8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની મિલ્કીપુર સીટનું પરિણામ આવ્યું છે. મિલ્કીપુરમાં પણ દિલ્હીની જેમ જ ભાજપે જીત મેળવી છે. આ સીટ પરથી ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાનની જીત થઇ છે.
ચંદ્રભાનુ પાસવાન 61,000થી વધુ મતોથી જીત્યા છે. ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાન વિજય પ્રમાણપત્ર મેળવવા માટે મતગણતરી સ્થળે પહોંચ્યા હતા. નોંધનીય છે કે, તેમણે સપા નેતા અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદ સામે વિજય મેળવ્યો છે.
अयोध्या, उत्तर प्रदेश: मिल्कीपुर विधानसभा क्षेत्र में भाजपा प्रत्याशी चंद्रभानु पासवान की जीत पर लोगों ने जश्न मनाया pic.twitter.com/pOTd3FQeeb
— IANS Hindi (@IANSKhabar) February 8, 2025
નોંધનીય છે કે, મિલ્કીપુરમાં સપા સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અને સપા ઉમેદવાર અજિત પ્રસાદ પોતાના બુથ પરથી જ હારી ગયા હતા. ત્યારે ચંદ્રભાનુ પાસવાનની જીત પર ભાજપના કાર્યકર્તાઓએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી. જેના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ અંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તેમની પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું કે, “આજે દિલ્હીને વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ચાલનારી સરકાર મળી છે… હું મિલ્કીપુરમાં ઐતિહાસિક જીત બદલ ભાજપના ઉમેદવારને અભિનંદન આપું છું. સમાજવાદી પાર્ટીની ગુંડાગીરી હારી ગઈ છે. આ શરૂઆત છે, 2027માં સમાજવાદી પાર્ટી સમાપ્તવાદી પાર્ટી બની જશે.”