Saturday, July 27, 2024
More
    હોમપેજવગેરે...કટાક્ષકટાક્ષ: તમામ કાર્યક્રમો રદ્દ થવાથી દુઃખી દુઃખી થયેલા સ્ટેન્ડ અપ કોમેડિયન પોતાની...

    કટાક્ષ: તમામ કાર્યક્રમો રદ્દ થવાથી દુઃખી દુઃખી થયેલા સ્ટેન્ડ અપ કોમેડિયન પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે

    એક વિવાદિત સ્ટેન્ડ અપ કોમેડિયનને પોતાનો શો કેન્સલ કરવો છે અને હવે તે આયોજક પાસેથી તેનું મજબુત કારણ માંગી રહ્યો છે.

    - Advertisement -

    પોતાને હોંશિયારીનો ટુકડો સમજતા એક સ્ટેન્ડ અપ કોમેડિયન શુરવીર દાસગુપ્તાના તમામ કાર્યક્રમો રદ્દ કરવા પડે એવા સંજોગો ઉભા થયા છે આથી તે ખૂબ દુઃખી છે. શુરવીર દાસગુપ્તા પોતાની વ્યથા આ કાર્યક્રમોના આયોજક નમન ગોંસાઇને રજુ કરે છે.

    નમન ગોંસાઇ: “વ્હોટ હેપન્ડ મેટ? કેમ ઉદાસ લાગે છે? તું ગઝલ ગાયક નથી તું સ્ટેન્ડ અપ કોમેડિયન છે, તારાથી ઉદાસ ન રહેવાય!

    શુરવીર દાસગુપ્તા: “જો આ રીતે જ મારા શોઝ કેન્સલ થતા રહેશે તો મારે છેવટે ગઝલ ગાયનના જ પ્રોગ્રામ કરવા પડશે.”

    - Advertisement -

    ન.ગોં: “પણ એને સાંભળવા કોણ આવશે… ખી ખી ખી ખી ખી!”

    શુ.દા: “વ્હોટ ધ એફ મેન? તું એ શોઝનો ઓર્ગ્નાઝર હતો, એ કેન્સલ થયા એટલે તારે લોકોને પૈસા પાછા આપવા પડશે અને તને મજાક સુજે છે?”

    ન.ગોં: “તારા રૂમમાં ઘૂસતાં પહેલાં મેં જે મંત્ર તને કહ્યોને હું એને જ ફોલો કરું છું! આપણે રહ્યાં સ્ટેન્ડ અપ કોમેડિયન આપણને રડવાનું ના પોસાય, આપણે હસતાં રહેવાનું અને હસાવતાં રહેવાનું.”

    શુ.દા: “હા ભાઈ તેં તો હમણાં ક્રિકેટ ટુર્નામેન્ટની ટીમના બ્રાંડ એમ્બેસેડર બનીને પૈસા દબાવી લીધા છે એટલે તને ફરક નથી પડતો, પણ મારે તો આ જ રોજી-રોટી છે.”

    ન.ગોં: “રોટી તો સમજ્યો પણ આ રોઝી કોણ છે? તારા ગ્રુપની છે? હેં?”

    શુ.દા: “જો ફરીથી?”

    ન.ગોં: “સોરી… સોરી… સોરી… લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ! જો બે શો તો કેન્સલ થાય એમાં રડવાનું ના હોય, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ.”

    શુ.દા: “એ તો મને પણ ખબર છે, પણ મારા માટે તો આ જ રોજી…અમ્મ્મ્મ… દાળ, રોટી, ફીશ અને ચિકન છે. શરૂઆતમાં એકાદી ફિલ્મોમાં રોલ મળ્યા હતા પણ એમાંય આપણી રિયલ ટેલેન્ટ પકડાઈ ગઈ એટલે હવે એમાંય કોઈ નથી બોલાવતું. તું સમજ યાર મારે સ્ટેન્ડ અપ કોમેડિયન જ રહેવાનું છે આખી જિંદગી.”

    ન.ગોં: “હું નહીં સમજું તો કોણ સમજશે બે? ખબર નહીં કેમ પણ લોકો બે પૈસાના ટ્રોલ્સને કેમ આટલું બધું ઈમ્પોર્ટન્સ આપે છે. હું પણ શરૂઆતમાં એકદમ લિબરલ વસ્તુઓ ટ્વિટ કરતો હતો પણ પછી ટ્રોલ થવા લાગ્યો અને ખબર પડી ગઈ કે આ આપણી કેરિયર માટે ખતરનાક છે એટલે મૂકી દીધું.”

    શુ.દા: “એમ તો મેં પણ ઓછું કરી દીધું છે, પણ તોય લોકો ખબર નહીં જુનું જુનું ક્યાંથી ખોદી લાવે છે.”

    ન.ગોં: “જો ભઈ, લોકો કા કામ હૈ ખોદના, પણ તે જે પેલું ખોદ્યું હતું ને એ જરા લોકોને બહું ઊંડે સુધી વાગી ગયું છે.”

