Friday, December 6, 2024
More

    અદાણી જૂથે નકાર્યા અમેરિકન એજન્સીઓના આરોપો, કહ્યું- આ વાતો પાયાવિહોણી, કાયદાકીય કાર્યવાહી થશે 

    અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય ડાયરેક્ટરો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને અદાણી જૂથે નકારી દીધા છે. ગુરુવારે (21 નવેમ્બર) એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ બાબતનો ખુલાસો આપવામાં આવ્યો. 

    અદાણીએ નિવેદનમાં જણાવ્યું કે, “અમેરિકન ન્યાય વિભાગે જ કહ્યું છે કે, “આ આરોપો માત્ર આરોપો છે અને જ્યાં સુધી તે સાબિત ન થઈ જાય ત્યાં સુધી તમામને નિર્દોષ જ ગણવામાં આવશે.” આ માટે તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. 

    આગળ જણાવવામાં આવ્યું કે, “અદાણી જૂથે કાયમ ગવર્નન્સનાં ઉચ્ચ માપદંડો જાળવી રાખ્યાં છે અને તે પ્રત્યે હંમેશા અમે સમર્પિત રહ્યા છીએ. અમારાં કોઈ પણ કામમાં પૂરતી પારદર્શિતા અને નિયમન જાળવવામાં આવે છે. તમામ શેરધારકો, પાર્ટનરો અને કર્મચારીઓને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે એક કાયદાનું સન્માન કરતું જૂથ છીએ અને કાયદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે બુધવારે જ અમેરિકાએ ગૌતમ અદાણી અને અન્ય 6 વ્યક્તિઓ વિરુદ્ધ કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવાની તૈયારી દર્શાવવાનો આરોપ લગાવ્યો હતો.