Thursday, March 28, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'આદિપુરુષ'ના ટીઝરે લોકોની આશા પર પાણી ફેરવી મૂક્યું, પૂછ્યું- આ ફિલ્મ છે...

    ‘આદિપુરુષ’ના ટીઝરે લોકોની આશા પર પાણી ફેરવી મૂક્યું, પૂછ્યું- આ ફિલ્મ છે કે કાર્ટૂન?: સૈફ અલી ખાનના ‘ઇસ્લામિક આક્રાંતા’ જેવા દેખાવ પર પણ પ્રશ્નો ઉઠ્યા

    ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ આદિપુરુષ ફિલ્મનું ટીઝર રિલીઝ તો થયું પરંતુ 'પહાડ ખોદ્યો અને ઉંદર નીકળ્યો' જેવું થયું છે.

    - Advertisement -

    બાહુબલી ફેમ પ્રભાસ અને બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝર રવિવારે (2 ઓક્ટોબર 2022) રિલીઝ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં યુ-ટ્યુબ પર 5.7 કરોડ વખત જોવામાં આવી ચૂક્યું છે. જોકે, ફિલ્મ વિશે લોકોને જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ટીઝર પરની પ્રતિક્રિયાઓ જોઈને લાગી રહ્યું છે. 

    આ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાનું કહેવાય છે. જેમાં ભગવાન રામનું પાત્ર દક્ષિણના જાણીતા નેતા પ્રભાસે ભજવ્યું છે. રાવણનું પાત્ર બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને સીતાનું પાત્ર કીર્તિ સેનને ભજવ્યું છે. 

    1 મિનિટ 46 સેકન્ડના ટીઝરની શરૂઆતમાં ભગવાન રામ સમુદ્રમાં ધ્યાન લગાવીને બેઠેલા જોવા મળે છે. ત્યારબાદ રાવણના પાત્રમાં સૈફ અલી ખાન દેખાય છે. તે દશાનન તરીકે પણ જોવા મળે છે. એક દ્રશ્યમાં રાવણના પાત્રને પક્ષી પર સવાર થઈને ક્યાંક જતું દેખાડવામાં આવ્યું છે. માતા સીતાને હિંચકા પર બેઠેલાં બતાવવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    ફિલ્મમાં જે પ્રકારે મોટા પ્રમાણમાં VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને લઈને ખૂબ ટીકા થઇ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ‘આદિપુરુષ’નું ટીઝર જોઈને લાગે છે કે કોઈ વિડીયો ગેઇમ પરથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવવામાં આવી હશે. 

    કેટલાક યુઝરોએ વાંધો ઉઠાવતાં એમ પણ કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હિંદુ કથાઓને આ રીતે ખરાબ કરવી જોઈએ નહીં. 

    એક યુઝરે લખ્યું કે, આદિપુરુષનું ટીઝર કોઈ રીતે રામાયણ જેવું લાગતું નથી. સામાન્ય VFX, મોટેભાગની હોલિવુડ ફિલ્મોની નકલ હોય તેમ લાગે છે. સૈફ રાવણ તરીકે ખરાબ લાગી રહ્યો છે અને સ્પાઈડર મેનના વિલન જેવો અભિનય કરતો દેખાય છે. ભગવાન રામ અને હનુમાનજીના પાત્રને પણ ન્યાય ન મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    તૃપ્તિ ગર્ગે લખ્યું કે, ફિલ્મ બનાવવાની હતી, કાર્ટૂન નહીં. આદિપુરુષ પર બહુ આશાઓ હતી.

    એક યુઝરે રાવણના પાત્રને લઈને કહ્યું કે, આદિપુરુષમાં સૈફ અલી ખાન રાવણ કરતાં ઇસ્લામિક આક્રાંતા જેવો વધુ લાગે છે. 

    કેટલાક યુઝરોએ રમૂજી ટિપ્પણી પણ કરી હતી અને કહ્યું કે, રાવણમાં અનેક ખામીઓ હતી પરંતુ તેણે ક્યારેય આવી હેરસ્ટાઇલ રાખી ન હતી. 

    એક યુઝરે આદિપુરુષની સરખામણી વર્ષો જૂના એનિમેટેડ રામાયણ સાથે કરીને કહ્યું કે, હમણાં આવેલા આદિપુરુષ કરતાં એનિમેશન હોવા છતાં એ રામાયણ વધુ સારું લાગે છે. 

    આ ફિલ્મનું બજેટ ભારતની સૌથી સફળ ફિલ્મો પૈકીની એક બાહુબલી કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે. રૂ. 500 કરોડના ખર્ચે ફિલ્મ બનાવવામાં આવી છે, જેને નિર્દેશિત કરી છે ઓમ રાઉતે. જોકે, આટલા મોટા બજેટથી બનાવવામાં આવી હોવા છતાં ફિલ્મ દર્શકોની આશા પર ખરી ઉતરતી જણાઈ રહી નથી. ફિલ્મ જાન્યુઆરી 2023માં રિલીઝ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં