Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅનેક મહિલાઓ લગાવી ચૂકી છે જાતીય સતામણીનો આરોપ, હવે સલમાન ખાનના શૉમાં...

    અનેક મહિલાઓ લગાવી ચૂકી છે જાતીય સતામણીનો આરોપ, હવે સલમાન ખાનના શૉમાં મળ્યો મંચ: ચાર વર્ષ ગાયબ રહ્યા બાદ ‘બિગ બોસ’માં દેખાયા સાજિદ ખાન

    મી ટૂ કેમ્પેઈન દરમિયાન આરોપો લાગ્યા બાદ સાજિદ ખાન લાઈમલાઈટથી દૂર રહ્યા હતા, હવે ફરી બિગબોસ-16માં જોવા મળ્યા છે.

    - Advertisement -

    બહુ જાણીતા રિયાલિટી શૉ ‘બિગ બોસ’ની 16મી સિઝન શરૂ થઇ ગઈ છે. શનિવારે (1 ઓક્ટોબર 2022) ‘બિગ બોસ’નું પ્રીમિયર યોજાયું હતું અને જેમાં તમામ 16 સ્પર્ધકો સામેલ થયા હતા. જેમાંથી મોટાભાગનાં નામોની ચર્ચા પહેલેથી જ થઇ રહી હતી પરંતુ ‘બિગ બોસ’માં સાજિદ ખાન પણ સામેલ થતાં લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. કારણ કે સાજિદ છેલ્લાં ચાર વર્ષથી લાઇમલાઈટથી દૂર હતા. 

    સાજિદ ખાન પર ‘MeToo’ કેમ્પેઈન દરમિયાન 9 મહિલાઓ જાતીય સતામણીનો આરોપ લગાવી ચૂકી છે. ત્યારબાદ  ધ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA)એ તેમની ઉપર ફિલ્મો નિર્દેશિત કરવા પર રોક લગાવી દીધી હતી. 

    શનિવારે જ્યારે તેઓ ‘બિગ બોસ’ના સ્ટેજ પર પહોંચ્યા ત્યારે આ બાબતોનો ઉલ્લેખ કરીને સાજિદે કહ્યું કે, બહુ મહેનત કર્યા પછી પણ હાઉસફૂલ 4ની ક્રેડિટ છીનવી લેવામાં આવી અને છેલ્લાં 4 વર્ષમાં તેમને કોઈએ કામ આપ્યું નથી.

    - Advertisement -

    ‘બિગ બોસ’માં સલમાન ખાને સાજિદ ખાન પર કટાક્ષ કરીને કહ્યું હતું કે, મોટા અભિનેતાઓ સાથે કામ કર્યા બાદ તેઓ ઘમંડી બની ગયા હતા. જેના જવાબમાં સાજિદ ખાને કહ્યું હતું કે, એક કહેવત છે કે અસફળતા લોકોને બરબાદ કરી દે છે પરંતુ મારા કેસમાં સફળતાએ મને બરબાદ કર્યો. હું ખૂબ ઘમંડી બની ગયો હતો, એક પછી એક 3 ફિલ્મો હિટ ગઈ તો મને લાગ્યું કે હવે હું પાછળ નહીં પડું અને કોઈ ખરાબ ફિલ્મ બનાવી જ ન શકું. પરંતુ ઉપરવાળાએ તરત તમાચો માર્યો અને બે ફિલ્મ ફ્લૉપ ગઈ. ત્યાર પછી તો મેં મોઢું જ છુપાવી લીધું. 

    સાજિદે કહ્યું હતું કે ‘હમશકલ્સ’ ફ્લોપ રહ્યા બાદ તેમણે ‘હાઉસફુલ 4’મ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. સાજિદના કહેવા પ્રમાણે, તેમણે અડધી ફિલ્મનું નિર્દેશન કર્યું અને એક દિવસે તેમને નિર્દેશનમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, ફિલ્મમાંથી તેમની ક્રેડિટ છીનવી લેવામાં આવી હતી. 

    બિગ બોસમાં સાજિદ ખાનની એન્ટ્રી પર કેટલાક ટ્વિટર યુઝરોએ ટિપ્પણી પણ કરી હતી. એક યુઝરે લખ્યું કે, મને વિશ્વાસ નથી થતો કે કલર્સ અને બિગ બોસ સાજિદ ખાન જેવા વ્યક્તિને સફાઈ આપવા માટે મંચ પૂરી પાડી રહ્યા છે. તે ખરેખર યૌન અપરાધી છે, જેની ઉપર અનેક આરોપ લાગ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં