Wednesday, December 4, 2024
More

    અમેરિકાની ચૂંટણીનાં અંતિમ પરિણામો જાહેર: ટ્રમ્પે તમામ 7 સ્વિંગ સ્ટેટ્સ જીત્યાં, કુલ ઇલેક્ટોરલ વૉટ 312

    અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં અંતિમ પરિણામો (US Election Results) જાહેર થઈ ગયાં છે. વિજેતા ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) કુલ 312 ઇલેક્ટોરલ વૉટ મળ્યા, જ્યારે કમલા હૅરિસને 226 મતો મળ્યા છે. 

    USની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે કુલ 538માંથી 270 ઇલેક્ટોરલ વૉટ મેળવવાના રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરળતાથી બહુમતી મેળવીને વિજેતા બન્યા છે. જ્યારે કમલા હૅરિસ આ આંકડાની નજીક પણ પહોંચી શક્યાં નહીં. 

    પરિણામના દિવસે ટ્રમ્પે બહુમત પાર કરતાં અનૌપચારિક રીતે પરિણામો જાહેર કરી દેવામાં આવ્યાં હતાં અને જીતની ઉજવણી પણ શરૂ થઈ ગઈ હતી. હવે ઔપચારિક રીતે પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. કારણ એ હતું કે બે રાજ્યોમાં ગણતરી ચાલી રહી હતી, જે થોડા કલાક પહેલાં જ પૂર્ણ થઈ. 

    આ પરિણામ સાથે ટ્રમ્પે તમામ 7 સ્વિંગ સ્ટેટ પણ જીતી લીધાં છે. અંતિમ રાજ્ય એરિઝોના પણ ટ્રમ્પના ફાળે જ ગયું. આ સિવાય અન્ય 6 રાજ્યોમાં પણ તેમની જ જીત થઈ છે. નોંધવું જોઈએ કે અમેરિકામાં ‘વિનર ટેક્સ ઓલ’ ફોર્મ્યુલા કામ કરે છે, એટલે કે વધુ વૉટશેર ધરાવનાર ઉમેદવાર તમામ ઇલેક્ટોરલ વૉટ જીતે છે.