Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશપેરિસ ઓલમ્પિકનું સમાપન, ભારતીય ખેલાડીઓનું રહ્યું અદભુત પ્રદર્શન: દેશને 6 મેડલ્સ અપાવવા...

    પેરિસ ઓલમ્પિકનું સમાપન, ભારતીય ખેલાડીઓનું રહ્યું અદભુત પ્રદર્શન: દેશને 6 મેડલ્સ અપાવવા બદલ વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

    પેરિસ ઓલમ્પિકમાં ભારતે શુટિંગમાં ત્રણ, કુસ્તીમાં એક, ભાલા ફેંકમાં એક, હોકીમાં એક, એમ પાંચ ખેલોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખેલાડીઓએ 5 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ દેશના નામ કર્યો છે. ભારતીય ખેલાડીઓએ દાખવેલી મહેનત ભારતીય ખેલ જગતમાં મોટો ફેરબદલ લાવશે.

    - Advertisement -

    આ વર્ષે યોજાયેલ પેરિસ ખાતે યોજાયેલા ઓલમ્પિકનું (Paris Olympics) સમાપન થઇ ચુક્યું છે. ભારતના ખેલાડીઓ આ વર્ષે 6 મેડલ જીતવામાં સફળ રહ્યા છે. આ વર્ષે ખેલાડીઓનું પ્રદર્શન અને જુસ્સો અદ્ભુત રહ્યો છે. આવનારા સમયમાં યાદ રાખી શકાય તેવા અનેક અદ્વિતીય ખેલ પ્રદર્શન ભારતીય ખેલાડીઓએ દેખાડ્યા છે. મનુ ભાકર, સરબજોત સિંઘ, સ્વપ્નીલ કુસાલે, ભારતીય હોકી ટીમ, નીરજ ચોપડા અને અમન સહરાવતે આ વર્ષે ભારતને મેડલ્સ અપાવ્યા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા પરી છે.

    ખેલની વાત કરીએ તો પેરિસ ઓલમ્પિકમાં ભારતે શુટિંગમાં ત્રણ, કુસ્તીમાં એક, ભાલા ફેંકમાં એક, હોકીમાં એક, એમ છ રમતોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. ખેલાડીઓએ 5 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ દેશના નામ કર્યો છે. ભારતીય ખેલાડીઓએ દાખવેલી મહેનત ભારતીય ખેલ જગતમાં મોટો ફેરબદલ લાવશે.

    નોંધનીય છે કે પેરિસ ઓલમ્પિકમાં 16 રમતોમાં ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેટલાક ખેલાડીઓ સફળતાથી થોડા જ દૂર રહ્યા, પરંતુ તેમનું પ્રદર્શન પણ નોંધનીય રહ્યું. ખાસ કરીને લક્ષ્ય સેન, કે જેમણે પોતાની કુશળતાથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બેડમિન્ટનમાં પીવી સિંધુએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું પણ થોડા માટે ચુકી ગયા. આવું જ કંઇક વેટ લિફ્ટર મીરાબાઈ ચાનૂ અને બોક્સર બોરગોહેન સાથે પણ થયું.

    - Advertisement -

    ભારત તરફથી રમેલા તમામ ખેલાડીઓનું પ્રદર્શન જોઇને દેશમાં જુસ્સો છે. તેમના પ્રદર્શનને જોઇને તે ચોક્કસથી કહી શકાય કે આગામી ખેલોમાં ભારત ઈતિહાસ રચશે. અનેક રમતોમાં ખેલાડીઓ થોડા માટે ચુકી ગયા છે, તેઓ ફરી એક વાર તૈયારીઓ કરીને દેશને ગૌરવ અપાવશે.

    રાષ્ટ્રીય રમત હોકીના ખેલાડીઓનું અદભુત પ્રદર્શન

    પેરિસ ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે (Indian hockey team) પણ પોતાની રમતથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હા, તેઓ આ વખતે ગોલ્ડથી થોડા જ ડગલા પાછળ રહ્યા, પરંતુ સતત તેમણે સતત બીજી વાર બ્રોન્જ મેડલ જીતીને પોતાનું કાંડાબળ દેખાડ્યું છે. આમ જોવા જઈએ તો ભારતીય હોકીનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે, ટોક્યો બાદ પેરિસમાં ઉત્તમ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડીયાએ ઈતિહાસને ફરી ધોરાવવાની તૈયારીઓ દેખાડી દીધી છે.

    વડાપ્રધાન મોદીએ ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી

    પેરિસ ઓલમ્પિકના સમાપન બાદ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) ભારતીય ખેલાડીઓને બિરદાવ્યા છે. આમ તો દરેક ખેલાડીઓની ઉપલબ્ધિઓ પર તેમણે અંગત રીતે તમામને શુભેચ્છાઓ પાઠવી જ હતી. પરંતુ સમાપન સમારોહ બાદ તેમણે કહ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિકમાં તમામ ખેલાડીઓએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને દરેક ભારતીયને તેમના પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને તેમના આગામી પ્રયાસો માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં