
ગાંધીનગરના બહિયલ ગામમાં સ્વતંત્રતા પહેલાંથી ટોપરું-સાકરની એક પરંપરા ચાલી આવતી હતી. ગુજરાતી નવા વર્ષના પ્રથમ દિવસે હિંદુઓ મુસ્લિમોને મળતા હતા અને ‘ભાઈચારા’ના નામે એકબીજાને સાકર અને ટોપરું ખવડાવતા હતા. હિંદુ સમુદાયના લોકો ટોપરું લાવતા હતા અને મુસ્લિમ સમુદાયના લોકો સાકર લાવીને એકબીજાને ખવડાવતા હતા.
લગભગ 150 વર્ષથી આ પરંપરા ગામમાં ચાલી રહી હતી. પરંતુ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન બહિયલમાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ ગરબા કરી રહેલા હિંદુઓ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો કર્યો હતો. વીણી-વીણીને હિંદુઓની દુકાનો અને મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. ત્યારબાદ હિંદુ સમાજે એકઠા થઈને નવા વર્ષ પર આ પરંપરાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
નવા વર્ષે હિંદુ સમાજે એક બેઠક કરીને આ નિર્ણય લીધો છે. એક હિંદુ આગેવાને જણાવ્યું છે કે નવા વર્ષે હિંદુઓ રામજી મંદિરે ભેગા થઈને ગામની નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. એ દિવસે રામજી મંદિરમાં અન્નકૂટનો પ્રસાદ અર્પણ થાય છે અને તેમાંથી ટોપરાંનો પ્રસાદ લઈને હિંદુ આગેવાનો મુસ્લિમ વિસ્તારમાં જાય છે, ત્યાં મુસ્લિમ આગેવાનો સાકર લઈને આવે છે.
હિંદુ આગેવાને આગળ કહ્યું કે, આ તહેવાર પર દરેક હિંદુ-મુસ્લિમ એકઠા થઈને ટોપરું અને સાકર ભેગા કરીને પ્રસાદ લે છે. તેમણે કહ્યું કે, “નવરાત્રિ પર થયેલા હુમલાના કારણે આજથી હિંદુ સમાજે નિર્ણય લીધો છે કે આ 150 વર્ષની પરંપરા હવેથી બંધ કરવામાં આવે છે.” સાથે તેમણે એવું પણ કહ્યું 150 વર્ષથી મીઠાઈ ખવડાવાતી હોવા છતાં તેમણે હુમલો કર્યો હતો. હિંદુ સમાજનું કહેવું છે કે એકતરફી

