Saturday, April 20, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપાલીતાણામાં આજે જૈન સમાજની રેલી, ડેપ્યુટી કલેક્ટરને અપાશે આવેદન: શેત્રુંજય પર તોડફોડ...

    પાલીતાણામાં આજે જૈન સમાજની રેલી, ડેપ્યુટી કલેક્ટરને અપાશે આવેદન: શેત્રુંજય પર તોડફોડ બાબતે ગૃહ મંત્રાલય હરકતમાં, હર્ષ સંઘવીનો કડક કાર્યવાહીનો આદેશ

    થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાતભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું.

    - Advertisement -

    ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર બે દિવસ પૂર્વે (16 ડિસેમ્બર) મંદિર પાસે બોર્ડ અને સીસીટીવી માટેના થાંભલા કેટલાક લોકોએ તોડી નાખ્યા હતા. જે બાદ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી અને નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વચ્ચે વિવાદ વધ્યો હતો. આ ઘટનાના વિરોધમાં રવિવારે (18 ડિસેમ્બર) સમસ્ત જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગજ મહાસંઘ દ્વારા પાલિતાણામાં રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ઘડાયો છે.

    અહેવાલો અનુસાર પાલીતાણા શેત્રુંજ્ય પર્વત પર મંદિર પર થયેલ હુમલા બાબતે રવિવારે બપોરના ૩ કલાકે સમસ્ત જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગજ મહાસંઘ દ્વારા તળેટી ખાતે સભાનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે તેમ જૈન અગ્રણીઓએ જણાવેલ છે.

    આ રેલીમાં આશરે પ હજાર જૈન સમાજના લોકો હાજર રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વિવાદનો અંત આવે તેવી મહાસંઘની માંગણી છે. ઉલ્લેખનીય છે કે, પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને લઈ અગાઉ અનશન આંદોલન થયા બાદ શરતોને આધિન સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ફરી આ ધાર્મિક સ્થળ પાસે વિવાદ થયો છે.

    - Advertisement -

    મંદિર પાસેથી CCTVના થાંભલાને દૂર કરાતા શરૂ થયો હતો વિવાદ

    થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાતભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું.

    જે બાદ હવે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

    સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ તોડફોડના અહેવાલો પર શિવ મંદિરના મહંતે સ્પષ્ટતા કરી હતી કે, કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર CCTV પોલ હટાવવામાં આવ્યા હતા. 

    હર્ષ સંઘવીનો કડક કાર્યવાહીનો આદેશ

    જેવો જ આ મામલો પ્રકાશમાં આવ્યો એવું તરત જ ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાકીદે બેઠક બોલાવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ વિડીયો બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

    ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરી સમગ્ર વિગત તપાસવામાં આવી હતી. પાલીતાણાના સમગ્ર ઘટનાક્રમ વિશે ગૃહમંત્રીને માહિતગાર કરાયા હતા. જેમાં ઉચ્ચ કક્ષાએથી જવાબદારો સામે પગલાં ભરવા ગૃહમંત્રી દ્વારા સંબંધિત વિભાગમાં સૂચના આપવામાં આવી હતી.

    આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં