Wednesday, February 5, 2025
More

    ‘આપણી લડાઈ ‘ઈન્ડિયન સ્ટેટ’ સાથે પણ છે’: કોંગ્રેસ મુખ્યમથકના ઉદઘાટન સમારોહમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યા ઈરાદા, ભાજપે કહ્યું- આ સોરોસની ભાષા

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી થોડા સમયથી વિદેશ પ્રવાસે હતા. પરત ફર્યા બાદ તેઓ હવે ફરી દેખાવા માંડ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હીમાં એક સભા કરી હતી અને જે કેજરીવાલ સાથે લોકસભા ચૂંટણીમાં હાથ મિલાવ્યા હતા, તેમની જ સામે આરોપો લગાવવાના શરૂ કરી દીધા. બુધવારે (15 જાન્યુઆરી) તેઓ કોંગ્રેસ પાર્ટીના નવનિર્મિત કાર્યાલયના ઉદ્ઘાટનમાં જોવા મળ્યા. 

    અહીં રાહુલ ગાંધીએ સભા પણ સંબોધિત કરી. તેમાં તેમણે કહ્યું કે, તેમની લડાઈ માત્ર ભારતીય જનતા પાર્ટી અને RSS સામે નથી પરંતુ ઈન્ડિયન સ્ટેટ (ભારતનું શાસન, સત્તા) સામે પણ છે. 

    રાહુલે કહ્યું, “એવું ન વિચારશો કે આપણે એક નૈતિક લડાઈ લડી રહ્યા છીએ. આમાં નૈતિકતા જેવું કશું નથી. જો તમે વિચારતા હો કે આપણે ભાજપ કે RSS જેવાં રાજકીય સંગઠનો સામે લડી રહ્યા છીએ, તમને એ ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે. ભાજપ અને RSSએ આપણાં દેશની દરેક સંસ્થાઓ કબજે કરી લીધાં છે. આપણે હવે ભાજપ, RSS અને ઈન્ડિયન સ્ટેટ સામે પણ લડી રહ્યા છીએ.”

    ભાજપે આ વિડીયોના આધારે કોંગ્રેસ-રાહુલ પર પ્રહાર કર્યા છે. IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ હવે ભારતીય સ્ટેટ સામે જ યુદ્ધ જાહેર કરી દીધું છે. આ સીધું જ્યોર્જ સોરોસ પાસેથી આવ્યું છે.