Sunday, February 2, 2025
More
    હોમપેજવગેરે...કટાક્ષશકટનો ભાર જેમ શ્વાન તાણે: યુટ્યુબર ધ્રુવ રાઠીને લાગે છે કે 5...

    શકટનો ભાર જેમ શ્વાન તાણે: યુટ્યુબર ધ્રુવ રાઠીને લાગે છે કે 5 દિવસ પહેલાં તેણે બનાવેલા વિડીયોના કારણે સરકારે બજેટમાં મધ્યમવર્ગને રાહત આપી!

    આમનું કહેવું એમ છે કે તેમણે વિડીયો બનાવ્યો, એ પણ પાંચ દિવસ પહેલાં, તેની એટલી જબરદસ્ત અસર થઈ કે સરકારે પણ તાત્કાલિક આ બાબત પર ધ્યાન આપવું પડ્યું અને પાંચ જ દિવસમાં પ્લાનિંગ થયું અને બજેટમાં મધ્યમવર્ગ માટે રાહતની ઘોષણા કરવામાં આવી! હાઉ ક્યુટ!

    - Advertisement -

    પોતાની બનાવેલી દુનિયામાં જ રાચતા રહેવાની અને પોતે ઘડેલી વ્યાખ્યાઓ અને તર્કોના આધારે જ દુનિયા જોવાની લિબરલ ગેંગને કુટેવ છે. આ જ ટોળકીના એક સભ્ય ધ્રુવ રાઠીએ આ માનસિકતાનો પરિચય હમણાં આપ્યો. 

    આ ભાઈ યુટ્યુબ પર વિડીયો બનાવવાનો ધંધો કરે છે. ઇકોસિસ્ટમના પ્રિય અમુક યુટ્યુબરોમાં તેમની ગણના થાય. કારણ માત્ર એટલું કે આ ભાઈ ઇકોસિસ્ટમને મજા આવે એવા મુદ્દાઓ લઈને વિડીયો બનાવતા રહે છે. ચૂંટણીઓ વખતે તેઓ વધુ સક્રિય થયેલા જોવા મળે અને મારી-મચેડીને અમુક પાર્ટીઓના એજન્ડા આગળ વધારવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહે. 

    હમણાં 1 ફેબ્રુઆરીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં બે-ત્રણેક જાહેરાતો એવી કરી જેના કારણે મધ્યમવર્ગમાં આનંદ-આનંદ થઈ ગયો. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ ન ભરવાની લિમિટ ₹7 લાખ હતી. મોદી સરકારે સીધી એને ₹12 લાખ પર પહોંચાડી દીધી. સ્લેબમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ પણ આવશે. 

    - Advertisement -

    દર વખતે બજેટ રજૂ થાય એટલે કોંગ્રેસ અને વિપક્ષો અને તેમની આખી ટોળકી કાયમ ‘આ બજેટ મધ્યમવર્ગ વિરોધી છે’ કે ‘બજેટમાં મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફેરવી મૂકવામાં આવ્યું છે’ જેવી વર્ષોથી ચવાઈ ગયેલી દલીલો લઈને દોડી આવતા હોય છે. આ વખતે પણ પ્લાનિંગ તો હશે જ, પણ બજેટ જ એવું આવ્યું કે આ લોકો પાસે બોલવા જેવું કશું રહ્યું નથી. એટલે જ આ આખી ઇકોસિસ્ટમ 24 કલાકથી એટલી કન્ફ્યુઝ છે કે આમાં સરકારવિરોધી નરેટિવ કઈ રીતે ઘડવો એ જ સમજાઈ રહ્યું નથી. 

    બીજી તરફ આ ભાઈ ધ્રુવ રાઠી આત્મશ્લાઘામાં વ્યસ્ત છે. તેમણે 1 ફેબ્રુઆરીએ એક પોસ્ટ કરી, જેમાં લખ્યું છે- ‘લાગે છે કે આ બધી ટીકાઓએ આખરે થોડીઘણી અસર કરી છે.’ 

    અહીં આ બધી એટલે કઈ? તો આ ભાઈએ 26 જાન્યુઆરીના રોજ પોતે બનાવેલો એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેનું શીર્ષક છે- ‘વ્હાય મિડલ ક્લાસ ઇઝ ડાયિંગ ઇન ઇન્ડિયા.’ ગુજરાતીમાં- ‘ભારતમાં મધ્યમ વર્ગ કેમ પીસાઈ રહ્યો છે?’

    ટૂંકમાં આમનું કહેવું એમ છે કે તેમણે વિડીયો બનાવ્યો, એ પણ પાંચ દિવસ પહેલાં, તેની એટલી જબરદસ્ત અસર થઈ કે સરકારે પણ તાત્કાલિક આ બાબત પર ધ્યાન આપવું પડ્યું અને પાંચ જ દિવસમાં પ્લાનિંગ થયું અને બજેટમાં મધ્યમવર્ગ માટે રાહતની ઘોષણા કરવામાં આવી! હાઉ ક્યુટ!

