Thursday, March 20, 2025
More

    ‘લેખિતમાં આપો કે અહીંયા આવીને ભીખ નહીં માંગો’: સાઉદી અરેબિયાની પાકિસ્તાની પ્રવાસીઓને સખત ચેતવણી

    છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયા પાકિસ્તાનથી ધાર્મિક યાત્રાના નામે આવતા અને પછી અહીં ભીખ માંગતા લોકોથી પરેશાન છે. આ પહેલા અનેક વખતે સાઉદી સરકારે પાકિસ્તાન સરકારને આ બાબતે ચેતવણી આપી હતી. તાજી જાણકારી મુજબ હવે સાઉદી સરકારે નિયમ બનાવ્યો છે કે પાકિસ્તાનની આવતા દરેક નાગરિકે લેખિત આપવું પડશે કે તેઓ અહીં આવીને ભીખ નહીં માંગે.

    પાકિસ્તાનની અનેક મુસ્લિમ નાગરિકો હજ અને ઉમરાહના નામે સાઉદી આવતા હોય છે. ત્યાં તેઓ ભીખ માંગી માંગીને એટલો પૈસો કમાતા હોય છે કે જેટલો પાકિસ્તાનમાં આખું વર્ષ નોકરી ધંધો કરીને ના કમાઈ શકે. જેથી પાકિસ્તાનમાંથી આવતા આવા ‘ભિખારીઓ‘થી સાઉદી સતત પરેશાન રહે છે.

    આ પાકિસ્તાનીઓ ત્યાં માત્ર ભીખ જ માંગે છે એટલું નહીં, પરંતુ તેઓ ત્યાં ગુનાખોરી પણ વધારી રહ્યા છે. સાઉદી તંત્ર અનુસાર તેમની જેલો હવે પાકિસ્તાની લોકોથી ઉભરાઈ રહી છે. જેથી તેઓએ આવા કડક પગલાં લેવા પડ્યા છે.