    શુ.દા: “કયું પેલું બબ્બે ભારતવાળું?”

    ન.ગોં: “હમમમ…”

    શુ.દા: “તો પછી લિબરલ હોવાનો શો ફાયદો? બકા, આપણા લિબરલ્સ પાસેજ ફ્રિડમ ઓફ સ્પીચ છે, પેલા વિરાટ ભારતવાળાઓ પાસે નહીં, તો આપણે આ ફ્રિડમનો ઉપયોગ નહીં કરીએ તો કોણ કરશે?”

    ન.ગોં: “એ તો હું પણ સમજું છું બકા, પણ થોડું કન્ટ્રોલમાં કરવાનુંને? આમ તું ઇન્ડિયાને બે ભાગમાં વહેંચી દે એ થોડું ચાલે?”

    સુ.દા: “તો શું આપણે ત્યાં રેપ નથી થતાં? મેં શું ખોટું કીધું?”

    ન.ગોં: “રેપ થાય છે પણ રેપ જ થાય છે એવું ના કહેવાય, તારું એ બે ઇન્ડિયાવાળું એવું હતું.”

    સુ.દા: “લાગ્યો, લાગ્યો તને પણ કટ્ટરતાનો રંગ લાગ્યો, ગુજરાતી છે ને? એટલેજ.”

    ન.ગોં: “બે ના બે, એવું નથી. ગુજરાતી છું એટલે ખબર પડે છે કે ક્યારે કઈ પીન ક્યાં મરાય!”

    સુ.દા: “હા ભાઈ આજકાલ ગુજરાતીઓના દિવસ છે એટલે તમે ગમે તે કહી શકો.”

    ન.ગોં: “તું હવે ગુજરાતી બંગાળી ના લાય એ વિચાર કે શો કેન્સલ કરવા માટે રીઝન શું આપીશું?”

    સુ.દા: “ધેટ્સ ધ પોઈન્ટ. મારે ફી પણ જવા દેવાની અને રીઝન પણ શોધવાનું. બિઈંગ લિબરલ મારાથી માફી તો મંગાય નહીં, કે પછી કોઈ સસ્તું કારણ ન જ અપાય.”

    ન.ગોં: “આ આપણી લિબરલ જમાત પર ધબ્બો લાગી જાય તો તો.”

    સુ.દા: “કોઈ લક્ઝુરીયસ કારણ શોધવું પડશે. ફોર એકઝામ્પલ હાર્ટ એટેક!”

    ન.ગોં: “વ્હોટ ધ એફ મેન? આટલું બધું ઓબ્વીયસ રીઝન? કોઈને પણ ખ્યાલ આવી જશે કે તું ખોટું બોલે છે અને ફેસ સેવિંગ કરી રહ્યો છે.”

    સુ.દા: “અરે! મોટા મોટા પોલિટીશ્યન્સ આમ જ કરે છે. ઇડી ઘરે રેડ પાડે એટલે તરતજ એમને છાતીમાં દુઃખાવો ઉપડે અને દસ-પંદર દિવસ હોસ્પિટલમાં આરામ કરવાનો.”

    ન.ગોં: “તો તારે પણ દસ-પંદર દિવસ હોસ્પિટલમાં પડ્યું રહેવું પડશે. તો નેક્સ્ટ વિક તારો શો છે એનું શું?”

    સુ.દા: “ઓએમજી, આ તો મને યાદ જ ના આવ્યું. થેન્ક્સ યાર. તો કશું નવું વિચાર યાર.”

    ન.ગોં: “વેઇટ અ મિનીટ, પોલિટીશ્યન્સ પરથી યાદ આવ્યું, આપણે નવું કરીએ જે એ લોકો હવે કરતાં થયાં છે.”

    સુ.દા: “વ્હોટ?”

    ન.ગોં: “કોવીડ!”

    સુ.દા: “વ્હોટ? કોવીડ? આર યુ નટ્સ?”

    ન.ગોં: “ના ના બે, તારે ખાલી ટ્વિટ કરવાની છે કે સવારથીજ તને કોવીડના લક્ષણો હોય એવું લાગે છે એટલે તું ગુજરાત નહીં આવી શકે એટલે તારા શો કેન્સલ થશે અને બધાને રિફંડ મળી જશે. બહુ બહુ તો તારે ઘરમાં, આમ કહેવા પુરતું, બે-ત્રણ દિવસ આઈસોલેટ થવું પડશે એટલે નેક્સ્ટ વિકનો તારો શો પણ સચવાઈ જશે.”

    સુ.દા: “અરે વાઉ! વ્હોટ એન આઈડિયા બડી! થેન્ક્સ ફોર સેવિંગ માય ફેસ યાર!”

    ન.ગોં: “જો ગુજરાતી હોવાના ફાયદા છે કે નહીં?”

    સુ.દા: “જો હવે તેં જ ગુજરાતી-બંગાળી શરુ કર્યું?” ન.ગોં: “ખી ખી ખી ખી ખી…”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં