Friday, March 14, 2025
More

    આઠમા પગાર પંચના ગઠનને મોદી સરકારની સત્તાવાર મંજૂરી, સરકારી કર્મચારીઓને બજેટ પહેલાં મોટી ભેટ

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તમામ સરકારી કર્મચારીઓના વેતનની સમીક્ષા અને સુધારા માટે આઠમા પગાર પંચના ગઠનને સત્તાવાર રીતે મંજૂરી આપી છે. 

    કેબિનેટ બેઠક બાદ એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારિક રીતે આ બાબતની જાણકારી આપી હતી. 

    હાલ સાતમું પગાર પંચ લાગુ છે, જે વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. તેનો કાર્યકાળ વર્ષ 2026માં પૂર્ણ થાય છે. તે પહેલાં જ આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે અને વર્ષ દરમિયાન સૂચનો મેળવ્યા બાદ પંચ ભલામણો કરશે, જે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. 2026થી નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે. 

    નવું પગાર પંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓનાં વેતન, ભથ્થાંમાં વધારો જોવા મળે છે. સરકારે નવા કમિશનને મંજૂરી આપીને એક રીતે કર્મચારીઓને બજેટ પહેલાં મોટી ભેટ આપી છે.