
રાજધાની દિલ્હીના પ્રતિબંધિત વિસ્તાર જંતર-મંતર ખાતે નિયમોના ધજાગરા ઉડાડીને ઘૂસી જવાન મામલે જેલમાં બંધ CJPના કોકરોચો સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી હાઇકોર્ટે ફટકાર લગાવી છે. પોતાની અટકાયત અને ન્યાયિક કસ્ટડી લંબાવવાના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટ પહોંચેલા આ બંનેની અરજી પર હાઇકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટના સખત વલણ અને ટકોર બાદ બંનેએ અરજી પાછી ખેંચી લેવી પડી હતી.
નોંધનીય છે કે 11 ઑક્ટોબરે શાંતિ જાળવવાના બોન્ડના આધારે જામીન પર છૂટેલા આ કોકરોચોએ 13 ઑક્ટોબરે ફરીથી પ્રતિબંધિત જંતર-મંતરમાં ઘૂસી ગયા હતા. આ 14 જણા બંધ દરવાજા અને બેરિકેડ્સ લગાવેલા હોવા છતાં અંદર ઘૂસી ગયા હતા . ત્યાં પહોંચીને તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાંની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ડ્રામા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ ઘૂસણખોરોની અટકાયત કરી બે અલગ-અલગ FIR નોંધી હતી.
કોર્ટનું આકરું વલણ
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સુબ્રમોનિયમ પ્રસાદે કોકરોચોની હરકતો પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કરતા પૂછ્યું હતું કે, “જ્યારે કોઈ ચોક્કસ કારણસર અને કાયદો-વ્યવસ્થા જાળવવા બેરિકેડ્સ લગાવવામાં આવે છે ત્યારે તેને ઓળંગીને આગળ વધવાની આટલી ઉતાવળ અને જરૂરિયાત શું હતી?” કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે બેરિકેડ્સ તોડવા અને નિયમોનો અનાદર કરવાથી અન્ય અસામાજિક તત્વો પણ પ્રોત્સાહિત થાય છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભયજનક રીતે બગડી શકે છે.
અદાલતમાં આ લોકોએ શાંતિ જાળવવા માટે આપેલ બોન્ડના ઉલ્લંઘન અંગે પણ ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે 10 ઑક્ટોબરે થયેલ ધરપકડ બાદ 11 ઑક્ટોબરે બંને નમૂનાઓએ ₹50,000ના શાંતિ બોન્ડ આપ્યા હતા કે તેઓ કાયદો હાથમાં નહીં લે અને શાંતિ જાળવશે. હાઇકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમના વકીલને પૂછ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે આપે બાંહેધરી બોન્ડનું ઉલ્લંઘન કરે છે ત્યારે કાયદા હેઠળ તેની સામે કેમ આકરી કાર્યવાહી ન થવી જોઈએ?
‘જેન-ઝી’ હોવા પર જ પ્રશ્ન
કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સુબ્રમણિયમ પ્રસાદે CJPના બંને નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ઉંમર પૂછી હતી. વકીલે જણાવ્યું કે સૌરવ દાસની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ છે. આ સાંભળીને કોર્ટે પૂછ્યું કે શું તેઓ ‘જેન-ઝી’ (Gen-Z) યુવાનો છે? વકીલે જવાબ આપ્યો કે 1997 પછી જન્મેલા લોકોને જેન-ઝી કહેવાય છે. તેના પર કોર્ટે ટિપ્પણી કરી કે, “તો પછી તમે જેન-ઝીમાં નથી આવતા.”
BIG BREAKING 🚨 DELHI HIGH COURT 🔥🔥 : What are the ages of Saurav Das and Ashutosh Ranka? ADVOCATE : Saurav Das is 27 and Ashutosh Ranka is 32. COURT : Then you are not GenZ. What is GenZ? Court is informed that people born after 1997 are GenZ. Court ⚡⚡ : Then you are NOT GenZ.
— News Algebra (@NewsAlgebraIND) October 21, 2026
જોકે, આ ચર્ચા માત્ર ઉંમર સુધી સીમિત નહોતી. કોર્ટે અગાઉના અને અત્યારના આંદોલનો વચ્ચેના તફાવત પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે નોંધ્યું કે શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શનો ચોક્કસ મુદ્દાઓ પર રહેતા હતા, પરંતુ હવે વિરોધના મુદ્દાઓ સતત બદલાતા રહે છે. કોર્ટે પૂછ્યું કે જ્યારે એક જ લોકો અલગ-અલગ મુદ્દાઓ પર વારંવાર રસ્તા પર ઉતરે છે ત્યારે તેમના સંગઠનના હેતુ અને પ્રવૃત્તિઓ શંકાના ઘેરામાં આવી જાય છે.