    આમ તો આ સામાન્ય બુદ્ધિની વાત છે, પણ છતાં સમજાવવી પડી રહી છે. બજેટ કંઈ એક-બે દિવસ કે અઠવાડિયાંમાં બનતું નથી. લાખો કરોડનું અંદાજપત્ર તૈયાર કરવું, દરેક ક્ષેત્ર માટે રકમ ફાળવવી, સમગ્ર વર્ષનું આયોજન કરવું, નીતિગત નિર્ણયો લેવા, તેની અસરોનો અભ્યાસ કરવો- આ બધું કામ મહિનાઓથી ચાલતું રહે છે ત્યારે બજેટ તૈયાર થાય છે. 

    છ મહિનાની મહેનતે તૈયાર થાય છે બજેટ

    એટલે 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી લોકસભામાં બજેટ રજૂ કરવાનાં હોય તો તેની તૈયારીઓ છ મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે. દરેક વિભાગ સાથે નાણાંમંત્રાલય બેઠકો કરે છે, દરેક ક્ષેત્ર પર ચર્ચાઓ થાય છે, તેમની જરૂરિયાતો જાણવામાં આવે છે, નીતિગત બાબતો ઉપર સતત વડાપ્રધાન કાર્યાલયનાં ઇનપુટ મેળવવામાં આવતાં રહે છે. આ બધું કામ એક-બે અઠવાડિયાંમાં થતું નથી. અધિકારીઓ છ મહિનાથી સતત મહેનત કરતા રહે છે ત્યારે જઈને બજેટ તૈયાર થાય છે.  

    સૌપ્રથમ સપ્ટેમ્બર મહિનાની આસપાસ નાણાંમંત્રાલય દરેક મંત્રાલય અને વિભાગ માટે એક બજેટ સર્ક્યુલર ઇસ્યુ કરે છે, જેમાં તેમને ચાલુ વર્ષ અને ત્યારપછીના વર્ષ માટે એસ્ટીમેટ તૈયાર કરવા માટે જણાવવામાં આવે છે. ત્યારબાદ આ તમામ વિભાગો નાણાંમંત્રાલયને આ વિગતો જમા કરાવે છે. ઉપરાંત, તેઓ ખાસ માંગણી હોય તો તે પણ બજેટ પ્રપોઝલમાં રજૂ કરે છે. 

    આટલું થયા બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓ પ્રિ-બજેટ મીટિંગ કરે છે અને તમામ વિભાગની કેટલી જરૂરિયાત છે, કેટલી રકમની જરૂર છે તેની ઉપર ચર્ચા થાય છે. આ મીટિંગ થાય ઑક્ટોબર મહિનામાં. ત્યારબાદ નાણાંમંત્રાલય દરેક વિભાગ માટે એક પ્રાથમિક રકમ નક્કી કરે છે. તેમાં કોઈ ફેરફારો હોય તો ફરી જે-તે મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવે છે. આ બધામાં PMO સતત લૂપમાં રહે છે. 

    આ નિર્ણયો થઈ ગયા બાદ નાણાંમંત્રીનું બજેટ ભાષણ તૈયાર થાય છે. જેમાં પણ વિવિધ વિભાગોનાં ઇનપુટ્સ મેળવવામાં આવે છે. બજેટ તૈયાર કરવાનો અંતિમ તબક્કો છે ‘હલવા સેરેમની.’ જે પરંપરાગત છે. દર વર્ષે બજેટ તૈયાર થઈ ગયા બાદ નાણાંમંત્રી અને અધિકારીઓ હલવો બનાવે છે અને એકબીજાનું મોં મીઠું કરાવે છે. આ સેરેમની પૂર્ણ થયા બાદ બજેટનાં ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે પ્રેસમાં મોકલી આપવામાં આવે છે. 

    હવે આ વર્ષે હલવા સેરેમની થઈ હતી 24 જાન્યુઆરીની (શુક્રવાર) સાંજે. અર્થાત્, 24મી સુધીમાં બજેટ તૈયાર થઈને પ્રિન્ટિંગ માટે પણ પહોંચી ગયું હતું. આ ભાઈએ વિડીયો બનાવ્યો 26 જાન્યુઆરીએ, તો ક્યાંથી અસર થઈ કહેવાય? 

    સામાન્ય બાબત છે કે મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવા જેવો આટલો મહત્ત્વનો અને જેના કારણે લાખો કરોડોનો ફેર પડતો હોય તેવા નિર્ણયો રાતોરાત લેવાતા નથી. સંભવતઃ વડાપ્રધાન મોદી અને તેમની સરકાર આ બાબત ઉપર વર્ષોથી કામ કરી રહ્યા હશે. પરંતુ આટલી સામાન્ય વાત પણ યુટ્યુબરોને સમજાતી નથી!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં