
ભાવનગર બસ સ્ટેન્ડ પર ધોળા દહાડે કાજલ બારૈયા નામની હિંદુ મહિલાની ઘાતકી હત્યા કરનાર ફૈઝલ બુખારી નામના શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઘટનાના 62 દિવસ બાદ 5 નવેમ્બરે ભાવનગર સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઑપઇન્ડિયાની પોસ્ટ ક્વોટ કરીને આ ચુકાદા વિશે જાણકારી આપતાં લખ્યું, ‘ભાવનગર પોલીસની ઝડપી તપાસ અને મજબૂત પ્રોસિક્યુશનના કારણે આ ચુકાદો આવી શક્યો. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ મામલે ગુજરાતની ઝીરો ટોલરન્સની નીતિ રહી છે.’
62 days. Life imprisonment until the last breath. In the Kajal Baraiya murder case in Bhavnagar, swift investigation by Bhavnagar Police and a strong prosecution led to a landmark verdict. Gujarat’s zero tolerance for crimes against women is clear. #Gujarat #Bhavnagar
— Harsh Sanghavi (@sanghaviharsh) November 5, 2026
ઘટના 4 સપ્ટેમ્બરના રોજ ભાવનગર બસ સ્ટેન્ડ પર બની હતી. ફૈઝલે તેની લિવ-ઇન પાર્ટનર કાજલ બારૈયાને ઢોર માર મારીને તેની હત્યા કરી નાખી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે પછીથી ફૈઝલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવાઈ હતી.
પછીથી ભાવનગર પોલીસે ફૈઝલને એ જ જગ્યાએ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જાહેરમાં તેને મેથીપાક આપ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.
આ મામલે પોલીસે ઝડપી તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કર્યા બાદ 8 ઑક્ટોબરથી કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. ત્યારબાદ દસ સુનાવણીઓને અંતે 3 નવેમ્બરે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને 5 નવેમ્બરના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો, જેમાં ફૈઝલને દોષી જાહેર કરવામાં આવ્યો છે.

