Monday, July 15, 2024
More
  હોમપેજવગેરે...સ્પોર્ટ્સમાથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં રામ: જાણીએ WWEમાં ધૂમ મચાવી...

  માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ અને હાથમાં રામ: જાણીએ WWEમાં ધૂમ મચાવી રહેલા કુસ્તીબાજ વીર મહાન વિષે!

  અમેરિકાની રેસલિંગ WWEમાં ધ ગ્રેટ ખલી પછી આજકાલ વીર મહાન ચર્ચામાં છે. વીર મહાને અમેરિકન રેસલિંગ ફેન્સને પોતાની પાછળ કેમ ગાંડા કરી મુક્યા છે ચાલો જાણીએ.

  - Advertisement -

  ધ ગ્રેટ ખલી કદાચ એવા પહેલા ભારતીય કુસ્તીબાજ છે જેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર આટલું મોટું માન-સન્માન મળ્યું હોય. ધ ગ્રેટ ખલીની નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ભારતીય કુસ્તીબાજનું નામ ચમક્યું નથી. પરંતુ ફરીથી એક ભારતીય રેસલર WWEમાં આજકાલ ધૂમ મચાવી રહ્યો છે જેનું નામ છે વીર મહાન!

  WWEની રિંગમાં વીર મહાન પોતાના વાળ ખુલ્લા રાખે છે અને માથા પર તિલક હોય છે અને ત્યાં સુધી પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે જ્યાં સુધી તે પોતાના વિરોધીને ઉપાડીને રિંગની બહાર ફેંકી ન દે. હમણાંજ વીર મહાન સેમ સ્મોધર્સની સામે મુકાબલો કરી રહ્યો હતો અને તેણે તેને ટકવા દીધો ન હતો. પહેલાં તો તેને સેમને ચિત કરી દીધો અને પછી રિંગની બહાર લઇ જઈને પણ એને ખૂબ માર્યો હતો અને આખી ફાઈટ પોતાના નામે કરી દીધી હતી.

  વીર મહાન અને તેની સ્ટાઈલ કે પછી તેનો લૂક ફક્ત WWEની રિંગમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે. WWEના ફેન્સ એ જાણવા માટે આતુર છે કે આ એવો કેવો ભારતીય રેસલર છે જેનાથી ભલભલા વિદેશી રેસલર્સ પણ ડરી જાય છે. મજાની વાત એ છે કે વીર મહાનનો લૂકથી પ્રભાવિત થઈને હવે તેના ફેન્સ પણ આ લૂક ફોલો કરવા માંડ્યા છે.

  - Advertisement -

  કોણ છે વીર મહાન?

  વીર મહાન વિષે મળતી માહિતી અનુસાર તેઓ ઉત્તર પ્રદેશના ગોપીગંજના નિવાસી છે. તેમનું સાચું નામ રીંકુ સિંગ રાજપૂત છે અને તેમનો જન્મ 8 મે 1988ના દિવસે એક ટ્રક ચાલકના ઘરે થયો હતો. વીર મહાનના બીજા 8 ભાઈ-બહેન છે. રીંકુને બાળપણમાં જ પહેલવાનીનો શોખ હતો પરંતુ સ્કુલના દિવસોમાં તેણે ભાલાફેંકમાં મહારથ હાંસલ કરી દીધી હતી અને તેમને જુનિયર નેશનલ્સમાં ભાલાફેંકમાં જ પદક મળ્યો છે.

  ત્યારબાદ રીંકુએ ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં એડ્મિશન લીધું. અહીં તેમણે 2008માં ધ મિલિયન ડોલર આર્મ નામના એક ભારતીય રિયાલીટી શોમાં ભાગ લીધો જેમાં બેઝબોલ રમતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. રીંકુએ આ અગાઉ બેઝબોલને હાથ પણ નહોતો લગાવ્યો પરંતુ અહીં તેમણે ભાલાફેંકનો પોતાનો અનુભવ કામે લગાડ્યો અને અહીં પણ તેઓ ચેમ્પિયન બન્યા. તેમના આ ટેલેન્ટ પર એક ફિલ્મ બની હતી. આ શો માં તેમણે 140 કિમી પ્રતિ કલાકની સ્પિડથી બેઝબોલ ફેંક્યો હતો.

  આ શો માં મળેલી સફળતા બા રીંકુ પ્રોફેશનલ બેઝબોલ રમવા લાગ્યા અને અમેરિકામાં તેમણે પીટરબર્ગ પાયરેટ્સ ટીમ માટે રમવાનું શરુ કર્યું. ધીમેધીમે તેમની બેઝબોલ ફેંકવાની ગતિ વધતી જ રહી. 2009થી 2016 સુધી રીંકુએ દુનિયાભરમાં ઘણીબધી બેઝબોલ લીગમાં ભાગ લીધો અને એ જ વર્ષે તેમણે WWE સાથે જોડાઈને પોતાની રેસલિંગ કેરિયરનો પાયો નાખ્યો. તેમની સાથે સૌરવ ગુર્જર નામનો એક વધુ ભારતીય રેસલર જોડાયો અને તેમણે ‘ધ ઇન્ડસ શેર’ નામની ટીમ બનાવીને WWE NXTમાં ભાગ લીધો. ત્યારબાદ જીન્દર મહાલ નામક રેસલર પણ તેમની સાથે જોડાયો અને ત્યારે રીન્કુએ પોતાનું નામ બદલીને વીર મહાન રાખ્યું. 2021 સુધી આ ટીમે 12 મુકાબલા જીતીને તમામને ચોંકાવી દીધા હતા અને એ પછી વીર મહાને આ ટીમને અલવિદા કહી દીધી અને સ્વતંત્રરૂપે પોતાની કુસ્તી ચાલુ રાખી.

  WWEમાં આજે તેમના નામની અને તેમની કુસ્તીની જબરી ચર્ચા ચલી રહી છે. તેમનું ભારેખમ શરીર અને મજબુત બાંધો લોકોમાં આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યું છે. તેમની ઉંચાઈ સામાન્ય રેસલર્સથી વધુ એટલેકે 6 ફૂટ 4 ઇંચ છે અને તેમનું વજન 125 કિલો છે.રિંગમાં ઉતરતી વખતે વીર મહાન પોતાના કપાળ પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ પહેરે છે અને તેમના ખભા નીચે રામ લખેલું દેખાય છે. ક્યારેક તેઓ ભગવા તો ક્યારેક કાળા કપડાંમાં રીંગમાં ઉતરે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં