Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મેરા કેરેક્ટર બહુત ઢીલા થા..’ સાજિદ ખાનનો જૂનો વિડીયો વાયરલ, કહ્યું- એ...

    ‘મેરા કેરેક્ટર બહુત ઢીલા થા..’ સાજિદ ખાનનો જૂનો વિડીયો વાયરલ, કહ્યું- એ હિસાબે મારાં 350 વખત લગ્ન થઇ ચૂક્યાં હોત

    ઇન્ટરવ્યૂમાં સાજિદ ખાને ગૌહર ખાન સાથેની સગાઇ તૂટવા અંગે અને તેમના સબંધો અંગે વાત કરી હતી.

    - Advertisement -

    સલમાન ખાનના રિયાલિટી શૉમાં જોવા મળ્યા બાદથી જ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન વિવાદોમાં છે. ત્યારે હવે ખાનનો જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે તેમનું ચરિત્ર બહુ ખરાબ હતું અને તેમણે અનેક યુવતીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને સેંકડો યુવતીઓ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    ઇન્ટરવ્યૂમાં સાજિદ ખાને ગૌહર ખાન સાથેની સગાઇ તૂટવા અંગે અને તેમના સબંધો અંગે વાત કરી હતી. સાજિદ ખાને કહ્યું હતું કે, સગાઇ પહેલાં તેઓ એક વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. જોકે, તેમણે કહ્યું હતું કે, સગાઇ કરી હોવા છતાં તેમણે લગ્ન કર્યાં ન હતાં. તેમણે કહ્યું કે, તેઓ છોકરીઓ સાથે બહાર ફરતા હતા અને તમામ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકતા હતા. 

    સાજિદ ખાને કહ્યું હતું કે, “તે સમયે મારું ચરિત્ર બહુ ખરાબ હતું. હું છોકરીઓ સાથે બહાર ફરતો હતો અને જૂઠું પણ બહુ બોલતો. મેં એવું કોઈ ગેરવર્તન નહતું કર્યું પરંતુ દરેક છોકરીને ‘આઈ લવ યુ, વિલ યુ મેરી મી’ કહેતો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ રીતે તો તેમના 350 વખત લગ્ન થઇ ગયાં હોત. કહેવાનો અર્થ એ કે સાજિદે એટલી છોકરીઓ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

    - Advertisement -

    સાજિદ ખાને એમ પણ કહ્યું હતું કે, તેમના જીવનમાં આવેલી તમામ મહિલાઓ તેમને યાદ કરતી હશે અને સાથે ગાળો પણ દેતી હશે. આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સાજિદ ખાન વધુ ટ્રોલ થઇ રહ્યા છે. 

    ‘મી ટૂ’ કેમ્પેઈન દરમિયાન 9 મહિલાઓ લગાવી ચૂકી છે જાતીય શોષણનો આરોપ 

    ઉલ્લેખનીય છે કે બૉલીવુડ ડાયરેક્ટર સાજિદ ખાન પર વર્ષ 2018માં ચાલેલા મી ટૂ કેમ્પેઈન દરમિયાન 9 જેટલી મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. જેમાં મંદાના કરીમી, શર્લિન ચોપરા, સલોની ચોપરા, જિયા ખાન વગેરેનો સમાવેશ થાય છે. આ આરોપો લાગ્યા બાદ સાજિદ ખાનની હાઉસફૂલ-4માંથી પણ હકાલપટ્ટી થઇ ગઈ હતી. 

    ચાર વર્ષ લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ સાજિદ ખાન ફરી સલમાન ખન્ના રિયાલિટી શૉ બિગબોસમાં જોવા મળ્યા હતા. ત્યારથી સાજિદ ખાન સાચાં-ખોટાં કારણોને લઈને ફરી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હવે સાજિદ ખાનનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં