2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના કેસમાં હાઇકોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.
મંગળવારે (2 સપ્ટેમ્બર) કોર્ટે આ આદેશ આપ્યો.
Justice Kaur – All appeals are dismissed
— Bar and Bench (@barandbench) September 2, 2025
આરોપીઓમાં શરજીલ ઇમામ, ઉમર ખાલિદ, મોહમ્મદ સલીમ ખાન, શિફા ઉર રહેમાન, અતહર ખાન, મીરાં હૈદર, શાદાબ અહમદ, અબ્દુલ ખાલિદ સૈફી અને ગુલફિશા ફાતિમાનો સમાવેશ થાય છે.
આ અરજીઓ પર જસ્ટિસ નવીન ચાવલા અને શલિન્દર કૌરની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. તમામ અરજીઓ સાંભળ્યા બાદ કોર્ટે જામીન ફગાવી દીધા છે. અર્થ એ થયો કે ઉમર અને શરજીલ જેવાઓ હજુ પણ જેલમાં જ રહેશે.
ફેબ્રુઆરી 2020માં CAAના વિરોધની આડમાં ષડ્યંત્ર રચીને હિંદુવિરોધી રમખાણો કરવા બદલ પકડાયેલા શરજીલ ઇમામ, ઉમર ખાલિદ અને તેમની ગેંગના અન્ય માણસો હાલ તિહાડ જેલમાં બંધ છે અને ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. અગાઉ ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ આરોપીઓએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પણ હવે ત્યાંથી પણ રાહત મળી નથી.

