
પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં વર્ષોથી એક સુનિયોજિત ખેલ ખેલાઈ રહ્યો હતો. સરહદી સુરક્ષાને જોખમમાં મૂકીને સરકારી અને ગૌચરની કિંમતી જમીનો પર ગેરકાયદે મજહબી બાંધકામો ખડકીને સ્થાનિક ‘જીયોગ્રાફી’ અને ડેમોગ્રાફી બદલવાનું મોટું કાવતરું ચાલી રહ્યું હતું.
આ ગંભીર રાષ્ટ્રવિરોધી જોખમ વિરુદ્ધ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને વન વિભાગે સંયુક્ત મહા-અભિયાન આદરીને કાયદાનો આકરો કોરડો વીંઝ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ તમામ ગેરકાયદે બાંધકામો પર પ્રશાસનનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ આખી રાષ્ટ્રવિરોધી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ સેટેલાઈટ ઈમેજથી થયો છે, જે દર્શાવે છે કે કેવી રીતે ‘લેન્ડ જેહાદ’ના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં પહેલાં નાની દરગાહ કે કાચું માળખું ઊભું કરવામાં આવતું અને ત્યારબાદ કોઈ પણ સરકારી મંજૂરી વિના તેને વિશાળ પાકા મજહબી સામ્રાજ્યમાં ફેરવી દેવાતું હતું.
ત્રણ વર્ષમાં ખાલી જમીન પર ખડકી દેવાઈ દરગાહો
સેટેલાઈટ ડેટા અનુસાર વર્ષ 2015 સુધી જેનું કોઈ અસ્તિત્વ ન હતું તેવી ‘આશાબા પીર દરગાહ’ માત્ર ત્રણ વર્ષમાં પાકી બની ગઈ અને 2023 સુધીમાં તો ઊંચી દીવાલોથી ઘેરાયેલો કિલ્લો બની ગઈ હતી. આવી જ રીતે અમરાપરની ‘ગેબનશાહ દરગાહ’ અને રાસાજી ગઢડાની ‘હજરત પીર અલી દરગાહ’ પણ વહીવટીતંત્રની આંખમાં ધૂળ નાખીને વર્ષોથી સરકારી જમીનો પચાવી પાડવાનું મોટું કેન્દ્ર બની ગઈ હતી.
કચ્છનો દરિયાઈ અને જમીની માર્ગ પાકિસ્તાનથી આવતા કરોડો રૂપિયાના ડ્રગ્સ અને ઘૂસણખોરી માટે હંમેશાં સંવેદનશીલ રહ્યો છે. આવા સંજોગોમાં સરહદ નજીક સરકારી જમીનો પર કોઈપણ પરવાનગી વગર બનેલી 50થી વધુ ગેરકાયદે મજારો અને મસ્જિદો દેશવિરોધી તત્વો અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બને તેવી પૂરી આશંકા હતી. જો સમયસર પ્રશાસને આ બુલડોઝર એક્શન ન લીધું હોત તો દેશની આંતરિક સુરક્ષાને મોટું નુકસાન થઈ શક્યું હોત.
કચ્છના SP સાગર બાઘમરે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે અસામાજિક તત્વોએ ઊભા કરેલા ગેરકાયદે બાંધકામો નક્કી કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યા અનુસાર આ ગેરકાયદે બાંધકામોમાં કેટલાક મજહબી બાંધકામો પણ સામેલ હતા, જે પાછલા 10 દિવસમાં દૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો બની શકે એવી કોઈ પ્રવૃત્તિઓ તંત્ર સાંખી નહીં લેય.
કંડલામાં પણ મોટી કાર્યવાહી
આ ડિમોલિશન ડ્રાઈવમાં સૌથી મોટો કાયદાકીય પ્રહાર પૂર્વ કચ્છના કંડલા પોર્ટ વિસ્તારમાં જોવા મળ્યો. વર્ષોથી ‘વકફ એક્ટ’ની છત્રછાયામાં જે ગેરકાયદેસર મસ્જિદો અને દરગાહો બચી રહી હતી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 28 જૂનના રોજ ઇફ્કો કોમ્પ્લેક્સના મુખ્ય ગેટ બહાર ગેરકાયદેસર રીતે તાણી બંધાયેલી આ મસ્જિદ અને અન્ય મજારોને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.
આ ઐતિહાસિક ઑપરેશન દ્વારા કંડલા પોર્ટ આસપાસની અંદાજે ₹250 કરોડની 100 વીઘા જમીન મુક્ત કરાઈ છે. આ જમીનનો ઉપયોગ હવે કોસ્ટલ સિક્યુરિટીને મજબૂત કરવા માટે થશે. વન વિભાગે પણ નખત્રાણા અને દયાપર રેન્જમાં 400 હેક્ટરથી વધુ આરક્ષિત વનભૂમિ મુક્ત કરાવી છે.
મજહબી અતિક્રમણ કરનારાઓ સામે આ ઝુંબેશ ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, જખૌ અને ખાવડા સહિતના સરહદી વિસ્તારોમાં વ્યાપક સ્તરે ચલાવવામાં આવી હતી. પ્રશાસને આડેસર વિસ્તારમાં ભૂ-માફિયાઓ પાસેથી 10 હજાર ચોરસ મીટર જમીન છોડાવી છે, જ્યાં હવે કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરી વિસ્તારોમાં કડક વલણ અપનાવીને લોખંડી પોલીસ સુરક્ષા વચ્ચે 130થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને પોલીસે સાબિત કરી દીધું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાન સરહદે દેશની અખંડિતતા જાળવવા અને ‘લેન્ડ જેહાદ’ના કોઈપણ પ્રયાસને તોડી પાડવા માટે આગામી દિવસોમાં પણ આકરી બુલડોઝર ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

