Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતહાઈકોર્ટની ફટકાર બાદ દિવ્ય ભાસ્કરે 10 દિવસમાં બીજી વખત વાચકોની માફી માંગી,...

    હાઈકોર્ટની ફટકાર બાદ દિવ્ય ભાસ્કરે 10 દિવસમાં બીજી વખત વાચકોની માફી માંગી, આ વખતે વિવાદિત રિપોર્ટના કટિંગ સાથે: ‘જાહેર માફી’ની ફૉન્ટ સાઈઝ પણ વધી

    23 ઑગસ્ટના રોજ બે અંગ્રેજી અખબારોએ અને 24મીના રોજ દિવ્ય ભાસ્કરે માફી પ્રકાશિત કરી હતી અને કોર્ટમાં ફરી એફિડેવિટ દાખલ કર્યાં હતાં. પરંતુ કોર્ટે તેનો પણ અસ્વીકાર કરીને ફરી માફી માંગવા માટે આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    કોર્ટ કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ દિવ્ય ભાસ્કરે બીજી વખત માફી માંગી છે. ગુરૂવારની (5 સપ્ટેમ્બર) અમદાવાદ આવૃત્તિમાં પહેલા પાને ‘જાહેર માફી’ શીર્ષક સાથે ફરીથી માફી પ્રકાશિત કરવામાં આવી હતી. આ વખતે ભૂલભરેલા અહેવાલની તસવીર પણ લગાવવામાં આવી છે. 

    ભાસ્કરે લખ્યું કે, ‘અમદાવાદની 13-08-2024ની આવૃત્તિમાં ‘સંચાલકને શિક્ષક પસંદ કરવાનો અધિકાર મળે તો ભાઈ-ભત્રીજાની ભરતી ઠસે’ શીર્ષકથી અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલમાં એક ભૂલ હતી. એ અહેવાલ એવી છાપ પાડતો હતો કે હાઈકોર્ટે માઉન્ટ કાર્મેલ વિ. ગુજરાત રાજ્ય અને અન્યોના કેસમાં આખરી નિર્ણય ફરમાવી દીધો છે, પણ વાસ્તવમાં હાઈકોર્ટે આ મામલે કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આપ્યો ન હતો અને એ હજુ પડતર છે.’ 

    સાભાર- દિવ્ય ભાસ્કર, 5 સપ્ટેમ્બર, અમદાવાદ આવૃત્તિ

    આગળ લખવામાં આવ્યું કે, ‘આ અહેવાલના કારણે વાચકોમાં કોર્ટ પ્રોસિડિંગ બાબતે ખોટી સમજ ઉભી થઈ હોય તો તે બદલ વાચકોની બિનશરતી માફી માગીએ છીએ.’ લખાણની બાજુમાં 13 ઑગસ્ટના રિપોર્ટની તસવીર પણ મૂકવામાં આવી છે. 

    - Advertisement -

    હાઈકોર્ટે લગાવી હતી ફટકાર, બીજી વખત માફી માંગવા કહ્યું હતું 

    અહીં નોંધનીય છે કે આ મામલો 12 ઑગસ્ટની એક કોર્ટ સુનાવણીનો છે. ગુજરાત હાઇકોર્ટ એક સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી હતી, જેની ઉપર બીજા દિવસે ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અને દિવ્ય ભાસ્કર વગેરે અખબારોએ રિપોર્ટિંગ કર્યું હતું. જે કોર્ટના ધ્યાને આવતાં કોર્ટે ત્રણેય અખબારોને નોટિસ ફટકારી હતી. 

    કોર્ટનું કહેવું હતું કે આ અહેવાલો પરથી એવું જણાતું હતું કે કોર્ટે મામલામાં નિર્ણય કરી લીધો છે, જ્યારે સુનાવણી હજુ ચાલી રહી છે અને કોર્ટ કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી. ત્યારબાદ 2 અંગ્રેજી અખબારોએ એફિડેવિટ દાખલ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ કોર્ટે તેનો અસ્વીકાર કરીને પ્રથમ પાને માફી માંગવા માટે જણાવ્યું હતું. જ્યારે નોટિસનો જવાબ ન આપવા પર દિવ્ય ભાસ્કરને નોટિસ મોકલવામાં આવી હતી.

    પછીથી 23 ઑગસ્ટના રોજ બે અંગ્રેજી અખબારોએ અને 24મીના રોજ દિવ્ય ભાસ્કરે માફી પ્રકાશિત કરી હતી અને કોર્ટમાં ફરી એફિડેવિટ દાખલ કર્યાં હતાં. પરંતુ કોર્ટે તેનો પણ અસ્વીકાર કરીને ફરી માફી માંગવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, માફી કઈ બાબત માટે માંગવામાં આવી છે તે જણાવવામાં આવવું જોઈએ અને બોલ્ડ લેટર્સમાં પહેલા પાને અન્ય કોઇ સમાચાર સાથે નહીં હોય તેમ પ્રકાશન થવું જોઈએ. 

    આદેશનું પાલન કરતાં દિવ્ય ભાસ્કરે ફરી એક વખત માફી માંગી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં