તાજેતરમાં રજૂ કરાયેલા વકફ સુધારા બિલમાં (Waqf Amendment Bill) એવી જોગવાઈ છે કે બિલના અમલ પહેલાં કે પછી વકફ મિલકત (Waqf property) તરીકે ઓળખાયેલી અથવા જાહેર કરાયેલી કોઈપણ સરકારી મિલકતને (government property) હવે વકફ મિલકત ગણવામાં આવશે નહીં.
વકફ સુધારા બિલની કલમ 3C (1) જણાવે છે કે, “આ કાયદાની શરૂઆત પહેલાં કે પછી, વકફ મિલકત તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ સરકારી મિલકતને વકફ મિલકત ગણવામાં આવશે નહીં.”

નોંધનીય છે કે બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કરવામાં આવ્યું હતું અને હાલ તેના પર ચર્ચા થઈ રહી છે, જેના કારણે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.