કોર્ટે સવાલ કર્યો કે જ્યારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટે સત્તાવાર રીતે બંધ (ડિનોટિફાઈ) કરવામાં આવ્યું છે, છતાં તેઓ ત્યાં કેમ ગયા? કાયદાકીય મંજૂરી વગર આવી રીતે પ્રતિબંધિત જગ્યાએ ઘૂસીને વિરોધ કરવો એ નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતે જ શાંતિ જાળવવાનું વચન આપીને બોન્ડ ભરે અને પછી તેનો ભંગ કરે તો પોલીસ કે અધિકારીઓ તેની સામે વધુ કડક પુરાવા કે જામીનદાર માંગે તેમાં કશું જ ગેરકાયદેસર નથી.
કોર્ટમાં બચાવ પક્ષના વકીલે CJP નેતાઓનો બચાવ કરતા દલીલ કરી હતી કે મેજિસ્ટ્રેટ દ્વારા તેમની કસ્ટડી લંબાવવાનો નિર્ણય ગેરકાયદેસર અને અન્યાયી છે. તેમણે બંધારણે આપેલી વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો હવાલો આપીને નેતાઓને જામીન અપાવવા માટે ઘણી રજૂઆતો કરી હતી.
જોકે, દિલ્હી હાઇકોર્ટે કાયદાના પાલનને પ્રાધાન્ય આપતાં તેમની આ દલીલોને ગંભીરતાથી લીધી નહોતી. અદાલતે સામો પ્રશ્ન ઊભો કર્યો હતો કે સીધા હાઇકોર્ટમાં આ અરજી કરવી કેટલી યોગ્ય છે. હાઇકોર્ટના આ કડક વલણ સામે કોકરોચો અને તેમના વકીલો પાસે કોઈ જવાબ નહોતો અને તેઓ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટે CJPના આંદોલનના બદલાતા હેતુ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી હતી કે શરૂઆતમાં આ વિદ્યાર્થી આંદોલન હતું, પરંતુ હવે અચાનક ‘રિજિમ ચેન્જ’ અને ‘બેલેટ’ની વાતો થવા લાગી છે. કોર્ટે સવાલ કર્યો હતો કે આંદોલનનો મૂળ હેતુ શું છે અને તેને ચલાવતી સંસ્થા કોણ ચલાવે છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે શાંતિ ભંગ થવાની આશંકા હોય ત્યારે આ સવાલો મહત્વના બની જાય છે.
#BREAKING CJP leaders Saurav Das and Ashutosh Ranka withdraw their plea challenging SEM order extending their judicial custody. Delhi High Court allows the withdrawal without making any opinion on merits. @Cockroachisback @SauravDassss @AshutoshRanka https://t.co/bWWwIxR0Jd
— Live Law (@LiveLawIndia) October 21, 2026
અદાલતનું આકરું વલણ જોઈને આ બે કોકરોચોને સમજાઈ ગયું હતું કે તેમને કાયદાકીય રીતે કોઈ રાહત મળવાની નથી, તેથી તેમણે હાઇકોર્ટ કોઈ અન્ય આદેશ આપે તે પહેલાં જ પોતાની અરજી જાતે જ પાછી ખેંચી લીધી હતી. કોર્ટે તેમને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી પણ કેસ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે હાઇકોર્ટે મેજિસ્ટ્રેટની જેલ મોકલવાની કાર્યવાહીમાં તેમને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપી નથી.
હવે કરવો પડશે ટ્રાયલનો સામનો
નોંધનીય છે કે 14 ઑક્ટોબરે આ નેતાઓને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ 19 ઑક્ટોબરે SEMએ તેમની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવી હતી. મેજિસ્ટ્રેટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે આ બંનેની મુક્તિથી વિસ્તારમાં ફરીથી શાંતિ ભંગ થવાની અને કાયદો-વ્યવસ્થા વણસવાની પૂરેપૂરી આશંકા છે. હંમેશાની જેમ CJPએ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને ‘વિક્ટિમ કાર્ડ’ ખેલવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હવે હાઇકોર્ટના કડક વલણે તેમના આ એજન્ડાની હવા કાઢી નાખી છે.
જંતર-મંતર ખાતે રચવામાં આવેલો આ સમગ્ર વિવાદ વાસ્તવમાં SIR સામે ચલાવવામાં આવી રહેલા નરેટિવનો જ એક ભાગ છે. ચૂંટણી પંચની પારદર્શી પ્રક્રિયા પર ખોટા સવાલો ઊભા કરીને વિરોધ પ્રદર્શનના નામે કાયદાના ધજાગરા ઉડાડવાના CJPના આ પ્રયાસને કોર્ટની ટકોરથી મોટો ઝાટકો લાગ્યો છે. હવે હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચાઈ જતા કોકરોચોએ નીચલી અદાલતો અને કાયદાકીય પ્રક્રિયાનો જ સામનો કરવો પડશે.

