Friday, April 25, 2025
More

    મહિલાને ઝીંક્યા લાફા, કર્મચારી પર છુટ્ટી ફેંકી બેગ… યૌન શોષણના આરોપી પાદરી બજિંદર સિંઘનો વિડીયો વાયરલ

    મહિલાના જાતીય શોષણના કેસમાં ફસાયેલા પાદરી બજિંદર સિંઘ હવે પોતાના કર્મચારીને માર મારવા બદલ વિવાદમાં આવ્યા છે. એક સીસીટીવી ફૂટેજનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ તેના કર્મચારી પર છુટ્ટી બેગ ફેંકતા અને તેને વારંવાર લાફા મારતા જોવા મળી રહ્યા છે.

    આ ઉપરાંત વિડીયોમાં પાદરી એક મહિલાને માર મારતા પણ જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પાદરી પહેલાં યુવાન પર પાના ફેંકે છે અને પછી તેને માર મારે છે. દરમિયાન કોઈ સ્ત્રી વચ્ચે આવે છે તો પાદરી તેની સાથે પણ હોબાળો કરે છે અને થોડી બોલાચાલી પછી મહિલાને પણ લાફા ઝીંકી દે છે. પછી અન્ય કર્મચારીઓ દરમિયાનગીરી કરે છે અને તેમને અલગ કરે છે.

    નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં કપૂરથલા પોલીસે 22 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે પાદરી બજિંદર વિરુદ્ધ જાતીય સતામણી, પીછો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ IPCની કલમ 354-A, 354-D અને 506 હેઠળ FIR નોંધી હતી.