Wednesday, December 4, 2024
More
    હોમપેજમંતવ્ય‘ધ સાબરમતી રિપોર્ટ’: જોવાના 7 કારણો... ન જોવાના 7 કારણો...અને 3 વિવાદાસ્પદ...

    ‘ધ સાબરમતી રિપોર્ટ’: જોવાના 7 કારણો… ન જોવાના 7 કારણો…અને 3 વિવાદાસ્પદ દ્રશ્યો, ફિલ્મે ખોલી મીડિયાની પોલ!

    જો તમને એવી ઘટના વિશે જાણવામાં રસ હોય કે જેણે ભારતીય ઈતિહાસને બે ભાગમાં (ગોધરા પહેલાનું ભારત, ગોધરા પછીનું ભારત) વિભાજિત કર્યો– તો જુઓ આ ફિલ્મ.

    - Advertisement -

    28 એપ્રિલ 2006ની એક ઘટના છે. તે દિવસે એક ફિલ્મ રિલીઝ થઇ હતી. ફિલ્મો દર અઠવાડિયે રિલીઝ થાય છે… પણ 28 એપ્રિલ 2006નો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે તે ખાસ છે. તે દિવસે યુનાઈટેડ 93 (United 93) નામની હોલિવૂડ ફિલ્મ રિલીઝ થઈ હતી. જે ઘટના પર આ ફિલ્મ બની હતી તેના 1721 દિવસ બાદ આ ફિલ્મ રિલીઝ થઇ હતી. અર્થાત 5 વર્ષથી ઓછા સમયમાં આ ઘટનાને ફિલ્મ તરીકે રિલીઝ કરવામાં આવી હતી.

    યુનાઈટેડ 93 પહેલા પણ આ મુદ્દા પર કેટલીક ફિલ્મો બની હતી. પરંતુ આ જ ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે તેમાં વણાયેલી વાર્તા આ ઘટના સાથે બંધ બેસે છે. આ જ કારણ છે કે આ ફિલ્મ રોટન ટોમેટોઝ, IMDb વગેરે પર ઉત્તમ રેટિંગ ધરાવે છે.

    આ ઘટના એટલી મોટી હતી કે હોલિવૂડની વાત છોડો, પણ બોલિવૂડના લોકોએ પણ તેને લઈને ‘સલિમા’ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના એટલે 11 સપ્ટેમ્બર 2011ના રોજ થયેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ હુમલો. આ ઘટના એવી હતી કે ‘સલિમા’ બનાવનાર લોકોને આમાં પણ My Name is Khan ટાઈપ વાર્તા અને મસાલો દેખાવા લાગ્યો હતો.

    - Advertisement -

    શું આપણા દેશની આનાથી પણ મોટી ઘટના પર ‘સલિમા’ બનાવવાવાળાની ઊંઘ ખુલી? શું તેમની અંદરના વાર્તાકાર આ ઘટનાને ફિલ્મી પડદા પર ઉતારીને જનતાની સામે સત્ય ઉજાગર કરી શક્યા? 9/11થી મોટી ઘટના શું આપણા દેશમાં વાસ્તવિકતામાં બની છે? – હાં. અને આ જવાબની પાછળ જે તર્ક છુપાયેલો છે તેનાથી જ ગભરાય છે ‘સલિમા’ બનાવવા વાળી કોમ.

    27 ફેબ્રુઆરી 2002ના રોજ આગમાં 59 જીવતા લોકો બળીને ખાખ થઈ ગયા હતા. અને આ ઘટના 9/11 કરતા ઘણી મોટી અને વધુ ભયાનક હતી. મૃતકોની સંખ્યા આની પાછળનો તર્ક નથી. દલીલ ઘટનાને અંજામ આપનારાઓની ઓળખ અંગે છે. 9/11ને અંજામ આપનારા તમામ લોકો સમાન મજહબી માનસિકતા અને તાલીમ ધરાવતા હતા. પરંતુ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને (Sabarmati Express) સળગાવનારા લોકો શાકભાજી વેચનારથી લઈને દરજી કે ચિત્રકારથી લઈને મૌલવી-મૌલાના અને ભીડમાં ચાલતા કોઈ પાડોશી પણ હોઈ શકે છે, એવા લોકો જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ.

    કોઈ વ્યક્તિને જીવતા સળગાવીને કેવી રીતે મારી શકે? એક સાથે 59 લોકોને કેવી રીતે જીવતા બાળી શકાય? આવા પ્રશ્નોનો જવાબ છે – જયારે નફરત મન કે હૃદયમાંથી ઉતરીને આત્મા સુધી પહોંચી જાય ત્યારે જ કોઈ આવું કરવાનું વિચારી શકે છે. ‘કાફિર’ની (Kafir) હત્યા, નરકમાં સળગાવવા વગેરે જેવી નફરત પરની મહોર કટ્ટરવાદી ઇસ્લામિક વિચારસરણીનો એક ભાગ છે જ. પરંતુ ગંગા-જમુની તહજીબ ‘સલિમા’વાળી કોમ આ નફરતને કેવી રીતે દર્શાવે, તેનું જ પરિણામ છે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનું 8297 દિવસ પછી એટલે કે 22 વર્ષની રાહ જોયા પછી રિલીઝ થવું.

