Tuesday, March 11, 2025
More

    ‘મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને ખુશ છું’: ફ્રાન્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, પેરિસ AI સમિટની કરશે સહ-અધ્યક્ષતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi’s France Visit) હાલ ફ્રાન્સની યાત્રા પર છે. ત્યારપછી તેઓ અમેરિકાની યાત્રા પર નીકળવાના છે. PM મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે પેરિસ AI એક્શન સમિટની (Paris AI Action Summit) સહ-અધ્યક્ષતા કરવાના છે. ત્યારે PM મોદીએ પેરિસમાં તેમના શાનદાર સ્વાગતની ‘હાઇલાઇટ્સ’ શેર કરી હતી.

    આ ઉપરાંત 10 ફેબ્રુઆરીએ સ્વાગત રાત્રિભોજનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને PM મોદીનું સ્વાગત કર્યું હતું. આ અગાઉ PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “પેરિસમાં મારા મિત્ર, રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને ખુશ છું.”

    નોંધનીય છે કે આ રાત્રિભોજનમાં, PM મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પણ મળ્યા હતા. વેન્સ પર AI સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા છે. ઉલ્લેખનીય છે કે PM મોદીની ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, તેઓ પેરિસ એઆઈ સમિટની સહ-અધ્યક્ષતા કરશે, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વ્યાપારી ઉદ્યોગસાહસીઓને સંબોધિત કરશે.

    આ ઉપરાંત PM મોદી પેરિસમાં ભવ્ય સ્વાગત દરમિયાન ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને પણ મળ્યા હતા. જેની તસ્વીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.