છત્તીસગઢના (Chhattisgarh) બિલાસપુરમાં 150થી વધુ હિંદુ વિદ્યાર્થીઓને બળજબરીથી નમાઝ (Hindu Students Namaz) શીખવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના (Guru Ghadidas Central University) NSS કેમ્પમાં આ ઘટના ઘટી હતી. પરંતુ વિદ્યાર્થીઓના મોબાઈલ જમા કરી લીધા હોવાથી તેમની પાસે કોઈ પુરાવા નથી.
આ મામલો 31 માર્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમે 26 માર્ચથી 1 એપ્રિલ સુધી કોટા બ્લોકના શિવતરાઈના જંગલ વિસ્તારમાં એક શિબિરનું આયોજન કર્યું હતું.
बुलाया था NSS कैम्प में देश सेवा सिखाने, पढ़वाने लगे नमाज औऱ सिखाने लगें इबादत..
— Sudarshan News (@SudarshanNewsTV) April 15, 2025
दिन था ईद का, जगह- गुरु घासीदास यूनिवर्सिटी…
छत्तीसगढ़ के बिलासपुर में 4 मुस्लिम छात्रों की अकीदत थोपी गई 155 हिंदुओं की श्रद्धा पर…#Bilaspur #Chhattisgarh #NSS pic.twitter.com/BpiuWJqVVr
જ્યારે NSS કેમ્પમાં દરરોજ સવારે યોગ વર્ગો યોજાતા હતા, ત્યારે હિંદુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો વિદ્યાર્થીઓ વિરોધ કરે પ્રોગ્રામ ઓફિસર અને કોઓર્ડિનેટર તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની અને પ્રમાણપત્ર ન આપવાની ધમકી આપતા હતા.
बिलासपुर।हिंदू छात्रों को जबरदस्ती नमाज़ पढ़ाने का आरोप।गुरु घासीदास विश्विद्यालय के छात्रों ने लगाए आरोप
— Sanju Thakur (शैलेन्द्र) (@Sanjuthakurbls) April 14, 2025
NSS कोऑर्डिनेटर और प्रोग्राम ऑफिसर पर आरोप 26 मार्च से 1 अप्रैल तक आयोजित किया गया था कैंप 159 में केवल 4 छात्र थे हैं मुस्लिम बाकी सभी हिंदू।छात्रों ने कोनी थाने में शिकायत pic.twitter.com/sDWMNtvHnD
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અન્ય દિવસોની જેમ 31 માર્ચે ઈદના દિવસે પણ વિદ્યાર્થીઓ સવારે 6:15 થી 7:00 વાગ્યા સુધી NSS કેમ્પમાં યોગ કરવા માટે ભેગા થયા હતા, જેમાં કુલ 159 વિદ્યાર્થીઓ કેમ્પમાં હાજર હતા. જેમાંથી 4 વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા.
અચાનક, કોઓર્ડિનેટરે 4 મુસ્લિમ વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવ્યા અને સ્ટેજ પર નમાઝ પઢવાનું તથા બાકીના વિદ્યાર્થીઓને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનો અને શીખવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે NSS કેમ્પ દરમિયાન તેમના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિડીયો કે ફોટા ન લઈ શકે.

આ જ કારણ છે કે તેમની પાસે આ ઘટનાનો કોઈ પુરાવો નથી. આ મામલાની વાઇસ ચાન્સેલર પ્રો. આલોક ચક્રવાલે તાત્કાલિક નોંધ લીધી હતી. તેમણે 4 સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી, જેને 24 કલાકની અંદર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બીજી તરફ, પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે. એસએસપી રજનીશ સિંહે કહ્યું છે કે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.