    6 ફકરા અને 400થી વધુ શબ્દો પછી પણ હું ‘ધ સાબરમતી રિપોર્ટ’ની (The Sabarmati Report) સ્ક્રિપ્ટ, સંગીત, અભિનય, સિનેમેટોગ્રાફી વગેરે વિશે લખી શક્યો નથી, આ માટે માફ કરશો. પણ હું ભટક્યો પણ નથી. ખરેખર, હું આ ફિલ્મનો રિવ્યૂ (Film Review) લખવા પણ નહોતો માગતો. તેની જરૂરિયાત જ નહોતી. કેમકે મેઈનસ્ટ્રીમ મીડિયાથી (Main Stream Media) લઈને સોશિયલ મીડિયા પર એના વિષે ઘણું લખાયું છે. હું સમાજમાં આ ફિલ્મના અસ્તિત્વની આવશ્યકતા પર લખી રહ્યો છું. મને રસ એ વાતમાં છે કે આવી હૃદયદ્રાવક અને ભયાનક ઘટના, જેને ભારતીય ઇતિહાસમાંથી ક્યારેય ભુલાવી નહીં શકાય, તેના પર ફિલ્મ બનાવવામાં 22 વર્ષ કેમના લાગી ગયા.

    કેમ જોવી જોઈએ ‘ધ સાબરમતી રિપોર્ટ’

    • ગોધરામાં (Godhra) સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવી ન હતી, પરંતુ જેમાં અયોધ્યાથી કારસેવકો આવી રહ્યા હતા એ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવી હતી. જો આ બંને બાબતો વચ્ચે તફાવત સમજવો છે – તો જુઓ ‘ધ સાબરમતી રિપોર્ટ’.
    • ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવામાં માર્યા ગયેલા 59 લોકોમાંથી કેટલાકના નામ જાણવા માગો છો – તો જુઓ આ ફિલ્મ.
    • જો તમને એવી ઘટના વિશે જાણવામાં રસ હોય કે જેણે ભારતીય ઈતિહાસને બે ભાગમાં (ગોધરા પહેલાનું ભારત, ગોધરા પછીનું ભારત) વિભાજિત કર્યો– તો જુઓ આ ફિલ્મ.
    • ટ્રેનમાં આગ આપમેળે નહોતી લાગી, કે ના ટેકનિકલ ખામીના લીધે લાગી હતી… પરંતુ કટ્ટરવાદી મુસ્લિમોએ આયોજનબદ્ધ રીતે લગાવી હતી, આ સત્ય મોટા પડદા પર જોવા ઈચ્છો છો – તો જુઓ આ ફિલ્મ.
    • મીડિયા દરેક સત્યને જેમનું તેમ જ બતાવે છે જો આ ભ્રમમાં જીવી રહ્યા છો – તો જુઓ આ ફિલ્મ.
    • 22 વર્ષ પછી પણ ગંગા-જમુની ‘સલિમા’વાળી કોમ જાગીને ગોધરાના સત્યને લખીને તેના પર ફિલ્મ બનાવી રહી છે, જો આ બદલાવને જોવા માંગતા હોવ – તો જુઓ આ ફિલ્મ.
    • કટ્ટરપંથી ઈસ્લામિક માનસિકતાના કારણે જીવતા સળગાવવામાં આવેલા 59 લોકોમાંથી અત્યાર સુધી માત્ર 41 લોકોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 18 અજાણ્યા લોકો કોણ હતા? આના પર મીડિયાનું ઇન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ અને બોલીવુડ ‘સલિમા’ બનાવવાવાળા ક્યારે લાવશે ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રી? આ સવાલ માત્ર સવાલ ન રહીને દેશનું નેરેટિવ બને, આ આવી ઈચ્છા રાખતા હોવ, જો એવું ઇચ્છતા હોવ કે આ 18 લોકો માત્ર અજ્ઞાત બનીને ન રહી જાય – તો જુઓ આ ફિલ્મ.

    કેમ ન જોવી જોઈએ ‘ધ સાબરમતી રિપોર્ટ’

    • ટ્રેન કેવી રીતે સળગી રહી છે, તેના વિઝ્યુઅલ જોવા માંગતા હોવ – તો ના જોશો આ ફિલ્મ.
    • જો જોવા માંગો છો કે જીવતા સળગી રહેલ લોકો કેવી ચીસો પાડી રહ્યા છે – તો ના જોશો આ ફિલ્મ.
    • જો તમે સિનેમામાં બતાવવામાં આવેલી ‘2 વાર્તાઓ’ અને વાર્તા પાછળના જુઠ્ઠાણા અને તે પછી ઉભરી આવેલી વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સમજવામાં અસમર્થ હોવ તો – તો ના જોશો આ ફિલ્મ.
    • મીડિયા રિપોર્ટ્સમાં શું કહેવામાં આવ્યું અને અંતમાં સત્ય કેવી રીતે બહાર આવ્યું, આ નથી સમજી શકતા – તો ના જોશો આ ફિલ્મ.
    • પાકિસ્તાની ટીમના સિક્સર મારવા પર મુસ્લિમ કોલોનીમાં વાગતી તાળીઓ અને ફૂટતાં ફટાકડા વચ્ચે મુસલમાની ટોપી પહેરેલા નાના-નાના બાળકોના ઇન્ડિયાની જીત પર ખુશી માનવતા સીન વચ્ચેનું અંતર નથી સમજી શકતા – તો ના જોશો આ ફિલ્મ.
    • પ્રમાણિક લોકો બન્ને તરફ હોય છે, આ લાઈનનો તર્ક નથી સમજી શકતા – તો ના જોશો આ ફિલ્મ.
    • આ ફિલ્મ એક હિન્દી પત્રકારની આસપાસ ફરી રહી છે, પરંતુ જો શુદ્ધ હિન્દી સાથે પ્રેમ છે – તો આ ફિલ્મ ન જોશો.

