Sunday, April 20, 2025
More

    શ્રીલંકા યાત્રા બાદ આજે પીએમ મોદી તમિલનાડુમાં: નવનિર્મિત પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે, રામનાથસ્વામી મંદિરમાં કરશે દર્શન

    થાઈલેન્ડ અને શ્રીલંકાની યાત્રાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (6 એપ્રિલ) સ્વદેશ પરત ફરી રહ્યા છે. રામનવમીના દિવસે તેઓ આખો દિવસ તમિલનાડુમાં રહેશે. 

    વડાપ્રધાન અહીં પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે રામેશ્વરમને મેઇન લેન્ડ સાથે જોડે છે. આ સિવાય તેઓ તમિલનાડુમાં ₹8300 કરોડન વિવિધ પરિયોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ પણ કરશે. 

    પીએમ મોદી રામેશ્વરમના પમ્બન ટાપુ પર સ્થિત રામનાથસ્વામી મંદિરની પણ મુલાકાત લેશે. 

    પમ્બન બ્રિજની વાત કરવામાં આવે તો એ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ હશે અને સદીઓ જૂના પમ્બન બ્રિજનું સ્થાન લેશે, જેનો ઉપયોગ ડિસેમ્બર 2022માં બંધ કરી દેવામાં આવ્યો હતો. 2.08 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં કુલ ₹700 કરોડનો ખર્ચ થયો છે. અહીંથી જ તેઓ રામેશ્વરમ-ચેન્નાઈની એક ટ્રેનને લીલી ઝંડી પણ બતાવશે.