Friday, April 4, 2025
More

    ‘સ્યુડો સેક્યુલરો, કટ્ટર મૌલાનાઓ ઉકસાવે છે મુસલમાનોને’: વક્ફ સંશોધન બિલ પાસ થયા બાદ મુસ્લિમ સમાજે કરી ઉજવણી, અલીગઢમાં ફટાકડા ફોડીને વહેંચી મીઠાઈ

    રાજ્યસભામાં (Rajya Sabha) વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill) પાસ થયા બાદ અલીગઢમાં (Aligarh) રાત્રે જ ઉજવણીનો (Celebrate) માહોલ જોવા મળી રહ્યો હતો. મુસ્લિમ (Muslims) સમુદાયના લોકો વક્ફ બિલ પાસ થયાની ઉજવણી કરી રહ્યા હતા. દારા શિકોહ ફાઉન્ડેશનના (Dara Shikoh Foundation) સભ્યોએ મીણબત્તીઓ પ્રગટાવીને અને મીઠાઈઓ વહેંચીને એકબીજાને શુભકામનાઓ આપી હતી અને PM મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બિલ પસમંદા મુસ્લિમોના વિકાસમાં પણ મદદ કરશે.

    ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ આમિર રાશિદે આશા વ્યક્ત કરી હતી કે, આ સુધારા બાદ હવે ગરીબ અને પસમંદા મુસ્લિમોનું કલ્યાણ થઈ શકશે. તેના કારણે ગરીબ અને પસમંદા મુસ્લિમો ખૂબ ખુશ પણ છે. રાશિદે વધુમાં કહ્યું કે, “અમે ફટાકડા ફોડ્યા, મીણબત્તીઓ સળગાવી અને મીઠાઈઓ પણ વહેંચી છે. આ બિલ મુસ્લિમોના વિકાસ માટે નવા દ્વારા ખોલશે.”

    વધુમાં રાશિદે કહ્યું કે, ‘સ્યુડો સેક્યુલરો અને કટ્ટરપંથી મૌલાનાઓ મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરે છે. મારી એક નાની અપીલ છે કે, મુસલમાનો પોતાની અને વક્ફની વાસ્તવિકતાને ઓળખે. વક્ફ સંશોધન અધિનિયમ મુસ્લિમોને વિકાસ માટે દરવાજા ખોલશે.”