હોમપેજસ્પેશ્યલ‘પ્રેગ્નન્સી’થી લઈને ‘વહુ સુંદર છે’ સુધીની દલીલો: નાશિક TCS કાંડના આરોપીઓની કરતૂતોને...

‘પ્રેગ્નન્સી’થી લઈને ‘વહુ સુંદર છે’ સુધીની દલીલો: નાશિક TCS કાંડના આરોપીઓની કરતૂતોને વ્હાઇટવૉશ કરવા કેવી રીતે સક્રિય થઈ નવી ‘જમાત’

આ ગેંગ જાણે છે કે ક્યારે ક્યાં રડવું, ક્યારે વિક્ટિમ કાર્ડ રમવું અને ક્યારે પીડિત મહિલાનું જ ચરિત્ર હનન કરવું. તેમની આ ‘સિલેક્ટિવ સંવેદનશીલતા’ જ ભારતના સામાજિક માળખા માટે સૌથી મોટું જોખમ છે.

- Advertisement -

નાશિકના TCS કાંડને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશમાં હોબાળો મચી રહ્યો છે, છતાં પણ લેફ્ટ-લિબરલોના પેટનું પાણી નથી હલી રહ્યું. શરૂઆતમાં તો તેઓ આ મામલે લાંબો સમય સુધી મૌન રહ્યા અને જ્યારે બોલ્યા ત્યારે સીધા જ મુસ્લિમ આરોપીઓના બચાવમાં ઉતરી આવ્યા. હવે સ્થિતિ એવી છે કે આ આખા પ્રકરણને દબાવવા માટે એક નવી જ ગેંગ સક્રિય થઈ છે, જે આ સમાચારમાં નવા-નવા એંગલ્સ લાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? ચાલો સમજીએ.

અત્યાર સુધી તમે મીડિયામાં હિંદુ પીડિતો પર થયેલા અત્યાચારના સમાચાર વાંચી રહ્યા હતા. પરંતુ હવે આ કેસને એવું રૂપ આપવામાં આવી રહ્યું છે કે જેથી તમારા મનમાં કાં તો મુસ્લિમ આરોપીઓ પ્રત્યે સહાનુભૂતિ જાગે અથવા તો તમને એવું લાગે કે હિંદુઓ જ આ મામલાને ખોટી રીતે ચગાવીને કોઈ નિર્દોષને ફસાવી રહ્યા છે.

પ્રેગ્નન્સી અને સંવેદનાની જૂની રમત: નિદા ખાન અને સફૂરા જરગરનું ‘વિક્ટિમ’ કનેક્શન

નાશિક કાંડમાં નિદા ખાનની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ માનવામાં આવે છે. આરોપ છે કે નિદા ખાન પાસે ન માત્ર આ આખા રેકેટની જાણકારી હતી, પરંતુ જ્યારે પીડિત હિંદુ મહિલાઓએ તેની પાસે ફરિયાદો કરી, ત્યારે તેણે કોઈ પગલાં લેવાને બદલે તેમને એમ કહીને ચૂપ કરી દીધી કે ‘ઑફિસમાં તો આ બધું ચાલ્યા કરે.’

- Advertisement -

હવે જ્યારે પોલીસનો સકંજો કસાયો છે, ત્યારે નિદા ખાન ફરાર થઈ ગઈ છે અને અચાનક કોર્ટમાં આગોતરા જામીન માટે ‘પ્રેગ્નન્સી’ની દલીલ સામે લાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક ચોક્કસ ગેંગે તરત જ એવો શોર મચાવવાનું શરૂ કરી દીધું છે કે પોલીસ અને મીડિયા એક ‘ગર્ભવતી મહિલા’ને હેરાન કરી રહ્યા છે.

આ બિલકુલ એવો જ નેરેટિવ છે જે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણો સમયે જોવા મળ્યો હતો. તે સમયે મુખ્ય કાવતરાખોરોમાં સામેલ સફૂરા જરગરે પણ જેલથી બચવા માટે પોતાની પ્રેગ્નન્સીનો હવાલો આપ્યો હતો. ત્યારે પણ લિબરલ ગેંગે છાતી કુટીને સફૂરાને ‘બિચારી વિદ્યાર્થિની’ અને ‘સ્કોલર’ ગણાવી હતી, જ્યારે તેની પર UAPA જેવી ગંભીર કલમો હેઠળ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો આરોપ હતો. નિદા ખાન હોય કે સફૂરા, આ લોકો જાણે છે કે ભારતીય સમાજમાં પ્રેગ્નન્સી એક સંવેદનશીલ વિષય છે, તેથી તેઓ પોતાના અપરાધોની ગંભીરતા ઘટાડવા માટે તેને એક ઢાલ તરીકે વાપરે છે.

‘મારી વહુ સુંદર છે તો દીકરો કેમ ભટકે?’: આરોપીની અમ્મીનો ઇમોશનલ ડ્રામા

TCS કાંડના મુખ્ય આરોપી દાનિશ શેખની ધરપકડ બાદ તેની અમ્મીનું એક ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે ધ્રુસકે-ધ્રુસકે રડતી પોતાના દીકરાને ‘નિર્દોષ’ સાબિત કરવા પર મચી છે. આરોપીની અમ્મીએ દલીલ કરી કે તેનો દીકરો ઘણો સારો માણસ છે અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.

સૌથી વિચિત્ર દલીલ તેણે એ આપી કે, ‘મારી વહુ આટલી સુંદર છે, મારો દીકરો બીજા કોઈની પાછળ કેમ જાય?’ આ તર્ક આપીને તેણે એ તમામ મહિલાઓના આરોપોને પાયાવિહોણા ગણાવવાનો પ્રયાસ કર્યો છે, જેમણે દાનિશ પર ગંભીર યૌન શોષણ અને બળાત્કારના આરોપ લગાવ્યા છે.

આરોપી દાનિશની અમ્મીનું કહેવું છે કે તેમનો પરિવાર પૂરો તૂટી ચૂક્યો છે અને તેમની વહુ ડિપ્રેશનમાં છે. ધર્માંતરણના આરોપો પર તે કહે છે કે, ‘ધર્માંતરણ આવી રીતે ન થાય, એ કામ તો માત્ર મૌલવીઓ જ કરે છે.’ પરંતુ પોલીસ તપાસ અને નોંધાયેલી 9 FIR કંઈક અલગ જ કહી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ એક સુનિયોજિત નેટવર્ક હતું જ્યાં હિંદુ છોકરીઓ પર માનસિક દબાણ બનાવવામાં આવ્યું, તેમને બીફ ખાવા મજબૂર કરવામાં આવી અને ધાર્મિક ટિપ્પણીઓ કરવામાં આવી. અમ્મીના આંસુ પોતાની જગ્યાએ હોય શકે છે, પરંતુ તે એ પીડિત છોકરીઓના આંસુનો જવાબ નથી જેમનું શોષણ ઑફિસની આડમાં કરવામાં આવ્યું.

મૌલાના અને ‘સ્ક્રિપ્ટેડ’ કાવતરું: જ્યારે કંઈ ન મળે ત્યારે બજરંગદળનું નામ

આ મામલે વધુ એક એંગલ આરોપીઓના સંબંધીઓ અને મૌલાનાઓ તરફથી સામે આવ્યો છે. આરોપી રઝા મેમણના ચાચા રઝાક કાઝીનો દાવો છે કે આ બધું એક ‘ષડયંત્ર’ છે અને તેમાં બજરંગદળ સામેલ છે. તેમનું કહેવું છે કે છોકરીઓના પરિવારોએ બજરંગદળને બોલાવ્યું અને તેમના દબાણમાં આવીને પોલીસે આ આખી ‘સ્ક્રિપ્ટ’ તૈયાર કરી છે.

આ એક જાણીતો પેંતરો છે, જ્યારે પણ કોઈ મુસ્લિમ આરોપી પકડાય છે ત્યારે તેને ‘મુસ્લિમ હોવાની સજા’ અથવા ‘દક્ષિણપંથી સંગઠનોનું કાવતરું’ ગણાવીને અસલ ગુના પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાઝીનું કહેવું છે કે પોલીસે પહેલાં એક વ્યક્તિને છોડી દીધો અને પછી ફરીથી તેની ધરપકડ કરી, જે સાબિત કરે છે કે બધું પહેલાથી જ નક્કી હતું.

પરંતુ તેઓ એ વાતનો જવાબ નથી આપતા કે જો બધું જ સ્ક્રિપ્ટેડ હતું તો મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા એ નિવેદનોનું શું, જેમાં મહિલાઓએ પોતાની આપવીતી જણાવી છે? નાશિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકના જણાવ્યા અનુસાર આ મામલો એક સુનિયોજિત નેટવર્ક જેવો છે જેમાં 18થી 25 વર્ષની છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી. મૌલાનાઓ અને આરોપીઓના સંબંધીઓ દ્વારા બજરંગદળનું નામ લેવું એ માત્ર આ મામલાને સાંપ્રદાયિક વળાંક આપવાની કોશિશ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મુસ્લિમ ઉત્પીડન’નો રાગ આલાપી શકાય.

