Tuesday, June 10, 2025
More

    ‘પ્રદર્શન રાજકારણ પ્રેરિત, બહું પહેલાં આવી જવું જોઈતું હતું વક્ફ બિલ’: દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌસર જહાં

    વક્ફ બિલના (Waqf Bill) વિરોધમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને (Protest) લઈને દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌસર જહાંનું (Kausar Jahan) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ આખું પ્રદર્શન રાજકારણ પ્રેરિત છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, આ વક્ફ સુધારણા બિલ તો ખૂબ પહેલાં આવી જવું જોઈતું હતું. તેમણે આ બિલને મુસ્લિમ સમુદાય માટે મહત્વપૂર્ણ અને કલ્યાણકારી ગણાવ્યું છે.

    મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “આ વિરોધ પ્રદર્શન રાજકારણ પ્રેરિત છે. આ બિલ તો મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે છે. આ નિષ્પક્ષતા અને પારદર્શિતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, સાથે જ મુસ્લિમ મહિલાઓને પણ સશક્ત બનાવવામાં આવશે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ માત્ર પ્રદર્શન કરવાની જગ્યાએ સંસદમાં પણ પોતાની વાત રાખવી જોઈએ.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે, “માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી શું થઈ જશે? તેનાથી કોઈ પરિવર્તન નહીં આવે. હું ફરીથી કહું છું કે, આ બિલ મુસ્લિમ કોમના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ બિલ તો ખૂબ પહેલાં આવી જવું જોઈતું હતું.”