Wednesday, February 5, 2025
More
    હોમપેજદેશમહાકુંભને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના પૂરતો જ સીમિત કરી દેવામાં કોને રસ છે?

    મહાકુંભને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના પૂરતો જ સીમિત કરી દેવામાં કોને રસ છે?

    હકીકતે તેમને ન મૃતકો પ્રત્યે સંવેદના કે સહાનુભૂતિ છે કે ન તેઓ વ્યવસ્થાઓને લઈને ચિંતિત છે. આવા દરેક વખતે રાજનીતિક ગિદ્ધોને મૃતકોના આંકડાઓ જોઈએ છે, જેની ચિતા પર પછીથી તેઓ રાજનીતિક રોટલા શેકી શકે અને પોતાનો એજન્ડા ચલાવી શકે.

    - Advertisement -

    અત્યાર સુધી કુંભ કે મહાકુંભ વિશે જે અમુક પ્રચલિત (ગેર)માન્યતાઓ હતી, કુંભ વિરુદ્ધ બહુ વ્યવસ્થિત રીતે, એક સુવ્યવસ્થિત એજન્ડાના ભાગરૂપે સેટ કરવામાં આવેલા અમુક નરેટિવ હતા (એક બહુ જાણીતું- કુંભમાં ગયેલા બે ભાઈઓ ગુમ થઈ ગયા હોવાની વાતો કેટલીય ફિલ્મોમાં એક યા બીજી રીતે કહેવાઈ છે.) તેને આ આયોજન સાથે યોગી આદિત્યનાથ અને તેમની સરકારે એક ઝાટકે તોડી નાખ્યા છે. 

    મહાકુંભની ભવ્યતા, તેની જડબેસલાક વ્યવસ્થા, કરોડો લોકો માટે આટલા મોટાપાયે આયોજન…આ બધાની ચારેકોર જે પ્રશંસા થઈ રહી હતી, સનાતનનો ઝંડો લહેરાતો હતો તેનાથી ધૂંઆપૂઆં થઈ ગયેલી ટોળકીને એક તક જોઈતી હતી, જે મૌની અમાવસ્યાના સ્નાન વખતે બનેલી ઘટનામાં મળી ગઈ. તક તો તેના થોડા દિવસ પહેલાં લાગેલી આગમાં પણ શોધવાના પ્રયાસ કરી જોયા હતા, પણ પ્રશાસનની સતર્કતાના કારણે ફાવ્યા ન હતા. 

    તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ રીતે મહાકુંભ-2025ને આ ઘટના પૂરતો જ સીમિત કરી દેવામાં આવે. તેની ભવ્યતા, પવિત્રતા કે એક સફળ આયોજનનો જે નરેટિવ બન્યો છે તેને આ એક ઘટનાના જોરે ધ્વસ્ત કરવા માટેની જ મહેનત ચાલી રહી છે. એ જ કારણ છે કે તમે છેલ્લા એક સપ્તાહથી સતત આ ઘટનાની ચર્ચા ચાલતી જુઓ છો અને એ મુદ્દો 26 ફેબ્રુઆરીએ કુંભ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈને કોઈ બહાને સળગતો રાખવામાં આવશે. 

    - Advertisement -

    માહોલ એવો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અંત સુધીમાં લોકો મહાકુંભ વિશે બાકીનું બધું ભૂલીને એકમાત્ર આ ઘટનાને જ યાદ રાખે. તેની પાછળનો ઉદ્દેશ્ય સંપૂર્ણ રાજનીતિક છે. જો માત્ર છાપાં અને પરંપરાગત મીડિયા જ હોત તો બે દિવસની અંદર આ નરેટિવ બની ગયો હોત, પણ સોશિયલ મીડિયાના કારણે હવે ઇકોસિસ્ટમ એટલી ફાવી રહી નથી અને સામે કાઉન્ટર કરવામાં આવે છે.

    ઉદાહરણ તરીકે હમણાં એક ડ્રોન તસવીર ફેરવીને સોશિયલ મીડિયા પર એવું ચલાવવામાં આવી રહ્યું છે કે સંગમ ઘાટ પર વીઆઈપી અને નોનવીઆઈપી માટે અલગ વ્યવસ્થા છે. પણ હકીકત એ છે કે આ વ્યવસ્થા સાધુઓ માટે છે, કોઈ વીઆઈપી માટે નહીં, અને એ પણ મુખ્ય સ્નાનના દિવસો માટે જ. હવે સોશિયલ મીડિયા ન હોત તો આપણે તો બેસીને વીઆઇપી વ્યવસ્થા ગોઠવવા બદલ આખો દિવસ યોગીને ગાળો દીધા રાખી હોત!

    ઘટના નાની હોય કે મોટી, દુર્ભાગ્યપૂર્ણ જ હોય. એક-એક વ્યક્તિના જીવની કિંમત છે. પણ એક હકીકત એ પણ છે કે આવા સમયે આંકડાની સરખામણીઓ થાય છે. એ જ કારણ છે કે ગમે તે કરીને આંકડો પણ મોટો દર્શાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવામાં ગોળીબાર કરીને હજારોના આંકડા રમતા મૂકવામાં આવી રહ્યા છે. જોવા કોણ ગયું? કોઈ નહીં. જોકે આવાઓ સામે હવે યુપી પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    હકીકતે તેમને ન મૃતકો પ્રત્યે સંવેદના કે સહાનુભૂતિ છે કે ન તેઓ વ્યવસ્થાઓને લઈને ચિંતિત છે. આવા દરેક વખતે રાજનીતિક ગિદ્ધોને મૃતકોના આંકડાઓ જોઈએ છે, જેની ચિતા પર પછીથી તેઓ રાજનીતિક રોટલા શેકી શકે અને પોતાનો એજન્ડા ચલાવી શકે. કોરોના વખતે આ કૃત્ય બહુ મોટાપાયે થયું હતું, જેઓ ત્યારે આંખ-કાન ખુલ્લાં રાખીને જોતા હતા તેમને બરાબર યાદ હશે. જેઓ ત્યારે રહી ગયા હોય તેમના માટે ખાસ ગેંગની મોડસ ઓપરેન્ડી સમજવાની આ બીજી તક છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં