કોઈના હાથમાં ધ્રુવ રાઠીનું પોસ્ટર તો કોઈ લગાવી રહ્યું આઝાદીના નારા: વિદ્યાર્થીઓના મુદ્દા ભૂલી અંદરોઅંદર ડખે ચડ્યા કોકરોચો, ફૂટેજ મેળવવા અપનાવી નવી-નવી તરકીબો

દિલ્હીના જંતર-મંતર ખાતે ફરી એકવાર કોકરોચ જનતા પાર્ટીના (CJP)ના વંદાઓ રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓની માંગણીઓના નામે પ્રદર્શન કરવાનો દાવો કરનાર આ જીવાતો વિદ્યાર્થીઓના પ્રશ્નો ભૂલીને માત્ર રાજકીય પ્રોપેગેન્ડા કરતા જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન ક્યાંક ધ્રુવ રાઠીનાં  પોસ્ટર જોવાં મળ્યાં તો ક્યાંક ‘આઝાદી-આઝાદી’ના નારા ગુંજી રહ્યા હતા. આવા માહોલમાં જેમના નામે આ પ્રદર્શન યોજાયું હોવાનું કહેવાતું હતું તે વિદ્યાર્થીઓના મુદ્દાઓ પાછળ ધકેલાઈ ગયા હતા. ઑપઇન્ડિયાના રિપોર્ટર આ પ્રદર્શનને કવર કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જે દૃશ્યો જોવા મળ્યા તે કોઈ આંદોલન કરતાં વધુ રાજકીય પ્રોપેગેન્ડા જેવા લાગ્યા હતા.

આ પ્રદર્શન દરમિયાન ઉસ્માન અલી નામના એક વંદાના નામે પ્રોપેગેન્ડાબાજ યુટ્યુબર ધ્રુવ રાઠીનાં પોસ્ટરો વહેંચવામાં આવ્યાં હતાં. રસપ્રદ બાબત એ હતી કે પોસ્ટર હાથમાં પકડનારા ઘણા વંદાઓને પોતે પણ ખબર નહોતી કે પોસ્ટરનો વિષય શું હતો. પોસ્ટર પર લખેલું હતું કે, “આજે પડદાફાશ થઈ ચૂક્યો છે, જનતા જાગી ચૂકી છે, હવે તેમનું બચવું અશક્ય છે.”

પ્રદર્શન દરમિયાન વામપંથીઓની ડફલી ગેંગ પણ સક્રિય જોવા મળી હતી. SFI સાથે સંકળાયેલા આંદોલનજીવીઓ ડફલી વગાડતા ‘આઝાદી-આઝાદી’ના નારા લગાવતા જોવા મળ્યા હતા.

અગાઉના પ્રદર્શનમાં ફૂલ આપીને શાંતિપૂર્ણ રહેવાની વાત કરનાર AAPના પૂર્વ નેતા અને CJPના સ્થાપક અભિજીત દીપકેની વાત પણ આ વખતે તેના વંદાઓએ માની નહોતી. પ્રદર્શન દરમિયાન એક કોકરોચ ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિ સાથે ઉદ્ધતાઈથી વર્તતો જોવા મળ્યો હતો. વૃદ્ધ સાથે થયેલી તેની ઉગ્ર બોલાચાલીનો વિડીયો પણ સામે આવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન એક અન્ય ‘મોટો કોકરોચ’ પણ ત્યાં પહોંચ્યો હતો. પોતે આંદોલનમાં સામેલ હોવાનું જણાવતો આમિર અહમદ કેમેરા સામે એ પણ સમજાવી શક્યો નહોતો કે તે ત્યાં શા માટે આવ્યો હતો. એટલું જ નહીં પ્રદર્શનમાં હાજર એક અન્ય વ્યક્તિએ જ્યારે તેને શિક્ષણ મંત્રીનું નામ પૂછ્યું, ત્યારે તે તેનો જવાબ પણ આપી શક્યો નહોતો.

એકંદરે જોવામાં આવે તો આ પ્રદર્શન કોઈ માંગણી પૂર્ણ કરાવવા કે કોઈ ગંભીર મુદ્દો ઉઠાવવા માટેનું આંદોલન લાગતું નહોતું. તે માત્ર કન્ટેન્ટ બનાવવા અને પ્રોપેગેન્ડા ફેલાવવા માટેનું એક મંચ બની ગયું હોય તેમ લાગતું હતું. થોડા લોકો આવે, થોડા નિવેદનો આપે, વિડીયો બનાવે અને પછી પ્રોપેગેન્ડા ફેલાવીને ચાલ્યા જાય. આખું દૃશ્ય કંઈક આવું જ જોવા મળ્યું. અભિજીત દીપકે અને તેની કોકરોચ સેના માટે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને તેમના ભવિષ્ય કરતાં રાજકીય દેખાવ વધુ મહત્વનો હોય તેમ આ પ્રદર્શનમાંથી પ્રતિબિંબિત થતું હતું.