આરોપીની બીવીનો હિંદુ પીડિતા પર પ્રહાર

TCSના ધરપકડ કરાયેલા કર્મચારીઓમાંથી એકની બીવીએ હવે મીડિયા સામે આવીને નવો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે દાનિશ શેખ અને ફરિયાદ કરનાર મહિલા વચ્ચે પહેલેથી ‘રિલેશનશિપ’ હતું અને બધું પરસ્પર સંમતિથી થઈ રહ્યું હતું. આરોપીની બીવીના જણાવ્યા અનુસાર, “ઑફિસની દરેક વ્યક્તિ જાણતી હતી કે તે મહિલા દાનિશની દીવાની હતી અને તે કલાકો સુધી તેનું કામ પૂરું થવાની રાહ જોતી હતી.”

આરોપીની બીવીનું કહેવું છે કે તે મહિલાએ દાનિશ માટે રોજા રાખવાનું અને તેની પસંદગીના કપડાં પહેરવાનું પણ શરૂ કરી દીધું હતું. હવે જ્યારે તેમના સંબંધોમાં કડવાશ આવી, ત્યારે તેણે બળાત્કાર અને ધર્માંતરણનો આરોપ લગાવી દીધો. આ તર્ક આપીને આરોપીની બીવી ન માત્ર દાનિશને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અન્ય 7 ધરપકડ કરાયેલા પુરુષોને પણ નિર્દોષ ગણાવી રહી છે.

આરોપીની બીવીનું કહેવું છે કે પોલીસે અલગ-અલગ કેસોને જાણીજોઈને એકસાથે જોડી દીધા છે. બીવી એવો પણ સવાલ ઉઠાવે છે કે ‘જો તેનો પતિ ઘરેથી શાકાહારી જમવાનું લઈ જતો હતો તો તે કોઈને માંસાહાર માટે કેવી રીતે મજબૂર કરી શકે?’ પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે કે પોલીસે માત્ર એક નહીં, પરંતુ અનેક મહિલાઓના નિવેદનોના આધારે કેસ નોંધ્યો છે.

એક મહિલા સાથે ‘રિલેશનશિપ’નો તર્ક આપીને અન્ય પીડિતોના યૌન શોષણ અને ધાર્મિક ઉત્પીડનના આરોપોને નકારી શકાય નહીં, જેમણે આ સુનિયોજિત નેટવર્ક સામે અવાજ ઉઠાવ્યો છે.

ડાબેરી-લિબરલ ઇકોસિસ્ટમની નિર્લજ્જતા: અપરાધીઓ માટે આંસુ, પીડિતો માટે મૌન

નાશિકના આ કાંડે ફરી એકવાર લિબરલ અને લેફ્ટ ગેંગના બેવડા ચરિત્રને ખુલ્લું પાડી દીધું છે. જ્યાં સુધી પીડિત હિંદુ મહિલાઓ પોતાની ગરિમા માટે લડી રહી હતી, ત્યાં સુધી આ લોકોને ‘સાપ સુંઘી ગયો’ હતો. પરંતુ જેવી મુસ્લિમ આરોપીઓની ધરપકડ થઈ, રાજદીપ સરદેસાઈથી લઈને આરફા ખાનમ શેરવાની સુધીની આખી ઇકોસિસ્ટમ સક્રિય થઈ ગઈ. તેમના માટે આ ‘યૌન શોષણ’ નહીં પણ ‘સંબંધોમાં કડવાશ’ છે. તેમના માટે આ ‘ધર્માંતરણ’ નહીં પણ ‘મુસ્લિમ યુવાનોને ટાર્ગેટ’ કરવાનું કાવતરું છે. આરફા ખાનમે તો ત્યાં સુધી કહી દીધું કે મુસ્લિમોને જે ગણ્યા-ગાંઠ્યા રોજગાર મળ્યા છે, તે પણ છીનવી લેવામાં આવી રહ્યા છે.

નસરીન ખાન જેવા લોકો તો તેને ‘સ્માર્ટ મુસ્લિમ છોકરાઓથી હિંદુઓની ઇર્ષ્યા’નો મામલો ગણાવી રહ્યા છે. આ એ જ લોકો છે જે આતંકવાદીઓના માનવાધિકાર માટે અડધી રાત્રે કોર્ટ ખોલાવડાવે છે, પરંતુ જ્યારે હિંદુ છોકરીઓને ઑફિસની અંદર નમાજ પઢવા કે બુરખો પહેરવા માટે મજબૂર કરવામાં આવે છે, ત્યારે તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી. આ ગેંગ જાણે છે કે ક્યારે ક્યાં રડવું, ક્યારે વિક્ટિમ કાર્ડ રમવું અને ક્યારે પીડિત મહિલાનું જ ચરિત્રહનન કરવું. તેમની આ ‘સિલેક્ટિવ સંવેદનશીલતા’ જ ભારતના સામાજિક માળખા માટે સૌથી મોટું જોખમ છે.

આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં