44 વર્ષ જૂની નૂરાની મસ્જિદ જમીનદોસ્ત કરાયા બાદ હાઇ-એલર્ટ પર જયપુર, ઈન્ટરનેટ-SMS સેવા બંધ: મજાર સહિતનાં અન્ય બાંધકામો પણ હટાવાશે

રાજસ્થાનના જયપુરમાં સોમવારે (8 જૂન) મોટાપાયે એન્ટી-એન્ક્રોચમેન્ટ અને ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જગતપુરા વિસ્તારમાં નંદપુરી અંડરપાસ નજીક 80 ફૂટ પહોળા રોડના વિસ્તરણ માટે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન 44 વર્ષ જૂની નૂરાની મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, જ્યારે 1 મજાર અને અન્ય બાંધકામો સામે પણ કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ડિમોલિશન ડ્રાઇવને ધ્યાનમાં રાખીને પ્રશાસને જયપુરના કેટલાક વિસ્તારોમાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. 2G, 3G, 4G અને 5G સેવાઓ ઉપરાંત બલ્ક SMS, MMS તેમજ WhatsApp, Facebook અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે.

JDAના જણાવ્યા અનુસાર નંદપુરી અંડરપાસથી રેલવે લાઇનને સમાંતર જતા માર્ગને મંજૂર 80 ફૂટ પહોળાઈ સુધી વિસ્તૃત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્ગના રાઇટ ઑફ વેમાં આવતાં 5 બાંધકામો હટાવવા માટે અગાઉથી નોટિસો આપવામાં આવી હતી. નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ પ્રશાસને સીધી કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ડ્રાઇવ દરમિયાન 10થી 12 ગેરકાયદે માળખાં પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી છે. JDAના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ કહ્યું કે 22 મેના રોજ આ જ માર્ગ પર હાથ ધરાયેલી અગાઉની કાર્યવાહી દરમિયાન 134 દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

જયપુર પોલીસ કમિશનર સચિન મિત્તલે ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા પર અફવા, ભડકાઉ સામગ્રી અથવા ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસને પૂર્વ મંજૂરી વિના રેલી, પ્રદર્શન, જાહેર સભા અને પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

મજહબી બાંધકામની સાથે મંદિરો પણ હટાવાશે

જયપુર પ્રશાસન માત્ર મસ્જિદ કે મજાર જ નહીં પણ બે હિંદુ મંદિરો પણ હટાવશે. વિકાસના આ કામમાં જોકે ક્યારેય હિંદુઓએ અડચણ ઊભી કરી નથી અને ગેરકાયદે બનેલા તમામ બાંધકામો પર કાર્યવાહી દરમિયાન અધિકારીઓ કે પોલીસ પર હુમલો પણ કર્યો નથી. જયપુર હાલ હાઇ-એલર્ટ પર હોવાનું કારણ એ છે કે દરગાહ અને મસ્જિદ પણ તૂટી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે ગેરકાયદે ઊભા કરાયેલા મજહબી બાંધકામોને તોડતા સમયે ઘણી વખત મુસ્લિમ ટોળાઓ ઉત્પાત મચાવતા હોય છે અને હિંસા આચરતા હોય છે.

હિંદુઓએ ક્યારેય આવું કર્યું નથી. હિંદુઓ વધુમાં વધું તો પ્રદર્શન કરશે અને પછી શાંતિથી બેસી જશે, પણ સામેનો પક્ષ એવું નથી કરતો. એ વિવાદિત નારા લગાવીને રસ્તા પર ઉતરી આવશે અને પોલીસ, અધિકારીઓ અને અન્ય સામાન્ય માણસો પર હુમલો કરશે. આખા શહેરને બાનમાં લેશે અને વિવાદિત નારા પણ લગાવશે. આવું જયપુરમાં ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત મોટાપાયે ખડકાયો છે અને ઈન્ટરનેટ સુદ્ધાં બંધ કરવું પડ્યું છે.