    જે જે સીન પર વિવાદ થઇ રહ્યો છે, ત્યાં શું કહેવા માંગે છે નિર્દેશક?

    ‘પ્રમાણિક લોકો બંને તરફ છે’ – જો તમને આ દ્રશ્યથી દુઃખ થઇ રહ્યું છે, તો એપીજે અબ્દુલ કલામ વિશે તમારા વિચારો શું છે? શું તેઓને પણ નકારવામાં આવશે? કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન હાલમાં ભાજપમાં છે પરંતુ તેમણે શાહ બાનો મુદ્દે પોતાની જ કોંગ્રેસ પાર્ટી રાજીવ ગાંધીનો વિરોધ કર્યો હતો, તો શું તેઓ તેમને પણ નકારી કાઢશો? વાર્તા લેખક અને દિગ્દર્શક માત્ર એટલું જ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો કોઈ સમાજના કોઈપણ વર્ગમાં સારું હોય તો તેને સમાન દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. શું તેને આટલું બધું કહેવાની કે બતાવવાની સ્વતંત્રતા પણ ન હોવી જોઈએ?

    ‘મુસલમાની ટોપી પહેરેલા નાના-નાના બાળકોનું ઇન્ડિયાની જીત પર જશ્ન’ – ધ્યાનમાં રાખો કે આ દ્રશ્યમાં બતાવેલ બાળકો કિશોરાવસ્થા સુધી પહોંચ્યા નથી. દિગ્દર્શક બતાવવા માંગે છે કે ધાર્મિક કટ્ટરતાનું ઝેર હજુ તેમના મગજમાં ભરાયું નથી, તે નિર્દોષ છે અને ભારતની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. કારણ કે એ જ ડિરેક્ટરે એ જ મુસ્લિમ કોલોનીના એ જ બાળકોના પુખ્ત પરિવારોને પાકિસ્તાની સિક્સર પર તાળીઓ પાડતા અને ફટાકડા ફોડતા પણ બતાવ્યા છે. શું તમે દ્રશ્ય માધ્યમમાં એકદમ વિપરીત સંદર્ભોને સમાનાંતર રજૂ કરીને પ્રેક્ષકોને વિચારવા માટે મજબૂર કરવાની શૈલીનો અંત લાવવા માંગો છો?

    ‘મીડિયા રિપોર્ટ અને 2 ખોટી વાર્તાઓ’ – સાબરમતી એક્સપ્રેસ સળગાવવાની ઘટના બાદ મીડિયાએ જૂઠ્ઠાણું ઘડ્યું છે, આ જ નિર્દેશક કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે જે મીડિયા પર વિશ્વાસ કરો છો અને તેના દ્વારા દર્શાવવામાં આવેલા વિઝ્યુઅલ્સને સત્ય તરીકે સ્વીકારો છો, તે ખુલ્લું પડી ગયું છે. આ ફિલ્મમાં સાબરમતી એક્સપ્રેસ કોણે સળગાવી એના કરતા વધુ ફોકસ છે – કોણે છુપાવ્યું? અને કોણે ષડ્યંત્ર રચ્યું એ જણાવવામાં. મીડિયા આમાં વિલેન છે – ફિલ્મની આ લાઈનમાં શું અને કેવી સમસ્યા?

    ક્યાં કરી શકાતો હતો સુધારો

    શરૂઆતી ડિસ્ક્લેમરથી લઈને અંતિમ સાભારવાળા સીનમાં ઉંધી-સીધી-તૂટી-ફૂટી લખેલી હિન્દી પર ધ્યાન આપવામાં આવ્યું નથી. આ અક્ષમ્ય ત્યારે છે જયારે આખી ફિલ્મમાં મુખ્ય અભિનેતા વારંવાર પોતાને હિન્દી મિડીયમવાળો કરી રહ્યો છે, તેને હિન્દી પત્રકાર હોવા પર પણ ગર્વ છે. નિર્માતા-નિર્દેશકને વગર પૈસા ખર્ચે તેની પાસે જ પ્રૂફરીડ પણ કરાવી લેવું જોઈતું હતું, જો તેને રીલ વાળું હિન્દી રીયલમાં પણ આવડતું હોય તો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં