Monday, March 3, 2025
More

    જતાં-જતાં પોતાના દીકરાને ‘માફી’ આપતા ગયા રાષ્ટ્રપતિ બાયડન: પુત્ર હંટરે કબૂલ્યા હતા તમામ ગુનાઓ, વાઇટ હાઉસ છોડ્યા પહેલાં કરી દીધી સહી

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને (US President Joe Biden) પોતાના પુત્ર હંટર બાયડનને (Hunter Biden) ‘પ્રેસિડેન્શિયલ પાર્ડન’ (Presidential Pardon) આપી દીધી છે. આ પાર્ડન (માફી) તેને 2014થી 2024 સુધીમાં કરેલા તમામ ગુનાઓ માટે આપવામાં આવી છે. હંટર બાયડને આ સમયગાળા દરમિયાન જેટલા પણ ગુના કર્યા હશે, હવે તેને તે તમામ ગુનાઓની સજા મળી શકશે નહીં.

    હંટર બાયડનને આ વર્ષે જ 14 લાખ ડોલરની ટેક્સ ચોરીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ પૈસા તેણે વેશ્યાઓ, ડ્રગ્સ અને ગાડીઓ પર ખર્ચ કર્યા હતા. તેના પર બંદૂક ખરીદવા સમયે પણ ઓળખ છુપાવવાનો આરોપ છે. સપ્ટેમ્બર 2024માં તેણે આ તમામ ગુનાઓ કબૂલી પણ લીધા હતા.

    હંટર બાયડનને માફી આપવાનો નિર્ણય તેના પિતા જો બાયડને વાઇટ હાઉસ છોડવાના એક મહિના પહેલાં જ લીધો છે. પહેલાં તેમણે પોતાના પુત્રને માફી નહીં આપવાની વાત કરી હતી, જ્યારે હવે તેમણે પોતે જ માફી આપી દીધી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને આ ઘટનાને ન્યાય સાથે ખિલવાડ ગણાવી છે.