારંભમાં પનીર ચાવતા R&AWના કોઈ સિક્રેટ એજન્ટ, બીચ પર પોતાના બાળક સાથે ફૂટબોલ રમતા મોસાદના સતત એલર્ટ મોડમાં રહેતા કોઈ પિતા, કે બારમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે વોડકાની ચુસ્કીઓ ભરી રહેલા FSB દ્વારા નીમાયેલા યુવાન જેવા હજારો લોકો કે જેમની કાર્યપદ્ધતિથી આપણે તદ્દન અજાણ છીએ, એ લોકોના અથાગ પ્રયત્નો થકી આવા હજારો ઇસ્લામ પ્રેરિત આતંકવાદી હુમલાઓ આપણી જાણબહાર જ ટળી જતા હોય છે. એ લોકોનાં નામ, ચહેરાઓ કદી કોઈ ઓળખતું નથી, તેમના કાર્યને ક્યાંય પણ જાહેરમાં બિરદાવવામાં આવતું નથી… અને એની તેમને પરવાહ પણ નથી હોતી.

હા, કોઈ નામ જેમકે ‘ધ સ્મિત મચ્છર’ જેવા વીરલાઓ અણધારી રીતે ચમકી જતા હોય છે. અમુક જ ક્ષણોમાં તેના મગજે દાખવેલી ચપળતા, તેના શરીરે કરેલો પ્રતિકાર તેનો ઉછેર સૂચવે છે. તેનો ધર્મ માનવધર્મ છે. 172 માનવજિંદગીઓ બચાવી લેવા મરણિયા પ્રયાસો કરી લેવા તેની ટ્રેનિંગનો ભાગ છે. જે તેણે તો Above Expectation નિભાવ્યો છે. એ જ્યારે જીવન મરણ સાથે લડી રહ્યો છે ત્યારે તેને ખ્યાલ પણ નથી કે સમગ્ર વિશ્વ એક ભારતીય તરીકે અત્યંત ગર્વથી તેના નામની માળા જપી રહ્યું છે. ઓમાનના પેલા ઇસ્લામિક કટ્ટર વિચારધારા ધરાવતા પાઈલોટને પણ આ જ તાલીમ મળેલી પરંતુ તેણે માનવધર્મ નેવે મૂકી પોતાની ધર્માંધતા થોપવાનો પ્રયાસ કર્યો.

ના, આ આતંકવાદની ચરમસીમા નથી જ, તે તમારી અને મારી સામે હજુ વિકૃત, કદરૂપા, ભયંકર, બિહામણા ચેહરા સાથે ન ધારેલી દિશામાંથી ચીલઝડપે આવશે. સતત, વારંવાર, રૂપ, સ્વરૂપ બદલીને આવશે. જ્યાં સુધી આ પૃથ્વી પરનો એક પણ મુસ્લિમ એ કોહવાયેલી માનસિકતામાંથી બહાર આવવાનો નનૈયો ભણશે ત્યાં સુધી આતંકવાદનો સર્વનાશ નહીં જ થઈ શકે.

એરકન્ડિશન્ડ રૂમમાં સૂતાં-સૂતાં આ બધું વિચારવું, લખવું કંઇ બહુ અઘરું નથી, અને તમારા માટે તો આટલું લાંબુ વાંચવું ફરજિયાત પણ નથી. પરંતુ એક વાત યાદ રાખજો, આતંકવાદને પોતાના હાથે પોષતાં પરિબળોને ફરી કદી આ દેશ પર હાવી ન થવા દેતા. ઘણી હદે બચી રહેશો. યાસિન જેવા હરામી સાથે હસીને ફોટો પાડનાર દેશનો વડો જોઈએ છે? કે આતંકવાદ સામે છાતી ઠોકીને હુમલાઓ કરનાર?

ભારત દેશના સાર્વભોમત્વનો દાખલો વિશ્વ સમક્ષ બેસાડતા સ્મિત મચ્છરોને દરેક સાચો ભારતીય પાંપણો પર બેસાડે અને દેશની સેનાની સત્યનિષ્ઠા પર સવાલો ઉઠાવનાર કેજરીઓને લાત મારીને સામાન્ય સાંસદ પણ ન રહેવા દે એટલી સમજદાર પ્રજા તો આ દેશની છે જ. અમુક ટકા જૂજ વામપંથીઓનું કામ આપણા દેશનું વિમાન તોડી પાડવાનું છે. અને આપણું? દરેકે સ્મિત મચ્છર બનીને એમની આ કુંઠાઓને હંમેશા નિષ્ફળ બનાવવાનું.

જય હિન્દ.

(સાભાર– ભાવિન છાયા)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં