Thursday, July 18, 2024
More
  હોમપેજમંતવ્યધર્મની રક્ષા માટે જરૂરી છે ટોળાશાહી

  ધર્મની રક્ષા માટે જરૂરી છે ટોળાશાહી

  શું લોકતંત્ર કરતા ભીડતંત્ર વધુ તાકાત ધરાવે છે? ઑપઇન્ડિયાના હિન્દી વિભાગના એડિટર ચંદન કુમાર પોતાના વિચારો જણાવી રહ્યા છે.

  - Advertisement -

  ધર્મની રક્ષા માટે જરૂરી છે ટોળાશાહી, કેમ? ગરીબ રેલા યાદ છે? કે પછી લાઠી રેલા? લાલુ યાદવનું નામ તો જાણતા જ હશો ને? રેલીને રેલામાં તબદીલ કરવામાં આ જ લાલુ નામનાં અપરાધીનો હાથ હતો. આ સમજવા અને જાણવા માટે 20-30 વર્ષ પાછળ જવું પડશે. પછી આખો લેખ વાંચ્યા બાદ તમને સમજાશે કે કેમ ધર્મની રક્ષા માટે જરૂરી છે ટોળાશાહી.

  આજનો અપરાધી લાલુ તે સમયની બિહારની રાજનીતિનો સ્ટાર હતો. એ લાલુ યાદવે પોતાની રાજનૈતિક હવસ સંતોષવા જયારે જયારે જે કઈ પણ મનમાં આવ્યું તેણે તે કર્યું. રાજનૈતિક ચશ્માથી જોઈએ તો હાલ આરોપી કહેવડાવવા સિવાય પોતાના પ્રયોગમાં લાલું સફળ પણ થયો, તે અને તેનું પરિવાર સતત સફળતાના શિખરો સર કરતું આવ્યું છે, પણ કારણ શું? ટોળાશાહી, ટોળા ભેગા કરવાની નીતિ.

  લાલુ બિહારનો પાઈડ પાઈપર હતો, પણ દેશમાં ખાલી બિહારજ છે? ના!. મતલબ પાઈડ પાઈપર બીજા પણ છે, એટલેજ તો દરેક જગ્યાની ટોળાને સાધવામાં આવી રહયા છે. આને ખાલી રેલી/રેલા જેવા શબ્દોમાં જોશો તો છેતરાઈ જશો. આ ટોળાની શક્તિ ક્યારેક વોટ બની તો ક્યારેક ધમાલિયા બનીને સમાજને દશા અને દિશા દેતા આવ્યા છે. આ ટોળાની શક્તિ એટલી છે કે તે સર્વશક્તિમાન સંવિધાનને પણ બદલી નાંખે છે. એટલેકે ટોળું > બંધારણ .

  - Advertisement -

  ચોંકશો નહીં, બંધારણ એક પુસ્તક છે. બહુંજ સારું પુસ્તક છે પણ એક માત્ર પુસ્તક નથી. દેશના સિલેક્ટેડ પાઈડ પાઈપર આ સત્યને બહું સારી રીતે સમજી સમજી ચુક્યા છે. જાટ આંદોલન વખતે ટોળાશક્તિ પર 2-4 બળાત્કારના આરોપો (જે પાછળથી SIT દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા) લાગ્યા તો શું થયું…… આરક્ષણવાળું બંધારણ તો બદલવુંજ પડશે, ગુર્જર આંદોલનમાં અરબો-કરોડોની સંપતિ (સરકારી પણ અને સામાન્ય લીકોની પણ) નું નુકશાન થાય… તો થાય… પણ આરક્ષણવાળું બંધારણ તો??? બદલવુંજ પડશે…. આખા દેશના ખેડૂતો ખેતરોમાં હાડ-માંસ ભલે ગાળે…પણ દિલ્લીમાં એસી તંબુ અને ટ્રેક્ટરમાં બેસેલા તથાકથિત હજાર ખેડૂત તો બંધારણ બદલીજ નાંખશે ને!?

  એટલે કે ટોળા > સંવિધાન, સત્તામાં બેસેલા લીકો આ સત્ય બહું સારી રીતે જાણે છે, પણ કઈ બોલવા કે લખવાની તેમનામાં ત્રેવડ નથી. આપણે સંસદમાં મોકલેલા માનનીયો શબ્દો અને પ્રતિકોને બહુજ સારી રીતે જાણે છે પણ એ બધાંજ તેનાથી રમત કરવામાં પાવરધા છે, એટલેજ વાત વાતમાં લોકશાહીની દુહાઈ દેવાવાળા ટોળાશાહી સામે વાંકા રહે છે. તમને એમ થતું હશે કે શું ખરેખર આવું છે? પણ ઉપર આપેલા ઉદાહરણોમાં તમારા તમામ સવાલનો જવાબ છે.

  ઇસ્લામ એક મઝહબ (ધર્મ) છે, અને કેટલાક માણસો આ મઝહબને માને છે, શબ્દ પર ધ્યાન આપજો હોં? કેટલાક માણસો.. ગાય, ભેંસ, કુતરા, બળદ, બિલાડા નહીં, તેવીજ રીતે બૌધ, જૈન, શિખ વગેરે પણ ધર્મ છે. અને તેને પણ માણસોજ માને છે, ગાય, ભેંસ, કુતરા, બળદ, બિલાડા નહીં. હવે તમે એમ વિચારશો કે ટોળાની વાત કરીને ધર્મમાં ક્યાં ઘુસાડી દીધી..!? પણ ઘુસાડી દીધી.. કારણકે ટોળું પણ માણસોનુંજ સમૂહ હોય છે. તેજ બાબત ધર્મમાં પણ લાગુ પડે છે. પણ આ ટોળું સંવિધાનમાં બદલાવ લાવી શકે કે કેમ તે ટોળા-વિશેષ પર નિર્ભર કરે છે.

  એક મઝહબી સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે થોડા મહિનાઓ પહેલા ટોળાઓને હાંકી હાંકીને ભારતમાં ઈશનિંદા કાયદો બનાવવાની વાત કરી હતી. ઈશનિંદા કાયદો મતલબ તેમના મઝહબથી જોડાયેલા પ્રતિકોને લઈને કશું બોલ્યા તો જિંદગી ખતમ. તેમના માટે ટોળા કરવા બહું સહેલા છે, આમના ટોળા “સર તન સે જુદા” વાળા છે. પથ્થર વરસાવતા ટોળા છે. મીડિયામાં ઘણીવાર તેમને “શાંતિપ્રિય” ટોળા પણ કહેવામાં આવે છે.

  “શિવલિંગ 4 ઈંચનું હતું, પંપાળવાથી 12 ઈંચનું થઇ ગયું, શિવલિંગ શું છે? લિંગ તો બધાની પાસે હોય છે. ફૂટપાથ પર નીકળી આવ્યા એક સાથે અનેક શિવલિંગ, શિવલિંગ પર કોન્ડોમ, બળાત્કાર બાદ સીતાની યોની માંથી રક્તસ્ત્રાવ……….”, શું થયું?? મગજ ફાટ્યું?? ગુસ્સો આવ્યો?? એક વાર ફરી વાંચો. આ ખબર વાંચીને ભારતમાં ટોળાના બીજા પાસાઓ જોવો, જાણો, અને સમજો. આ એ ટોળું છે જે “સર તન સે જુદા” નથી કરતી, બહું વધારે થાય તો કોર્ટ – કચેરી પહોંચી જાય છે.

  હવે જોઈએ નુપુર શર્મા વાળી બાબતને, ” સર તન સે જુદા” વાળા ટોળા ભારત તો ઠીક વિદેશોમાં પણ એકઠા થઇ ગયા. પાર્ટીએ શું કર્યું? સસ્પેન્ડ કરી નાંખ્યા. પ્રશ્ન એ ઉભો થયા છે કે શિવલિંગ પર કઈ કઈ પાર્ટી/ઓફીસ/સંસ્થાઓ વગેરેએ કોને કોને સસ્પેન્ડ કર્યા હતા? ખબરોની દુનિયાથી એવી તો કોઈ ખબર મારા સુધી પહોંચી નથી.

  નુપુર શર્મા પરથી બીજું એક નામ યાદ આવ્યું કમલેશ તિવારી નામના એક વ્યક્તિ હતા. હવે તેમાં માત્ર એક નામજ બચ્યું છે. દેશના કાયદા-સંવિધાન અંતર્ગત તે જેલમાં ગયા હતા, કોઈકે કંઇક આરોપ નાખ્યો હશે. પોલીસ-વકીલે એજ આરોપો બદલ તેમને જેલ ભેગા કર્યા. પછી શું? “સર તન સે જુદા” વાળું ટોળું શાંત થઇ ગયું? જે કાયદાએ તેમને જેલભેગા કાર્ય તે કાયદો માની લીધો? ના, કમલેશ તિવારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. હત્યારાઓને કાયદા-પોલીસે પકડી તો લીધાં પણ “સર તન સે જુદા” વાળા હત્યારા ટોળા પર કાયદા કાનુને શું કર્યું? નીલ બટે સન્નાટા…. મતલબ? ટોળું > બંધારણ.

  મહાત્મા બુદ્ધ વિષે કઈ બોલ્યા તો નખ નોંચી લઈશું… જૈન તીર્થંકરોને કઈ પણ કહ્યું તો આંખો કાઢી નાંખીશું… શીખ ગુરુઓ ઉપર અપત્તિજનક વાત કરી તો હોંઠ સીવી નાંખીશું… હિંદુ દેવી-દેવતાઓ પર ટીપ્પણી કરી તો નાક કાપી નાંખવામાં આવશે.. જેવા આદિ-ઈત્યાદી આંદોલનો આ દેશમાં કેમ નથી કરી શકાતા? સંવિધાન બદલવા શક્ષમ ટોળા આ બાબતે કેમ કશું નથી વિચારતા? ઈશનિંદા સાથે સાથે આ પ્રકારના કાયદાઓથી દેશનું શું બગડી જવાનું? અને હા, ટોળા વળી ક્યાં કાયદાઓ માનીને ઉંધા વળી ગયા?

  હવે પ્રશ્ન એ છે કે આ ધાર્મિક ટોળાને હાંકશે કોણ? કોણ બનશે તેમનો પાઈડ પાઈપર? મઝહબી ટોળાને તો તેમનું લક્ષ્ય ખબરજ છે, એ તો કાયદો બનાવવાની માંગ સુધી પહોંચી ગયું છે. અરે ગેરકાયદેસર તો ગેરકાયદેસર, સંવિધાન બદલવા માટે પણ, હે ધર્મના રક્ષકો, તમે જાગશો ક્યારે..!??

  ઑપઇન્ડિયા હિન્દીના એડિટર ચંદન કુમાર દ્વારા લખવામાં આવેલો આ લેખ તમે હિન્દીમાં અહીં વાંચી શકશો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં